________________
ઈએ. સને થાય સાધુએ
કરી છે. ભારત અને
[૧૪] બતાવતે રહેવા થાય ત્યારે પરિણત એવા પૂ. આચાર્યો-સાધુઓ અને શ્રાવકે ચેંકી ઊઠે અને ત્યારે સહુને થાય કે હવે “રૂક જાવ 'ને આદેશ આપવો જ જોઈએ. ત્રસ્ત બનેલા શાણા, સમજુ, વિચારશીલ, ગંભીર અને શાસનના રખેવાળો પરસ્પર ચર્ચા-વિચારણું કરી જૈનસંઘના સંમેલનને બોલાવે પણ એની નેતાગિરિ મુખ્યત્વે જૈન શ્રમણુસંઘના આચાર્યો છે, કેમકે એકલા શ્રાવકસંઘથી આ કાર્ય શક્ય જ નથી હોતું. અને પછી એક સ્થળે અગ્રણું પીઢ, ગંભીર પરમશ્રદ્ધાળુ બુદ્ધિમાન, ગંભીર સુશ્રાવકે સંચાલક રહે અને અને ભગવાન મહાવીરના આચારથી ડાઘણું વિચલિત થએલા શ્રી શ્રમણસંધને (શ્રમણ સંઘને પણ) પુનઃ આચારબદ્ધ કરી સુવ્યવસ્થિત કરવા શ્રમણુસંધના સમર્થ અગ્રણીઓ સહુ શ્રમણેને પ્રેમ, સમજાવટથી, બેફામ તેફાની કે બળવાર બનેલા તોને જરૂર પડયે કડક થઈને પણ અંકુશમાં લે અને શિથિલાચારને સદંતર (નહિ કે અમુક જ) ખતમ કરવા, સાધુધર્મને સુશોભિત અને સુવાસિત બનાવવા પરસ્પર ચર્ચા-વિચારણને વિનિમય કરીને નવાં નીતિનિયમ ઘડે અને તે નિયમોનું પાલન કરાવવા, દેખરેખ રાખવા, સાધુ અને શ્રાવકેની એક મજબૂત કમિટિ શિક્ષા – કે દંડ નીતિને અમલ કરી શકે તે રીતે નીમે અને તે સાધુઓમાં શિથિલાચારોને પોતાની દેશપાત્ર, ટીકાપાત્ર અને વધુ પડતી અનિરછનીય પ્રવૃત્તિઓને કાયાકલ્પ કરાવે એટલે કે મૂલ માર્ગ ઉપર લાવી દે. આવી જડબેસલાક વ્યવસ્થા થતી અને એમ છતાં કોરડુ મગ જેવા સાધુઓ, બળવાખોરો, બેફામ રૂઆબ કરનારા, સંઘમાં ખટપટ, કાવાદાવા, લડાવી મારવાને ધંધે કરનારા સાધુઓ ન સુધરે તો દંડ તરીકે સંઘબહાર કરી દેતા અને પછી જૈનસંઘને તેની જાણ કરી દેવામાં આવતી એટલે ગામ કે નગરને સંઘ, સંઘના ફરમાનથી એ સાધુઓને કશો આદર ન કરે–અરે! ઉપાશ્રયમાં ઉતરવા ન દે, યાવત જરૂર પડે ગોચરી પણ ન વહેરાવે. આજની સ્થિતિ એવી છે કે