SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૨૪૧ અંગારમર્દક આચાર્ય બાહ્ય દેખાવ ને ડોળ રાખતો હતો. તેના પાંચસો શિષ્યોએ મોક્ષ મેળવ્યો પણ તે ભવરાનમાં રખડતો રહ્યો. માટે દીપક સમ્યક્ત્વ પરને લાભ આપે પણ પોતાને તેનો કશો જ લાભ મળતો નથી. માટે મતિવાળા જીવોએ દીપક સમકિતનો ત્યાગ કરી શુદ્ધ શ્રદ્ધા ધારવી જોઈએ. ૬૧ સમ્યક્ત્વની વાસ્તવિકતા આત્મ પ્રદેશ સાથે ઓતપ્રોત થઈને રહેલા મિથ્યાત્વમોહનીયના પુદ્ગલોનો ક્ષય (અત્યંતા ભાવ) થવાથી આત્માના સર્વ પ્રદેશો જે સ્વચ્છતા ને સ્વસ્થતા પામે છે, તે જ વસ્તુતઃ સમ્યક્ત્વ છે. અહીં મિથ્યાત્વમોહનીયના પુદ્ગલો કહ્યા ત્યાં ઉપલક્ષણથી અનંતાનુબંધી કષાયના પુદ્ગલો જાણવા, તે કષાયના ક્ષય કે ક્ષયોપશમથી જે ગુણ પ્રગટે – એટલે કે, આત્મપ્રદેશમાં જે સ્વચ્છતારૂપ શ્રદ્ઘાત્મક (સદ્દહણા સ્વરૂપ) ગુણ પ્રગટે વસ્તુતઃ તે જ સમ્યક્ત્વ છે. જેમ મેલું કપડું ધોવાતા-તેનો મેલ જતા તેમાં ઉજ્જવળતા પ્રગટે છે તેમ આત્મપ્રદેશમાં શ્રદ્ધાન રૂપ ગુણ પ્રગટ્યો તે જ વસ્તુતઃ સમ્યક્ત્વ છે. જીવ પોતે જ મિથ્યાત્વના દલિકોના ત્રણ ગૂંજ કરે છે. શુદ્ધ, અર્ધશુદ્ધ અને અશુદ્ધ જેમ કોદરા (ધાન્ય વિશેષ) છોતરા, છાલકા સાથે હોય તેને ખાંડવા- છડવાથી છીલકા વગરનું થાય તે પ્રથમ ઢગલી (પૂંજ). તેમ મિથ્યાત્વનું શુદ્ધ થયેલો પ્રથમ પૂંજ, કોદ્રવાને ખાંડી નાંખ્યા છતાં કેટલાક છોડા રહી જાય તેમ મિથ્યાત્વનો બીજો અર્ધશુદ્ધ પૂંજ અને જે કોદ્રવાના છોડા જેમના તેમ રહ્યા હોય, નીકળ્યા ન હોય, તેનો જેવો મિથ્યાત્વનો ત્રીજો અશુદ્ધ પૂંજ, એમ ત્રણ પૂંજ જાણવા. તે માટે કહ્યું છે કે, ઃ दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं अविसुद्धं तं हवइ कमसो ॥ १ ॥ અર્થાત્ ઃ દર્શનમોહનીય ત્રણ પ્રકારે છે, સમ્યક્ત્વમોહનીય, મિશ્રમોહનીય તથા મિથ્યાત્વ મોહનીય. તેમાં પ્રથમ શુદ્ધ, બીજું અર્ધશુદ્ધ અને ત્રીજું અશુદ્ધ એમ અનુક્રમે ત્રણ ગૂંજ કહેવાય છે. અહીં શંકા થાય કે મિથ્યાત્વના પુદ્ગલોના ત્રણ ગૂંજો થતા હોય તો તે પુદ્ગલોમાં સાધકપણું અને બાધકપણું બંને કેમ સંભવે ? એક જ વસ્તુ બે પ્રકારના ગુણોમાં પ્રવૃત્ત કેવી રીતે થાય ? તથા તે પુદ્ગલો જ ભિન્ન હોય તો સંભવે પણ પુદ્ગલોમાંથી છોડા જવાથી સમકિતમોહનીયની શુદ્ધિ થઈ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy