SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ અહો ! આ કેવું સરસ છે? સ્વાદિષ્ટ છે? આની તો કેવી મજાની સોડમ છે? આનો દેખાવ પણ કેવો મનગમતો છે? ઈત્યાદિ રાજા વખાણ કરે ને સાથે જમવા બેઠેલા ચાળા કરે ને રાજાની હામાં હા કર્યા કરે. બધાં ટાપશી પૂરે પણ સુબુદ્ધિ મંત્રી શાંત અને સ્વસ્થ ચિત્તે જમ્યા કરે. બોલે કે ચાલે? એ જોઈ રાજાએ તેને પૂછ્યું, કેમ બોલ્યા નહીં ?' ભોજન કેવું મજાનું થયું છે નહિ? વધારે શું ભાવ્યું? મંત્રીએ કહ્યું, “રાજા, સારી-નરસી રસોઈના ચક્કરમાં હું પડતો નથી વસ્તનો મને વિસ્મય પણ નથી. કારણ કે, પુલનો સ્વભાવ જ એવો છે કે ઘડીકમાં સુગંધી તો ઘડીકમાં દુર્ગધી, સરસમાંથી નિરસ ને નિરસમાંથી સરસ થતા પણ વાર નહીં. માટે સારી કે નરસી રસોઈ માટે મારે શું કહેવું ? મંત્રીની વાત રાજાને ગળે ઉતરી નહીં. મંત્રીએ અવસરે બોધ આપવાનો વિચાર કર્યો. - એક વાર રાજા પરિવાર સહિત ઉદ્યાનમાં જતો હતો. મંત્રી સાથે હતા. ગામ બહાર જતા એક જંગી નાળું આવ્યું. જાણે તે સડી રહ્યું હતું. દુર્ગધનો તો પાર નહતો. રાજાએ નાક આડું કપડું મૂકી ઘોડો દોડાવ્યો. આગળ જઈ તેણે નાળાના પાણીની મોટું બગાડી વાત કરી. શબ્દ શબ્દ ધૃણા અને અણગમો. મંત્રીને પૂછયું – “કેવું ગંદુ પાણી?' મંત્રીએ કહ્યું – “વ્યર્થ વાત છે. ગંદામાંથી સારું અને સારામાંથી ગંદુ એ તો ચાલ્યા જ કરે છે.” રાજા ન માન્યા. ચતુર મંત્રી સમજી ગયો કે રાજા આ વાત માનતો નથી. નાળાના પાણીમાં ગંદકી ઘણી હતી. દુર્ગધ પણ ભારે. મંત્રીએ નોકર પાસે તે નાળામાંથી પાણી મંગાવ્યું. ચાલણી જેવી તળિયાની કોઠીમાં તળિયે સ્વચ્છ રેતી, એના ઉપર ઝીણી કાંકરી તે ઉપર મોટી કાંકરી તે પર કાંકરા એમ કોઠી ભરી તેમાં પાણી રેડી કોઠીના નીચે સ્વચ્છ ગલણા વાળું વાસણ મૂકી દીધું. ધીરે ધીરે પાણી સ્વચ્છ (ફિલ્ટર) થઈ તે વાસણમાં આવ્યું. તેમાં કતકફળનું ચૂર્ણ નાંખી પાછું તડકામાં મૂક્યું. આમ ઘણા ઘડામાં ગળી ગળીને ભર્યું તો પાણી કાચ જેવું સ્વચ્છ અને દુર્ગધરહિત થઈ ગયું. મંત્રીએ તે પાણીને સુવાસિત કરતા તે પાણી બીજા પીવાના પાણી કરતાં વધુ સ્વાદુ, શીતલ, સુગંધી અને સ્વચ્છ બની ગયું. મંત્રીએ ઘરે રાજાને નિમંત્રી સારા ભોજન જમાડી પોતાના ઘડાનું શીતલ પાણી પાયું. ઉના જમણ પર ઠંડુ પાણી રાજાને ઘણું ભાથું ને સારી રીતે પીધું. પાણીથી રાજી થયેલા રાજાએ કહ્યું - “ભઈ મંત્રી! પાણી તો બસ તમે જ સારું પીવો છો. આવું પાણી અમે તો કદી પીધું નથી. આ કયા કૂવાનું પાણી છે?” મંત્રીએ કહ્યું- “મહારાજ! આ તો બધા પુદ્ગલના પરિણામ છે. આપને આ પાણીનો કૂવો જાણવો જ હોય તો પહેલા આ દાસને અભય વચન આપો.” વિસ્મય પામેલા રાજાએ અભય આપતા કહ્યું – “તમારું પાણી રાજકુટુંબ પી જશે ને તમે તરસથી પરમધામ પહોંચી જાશો એમ લાગે છે? ગંભીર થયેલા મંત્રીએ કહ્યું - “મહારાજા મારી ધૃષ્ઠતાની ક્ષમા ચાહું છું. આ પાણી પેલી ખાઈ... ઓલા નાળાનું છે મહારાજ.” આ સાંભળી રાજાનું મોટું તો બગડ્યું પણ વિશ્વાસ ન થયો. મંત્રીએ રાજાની સમક્ષ એ જળપ્રયોગ કરી બતાવ્યો. વિસ્મિત થયેલા રાજાએ પૂછ્યું - તમારે આ બધું કરવાનું કાંઈ પ્રયોજન ?” “જી મહારાજા, પ્રયોજન તો બસ એટલું જ કે, આ પુદ્ગલ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy