________________
[૧૦] આજ્ઞામાં રહેવું જોઈએ એવું થોડું છે ? આવો અપ્રીતિ, અરુચિ, તિરસ્કાર, ધૃણા, અનાદરના ઝેરથી હૈયું છવાઈ ન જાય માટે જ ઉપાધ્યાયજી પટકમાં પહેલી જ વાત કરે છે કે મહાનુભાવ ! આવો ભાવ જાગે ત્યારે મારા સામે ગુરુ બેઠા નથી પણ સાક્ષાત તીર્થકર બેઠા છે એમ વિચારજે; જેથી મર્યાદા વટાવી ગયેલા તારા ઉન્માદ, ઉદ્ધતાઈ કે અંહકારને પારે નોર્મલ થઈને ઊભો રહેશે અને ગુરુ અવજ્ઞા-આશાતનાના મહાપાપથી બચી જઈશ. અને તારા સ્વાર્થ મતલબ ખાતર તારે અહંને પોષનારી પ્રસિદ્ધિ, મહત્ત્વાકાંક્ષાની તીવ્ર ભૂખ વગેરે વગેરે કારણે અથવા આજ્ઞાનભાવે તું તારા ગુરુજીનું અપમાન, અનાદર, ખાટી નિંદા, ટીકા, ટિપ્પણ કરી ગુરુકોડના પાપથી બચી જઈશ અને પાપભ્રમણના બિરુદથી અને બંધાતા પાપકર્મથી ઊગરી જઈશ.
તે ઉપરાંત આ પટ્ટકમાં મેલાં ગંદાં લૂગડાં પહેરવા માત્રથી જેઓ પિતે ઊંચા છે એ અહં રાખનારા, પોષનારા આત્માઓને ઉદ્દેશીને પણ સ્પષ્ટ ટકોર કરી છે કે મેલાં લૂગડાં પહેરે અને જે તે બીજે આચાર ન પાળે તે તે ક્રિયાવાન નથી...વગેરે
આ પ્રમાણે પટ્ટકની પ્રસ્તાવના પ્રસંગે સદ્ભાવ, સરળ ભાવથી શાસનના હિતાર્થે મારા વિચારો થોડાક. કડક વ્યક્ત કર્યા છે.
પટ્ટકની ભાષા સમજાય તેવી છે, તેથી અને આના ઉપર હજુ ઘણું લખી શકાય છતાં વિસ્તાર ન કરતાં સહુને આ કૃતિ જોઈ જવા અનુરોધ કરું છું
સમયે સમયે શ્રમણ સંઘના હાલક ડોલક થઈ જતા રથને મજબૂત બતાવવા જાગ્રત જેનશ્રી સંઘે હિંમતથી ઉપેક્ષા છેડી શ્રેષ્ઠ પ્રયત્ન કર્યા હતા, તે પ્રયત્નો આજે કરવાની તાતી નહિં, અતિતાતી જરૂર છે. જેથી શ્રમણ સંઘનું નાવ દૂષણ – પ્રદૂષણના ખડક સાથે અથડાઈ ન જાય ! સહુ જ્ઞાનીને, વિદ્વાને, ચિંતક શાસનપ્રેમીઓ જરૂર વિચારે અને સક્રિય બને. સં. ૨૦૩૭ પાલિતાણું
થશેવસરિ