________________
[૧૬] આ ગ્રન્થમાં પહેલી જ વાત ગ્રન્થકાર ઉપાધ્યાયજીએ ગુરુકુળવાસની વાત શાસ્ત્રની સાક્ષી સાથે કરી છે. - જૈન સાધુને જે પિતાની સંયમરક્ષા કરવી હોય, પવિત્ર, સુંદર અને સુવ્યવસ્થિત જીવન જીવવું હોય તો તે સમુદાયમાં જ રહેવાથી બની શકે, બધી મર્યાદાઓનું પાલન ત્યાં જ થઈ શકે, એકલા વિચરવાથી સંયમજીવન ખતમ થઈ જવાને પૂરો ભય ઊભો થવાને અને પછી પોતાના તારક ગુરુ પ્રત્યે અપ્રીતિ અને વિદ્વેષભાવ જાગતાં તો પછી ગુરુ સામે વિરોધ અને બળવો પિકારી સાનભાન ભૂલીને ગુરુના અવર્ણવાદે બેલી તેની હલકાઈ કરે અને કરીને મનમાં મલકાય અને ખૂબ ખુશી મનાવે.
આ દુષ્ટ-મલિન ભાવને આવે જ નહિ અને આવી હોય તે દૂર થાય એટલા માટે ઉપાધ્યાયજીએ પાયાની વાત તરીકે પ્રથમ વાત એ જણાવી કે..
તારા સગુરુએ માત્ર ગુરુ જ નથી પણ તેને તુ તીથકર જેવા માનીને ચાલજે એટલે કે તારા માટે તો તે સાક્ષાત ભગવાન જ છે.” ગુરુ પ્રત્યે વિનય, આદર અને વિવેકને ભાવ જવલંત ટકી રહે અને ક્યારેક ગુરુ પ્રત્યે અનાદર, અવિનય અને અવિવેકને ભાવ રખે ભાગી ન જાય. તને કદાચ એને ઉછાળે આવી જાય છે મારામાં અને ગુરુમાં શું ફરક છે? જેવો હું છું તેવા તે છે. એ કંઈ બાપ નથી, મારે ને એને શું સગપણુ ? એ જુદા ઘરના હું જુદા જુદા ઘરને. એ મોટા છે અને હું નાનું છું એટલે કંઈ એમની
૧. પટ્ટા જૈન શ્રમણસંધના કામચલાઉ છતાં બંધારણ માટે એક પારિ. ભાષિક શબ્દ છે. અનુમાન થાય છે કે આવું મહત્ત્વનું બંધારણ સારી રીતે ટકી રહે એ માટે તે કદાચ કપડાં ઉપર લખવામાં આવતું હોય, અને કપડાને પર્યાય શબ્દ પર જેનામાં, જૈન સાધુઓમાં સુપ્રસિદ્ધ છે. જેમ ચલપટ્ટો ઉત્તર પટ્ટો વગેરે. આ પટ્ટ શબ્દને સ્વાર્થમાં વાર ત્યય લગાડીને ઘટ્ટ શબ્દ બનાવે છે,