________________
૨ અઢારસમણિ શાંતિ ઇ કૃતિને સામાન્ય પરિચય
શીલ એટલે આચાર. શુદ્ધાચાર પાલનથી જ વ્યક્તિ મહાન અને પવિત્ર બને છે. વિવિધ રીતે વિવિધ પ્રકારના ભાગે ગણિતની સાથે ગણતરી કરતાં શીલના ૧૮ હજાર પ્રકારે થઈ શકે છે. આ ગણતરી કરવા માટે કાગળ ઉપર જે રીતે ગણતરી કરવી અનુકૂળ રહે તે રીતે કાગળ ઉપર ખાનાંઓ દર્શાવી ગણતરીનું ચિત્ર આલેખીએ તો જાણે રથ જેવી આકૃતિ બની ન હોય તેવું ભાસે. એટલે ૧૮ હજારની ગણતરીવાળી આ કેષ્ટક રચનાને રથ ની ઉપમા આપી. અને તેથી આ નાનકડી કૃતિનું નામ મહારશીવાદ પાડ્યું છે. આની ગણતરી આ પ્રમાણે છે.
ગ, કરણ, સંસા, ઈન્દ્રિય પૃથ્વીકાયાદિ દસ, તેમ જ શ્રમણધર્મ, સાધુધર્મ આટલી વસ્તુઓનો પરપસ્પર હિસાબ કરીએ તે શીલનાં ૧૮ હજાર અંગેની સિદ્ધિ થાય છે.
યતિધર્મ દસ પ્રકારનું છે. ક્ષમા, માર્દવ, (કમલતા) આર્જવ (સરલતા) મુક્તિ (નિર્લોભતા) તપ, સંયમ, સત્ય, શૌચ અને અકિંચન અને બ્રહ્મચર્ય. મુનિ આ દશ પ્રકારના ગુણોથી યુક્ત હોય. આવા મુનિએ પૃથ્વીકાયાદિ દશ પ્રકારના આરંભને ત્યાગ કરવાને હેય છે એટલે ૧૦ યતિધર્મની સાથે મુનિઓ પૃથવી આદિ ચાર કષાયને તેમ જ બેઈન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીના સમારંભે અને અજીવ સમારંભનો ત્યાગ કરવાનું છે તેથી તે દરેક ગુણ દશ-દશ પ્રકારને થતાં શીલન અંગે ૧૦૦ થાય,