________________
[૧૫] ક્યારેક ક્યાંક નીતિનિયમો ઘડાય છે પણ એનું પાલન ક્યાં છે ? પછી પરિણામમાં શૂન્ય. આજના સમયમાં દંડ કે ભય વિના પરિણામ જેવા ભાગ્યે જ મળે.
મૂલગુણ અને ઉત્તરગુણના માર્ગથી ઊતરી પડેલા શ્રમણુસંઘને પુનઃ મૂલમાર્ગ ઉપર ચઢાવવા માટે જે નીતિનિયમો ઘડાતા તેને પટ્ટા નામ આપવામાં આવતું. આ પટ્ટક શબ્દ જેનધર્મમાં રૂઢ થયેલ, સાધુસંઘમાં પ્રખ્યાત શબ્દ છે. વહેવારમાં તેના પર્યાય તરીકે નિયમપત્ર, આજ્ઞાપત્ર, દસ્તાવેજ, આદેશપટ્ટકપત્ર, આચાર સંહિતા, ફરમાન આદિ શબ્દ વાપરી શકાય. ભૂતકાળમાં આવા પદકે બનાવ્યાનો ઇતિહાસ મળે છે.
અહીં જે પટ્ટક છાપ્યો છે તે તે સાવ જ નાનકડો-થોડીક જ બાબતોને સમાવેશ કરતો છે. એમ છતાં તે સમયની ડામાડોળ અને અનિયંત્રિત બનેલ પરિસ્થિતિને પૂરો ખ્યાલ આપી જાય છે.
માનવ હૈયામાં ખોટી સ્વતંત્રતા અને સ્વછંદતાનાં આકર્ષક લાલસાનાં પરિબળો સુષુપ્ત હોય છે. એ બળા, અહંને સાથ મળતાં ગમે તે નિમિત્ત મળતાં એકાએક બેઠા થઈ જાય છે અને સીધે બળ પિોકારવા સુધીની હદે પહોંચી જાય છે અને તે પછી તેને થાય છે કે હવે મારા સ્વતંત્ર-જીવન જીવવામાં, ન જોઈએ કોઈની રાક ને ન જોઈએ કોઈની ટોક. આ વિચાર જ એ સર્વાગી પતનને નેતરતો ભયંકર વિચાર છે. સાધુ જીવન જ એવું છે કે તે નિયંત્રિત જ હાય, અંકુશિત જ હોય તો જ સાધુતા ટકે અને પાંગરે. પણ વ્યક્તિના પાપના ઉદયે તેની દયનીય સ્થિતિ બને ત્યારે કાં ગુર તેને સંઘાડા બહાર મૂકે, ક્યાં તે સ્વયં સંધાડાથી જુદા પડી એકલવિહારીની માણેલી મજા માણતે થઈ જાય. તાત્પર્ય એ કે સર્વકલ્યાણુકર ગુરુકુળવાસને તિલાંજલિ આપે છે. સઢ વિનાના વહાણની જેમ બની રહે છે. આવી પરિસ્થિતિથી આત્માઓ બચે એ માટે