SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ તો પછી તેમાં છોડાપણું કેમ સંભવે ? એટલે કે છોડા ગયા પછી મેલાપણું ક્યાં રહ્યું જેથી તે મિથ્યાત્વના મુદ્દગલ કહેવાય? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, - “ચોઠાણીયા મહારસના સ્થાને રહેલા મિથ્યાત્વના પુગલો મિથ્યાત્વરૂપ બાધકપણાને તથા વિભાવપણાને પ્રાપ્ત કરી શકે છે. કોદ્રવના છલકાના ત્યાગ સમાન તે પુદ્ગલોમાંથી ચોઠાણીયા મહારસના અભાવથી અનિવૃત્તિકરણ દ્વારા એકઠાણીયો રસ કર્યો. તેથી યથાર્થ વસ્તુ પરિણામો વ્યાઘાત ન કરે એવું સમ્યકત્વમોહનીય ગણાય છે. કારણ કે, આમાં કાંઈક શંકાદિ ઉત્પન્ન થતું હોય છે. તેથી સમ્યકત્વમોહનીય કહેવાયું. સમકિતમોહનીયના સર્વથા ક્ષયથી ક્ષાયિકસમ્યકત્વ થાય છે. તેમાં શંકાદિનો સર્વથા અભાવ જ હોય છે. માટે પુદ્ગલો તો એક જ છે પણ તેના પ્રકાર ત્રણ થઈ જાય છે. - જીવને બધા વગર ચાલશે પણ સમજણ-જ્ઞાન વિના નહીં ચાલે. મોટા ખજાના અને સેના જે કામ નથી કરી શકતા તે માત્ર સમજણ કરી શકે છે. સાચી સમજણ સાચા જ્ઞાનથી આવે અને સાચું જ્ઞાન સમ્યકત્વથી, સમ્યકત્વહીન જ્ઞાન તે અજ્ઞાન છે. કહ્યું છે કે – सदाद्यनंतधर्माढयं, एकैकं वस्तु वर्तते । तत्तथ्यं मन्यते सर्वं श्रद्धावान् ज्ञानचक्षुषा ॥ १ ॥ પ્રત્યેક વસ્તુ પદાર્થ- સતુ-અસત આદિ અનંત ધર્માત્મક હોય છે. તે બધું જ્ઞાન ચક્ષુથી જોતો શ્રદ્ધાવાન તથ્થભૂત માને છે. एकांवनैव भाषन्ते, वस्तुधर्मान्यथा तथा । तस्मादज्ञानता ज्ञेया, मिथ्यात्विनो निसर्गजा ॥ २ ॥ વસ્તુના ધર્મને જેમ તેમ (અનેક યુક્તિ કરીને પણ મિથ્યાત્વીઓ એકાંતથી જ કથન કરે છે, માટે તેમનામાં સ્વભાવિક રીતે જ અજ્ઞાનતા પડેલી છે.) પ્રત્યેક વસ્તુઓ સ-અસતુ, નિત્ય-અનિત્ય, આદિ-અનંત ધર્મથી યુક્ત છે. જેમ ઘટ (ઘડો), રૂપ વસ્તુ રક્તવાદિ (લાલ રંગાદિ) સ્વગુણે સત્ છે તો એ જ બીજા ઘટ-પટ આદિ પરગુણથી અસત્ છે. આદિ શબ્દથી અહીં પુદ્ગલોની સાથે જે (અભિન્નત્વ) એકપણું છે તે વ્યવહારથી જ ગણાય છે અને નિશ્ચયથી સકલ ધર્માવચ્છિન્ન છે-યુક્ત છે. જેમ કાપડ, લાકડું, ગાડું, સોનુ આદિ અનેક ધર્મયુક્ત છે. કેમ કે, ઘડો નંદવાઈ જતા તે ઠીકરાદિ બીજા ધર્મને પામ્યો. જો એમ ન હોય તો ઘડો ખંડિત થતા તે જ ઘડો અવસ્તુપણે શૂન્યપણે થઈ જતે પણ તેમ થયું નહીં. જેમ કે, જીવ દ્રવ્ય છે તે પણ ગાય, હાથી, ઘોડા, સ્ત્રી, પુરુષ આદિ થાય છે તે વ્યવહારથી. જો નિશ્ચયથી વિચારીએ તો પૂર્વોક્ત વ્યવહારથી નિરાળો અછદ્ય-અભેદ્ય પ્રમુખ અનંત ગુણવાળો છે. આમ સમકિતધારીનું જ્ઞાન વિશિષ્ટ હોય છે તેથી તે સર્વ વસ્તુને અનેકાંતદષ્ટિથી સર્વાગપણે જાણી-સમજી શકે છે અને સમકિત રહિત સમજી શકતો નથી તેથી તે અજ્ઞાની કહેવાય છે. મહાભાષ્યમાં કહ્યું છે કે
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy