SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ m mers ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ सदसदविसेसणाओ, भवहेउ जहट्ठिओवलंभाओ। नाणफलाभावाओ, मिच्छदिट्ठिस्स अन्नाणं ॥ १ ॥ અર્થાત્ મિથ્યાત્વીનું જ્ઞાન સત્-અસત્ આદિ વિશેષ ધર્મયુક્ત વસ્તુના પરિજ્ઞાનથી રહિત હોય છે. ભવના હેતુભૂત બંધના કારણને યથાસ્થિત જાણી શકતો નથી. સ્વેચ્છાચારીત્વને લીધે જ્ઞાનનું ફળ (વિરતિ) પણ તે મેળવી શકતો નથી. એટલે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે વસ્તુતઃ અજ્ઞાન છે. સમ્યકત્વશાલીમાં જ બુદ્ધિના આઠ ગુણ હોય છે તે જણાવે છે. શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા, તેના વિના શ્રવણાદિ ગુણની પ્રાપ્તિ ન થઈ શકે. બીજો ગુણ “શ્રવણ એટલે શાસ્ત્રો સાંભળવાં. શ્રવણથી ઘણા મોટા લાભ થાય છે.” ગોંડશકમાં લખ્યું છે કે क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । बीजं प्रारोहमादत्ते, तद्वत्तवश्रुतेर्नरः ॥ १ ॥ અર્થ : ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના યોગથી જેમ બીજ અંકુરિત થાય છે, તેમ તત્ત્વના શ્રવણથી મનુષ્ય બોધિબીજના અંકુરને પામે છે. क्षारांभस्तुल्य इह च, भवयोगोऽखिलो मतः । मधुरोदकयोगेन, समा तत्त्वश्रुतिः स्मृता ॥ २ ॥ અહીં ખારા પાણી જેવો સમગ્ર વિયોગ અને મધુર જળ તુલ્ય તત્ત્વજ્ઞાન શ્રવણ સમજવું જોઈએ. ત્રીજો ગુણ ગ્રહણ કરવું. એટલે સાંભળેલું ગ્રહણ કરવું, ચોથો ગુણ ધારણ કરવું એટલે ગ્રહણ કરેલું યાદ રાખવું, પાંચમો ગુણ ઉહા એટલે તેના વિષયમાં સામાન્ય રીતે વિચાર કરવો, છઠ્ઠો ગુણ અપોહ એટલે તેના સંદર્ભમાં અન્વય વ્યતિરેકાદિથી વિશિષ્ટ રીતે વિચાર કરવો. સાતમો ગુણ અર્થવિજ્ઞાન અર્થાત્ ઉહાઅપોહના યોગથી મોહ, સંદેહ, વિપર્યાસ, (વિમતિ) આદિના નાશ થવા રૂપ જે જ્ઞાન થાય તે અને આઠમો ગુણ તત્ત્વજ્ઞાન એટલે “આ આમ જ છે એવું નિશ્ચિત જ્ઞાન. આ બુદ્ધિના આઠ ગુણ છે, આઠે ગુણથી યુક્ત સમકિતી હોય છે. કેમ કે, સમ્યકત્વથી સર્વ પદાર્થના પરમાર્થનું પર્યાલોચન થઈ શકે છે. આ બાબત પર સુબુદ્ધિ મંત્રીનું ઉદાહરણ છે - સુબુદ્ધિ મંત્રીની કથા ચંપાનગરના મહારાજા જિતશત્રુને સુબુદ્ધિ નામનો મંત્રી હતો, તે અહંદ ધર્મોપાસક (જૈન) હતો. એકવાર રાજાએ મન અને ઇંદ્રિયોને ગમે તેવા ષડ્રસ સ્વાદિષ્ટ ભોજન કરાવ્યા અને રાજા અનેક મંત્રી-સામંત-સુભટાદિ સાથે જમવા બેઠો. સ્વાદનો રસિયો રાજા જમતો જાય અને રસોઈના વખાણ કરતો જાય.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy