________________
ભાવ સાધુ.
૧૭૫
पत्तो थोबदिणेहि-सुसउण परिवुडिउच्छाहो ॥ ४५ ॥ दिट्ठो तत्थ नरिंदो-कया पइन्ना इमा दुबेहिपि । जो जेण नूण जिप्पइ-स तस्स सीसो हवेउ ति ॥ ४६ ॥ तो बंधुदत्तमुणिगा-सियवायविसुद्धबुद्धिविहवेण । बहुवयणवित्थरेणं-वायमि पराजिओ विदुरो ॥ ४७ ॥
लदं च विनयपत्तं-विदुरो पव्वाविओ तया चेव । विहसियमुहकमलेणं-पसंसिओ सयलसंघेण ॥ ४८ ॥ विदुरविणेयसमेओ-पएपए बहुजणेण थुव्वंतो। तो बंधुदत्तसाहू-पत्तो नियमूरिपासांमे ॥ ४९ ॥ तेण पुण मच्छरवसा न मणागंपिहु पसंसिओ एस । नय दिट्ठो ससिणेहं-आलविओ सहरिसं नेव ॥ ५० ॥ हा जइ गुरुणोवि मएन रंजिया मंदबुद्धिकलिएण । ता सेसाण गुणाणं-समज्जणेणं हवउ मज्झ ॥ ५१ ॥ इय चिंताउलचित्तो-हिययंमि वहतओ महाखेयं । तप्पभिइ बंधुदत्तो-जाओ गुणअज्जणे विमुहो ॥ ५२ ॥
ત્યારે આચાર્યો ઘણો વિચાર કરીને તેને ત્યાં મોકલાવ્યો હવે તેને સારાં શકુન થયાં, તેથી તે વધતા ઉત્સાહે થોડા દિવસમાં ત્યાં આવી પહોંચ્યા. (૪૫) તેણે ત્યાં રાજાની મુલાકાત કરી, બાદ બે જણાએ એવી પ્રતિજ્ઞા કરી કે, જે હારે તેણે જીતનારના શિષ્ય થવું. [ ૪૬ ] બાદ બંધુદત્ત મુનિએ સ્યાદ્વાદથી વિશુદ્ધ થએલી બુદ્ધિના જોરથી બહુવચનના વિસ્તારથી વિદુરને વાદમાં જીતી લીધો. [ ૪૭ ] તેને વિજય પત્ર મળે, અને તેજ વેળા વિદુરને પ્રવજ્યા આપી, એટલે વિકસિત મુખ કમળથી સકળ સંધ તેની પ્રશંસા કરવા લાગે. ( ૪૮ ] બાદ તે વિદુર શિષ્યને સાથે લઈ, પગલે પગલે બહુ જનોથી વખણ થકી પિતાના ગુરૂ પાસે આવ્યો. [ ૪૯ ] પણ તે ગુરૂએ મત્સરના લીધે તેની લગારે પ્રશંસા ન કરી, અને સ્નેહપૂર્વક તેના તરફ દ્રષ્ટિ પણ ન કરી, તથા હપૂર્વક તેને બોલાવ્યો પણ નહિ. [ ૫૦ ] ત્યારે તે વિચારવા લાગ્યું કે, હાય હાય ! મારા જેવા મંદ બુદ્ધિએ ગુરૂને પણ રાજી ન કર્યો, તે હવે બીજા ગુણ ઉપાર્જન કરવાનું મારે શું કામ છે ? [ ૫૧ ] એમ ચિંતવીને હદયમાં મહા ખેદ ધરી, તે દિવસથી માંડીને તે બધુદત્ત વધતા ગુણ ઉપાર્જન કરવામાં વિમુખ થઈ રહ્યા. [ પર !