________________
[૧૩]
માન કષાયના પ્રસંગમાં ઇતિહાસ કહે છે કે તીર્થકર ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધ જેવી વ્યક્તિઓને અન્તિમવાદીઓએ મારી નાખવા સુધીના કેવા દુષ્ટ, નિંદ્ય અને પાશવી કૃત્ય આચર્યા હતાં. એ પછી તેમની પરંપરામાં માનવસ્વભાવ તે સદાકાળ (પ્રાયઃ) એ જ રહેવાને. અહં, મહત્ત્વાકાંક્ષા અને સત્તાની, પૂજાવાની લાલસાને બેગ બનેલા આત્માઓ શું ને શું ન કરે? બધું જ કરે ! લગભગ દરેક કાળમાં આવી સ્થિતિ સર્જાતી હોય છે. પણ કાળ જેમ જેમ ઊતરતે આવતો જાય ત્યારે કષાયભાવોનું પ્રમાણ અને ઉગ્રતા બંને વધતાં જતાં હોય છે.
આજે બરાબર કલિજુગનાં દર્શન થઈ રહ્યાં છે. છેલ્લાં ૧૫ વર્ષમાં માનષાયનું વિષ સર્વત્ર ઊછળ્યું છે. અને હવા બધે જ પહોંચી ગઈ છે. હવે એક ઘર, એક સમાજ, એક ગામ, એક શહેર કે એક એક રાષ્ટ્ર એવી વાત નથી રહી. લગભગ સમગ્ર વિશ્વમાં સ્વછંદતા અને વડીલની આમન્યા ન માનવી અને ઈચ્છા મુજબ વર્તવું એવી અકલ્પનીય, અતિ શોચનીય પરિસ્થિતિ ખડી થઈ છે, તેણે બધાય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. (અહીં કંઈ લેખ નથી લખવાને જેથી સમગ્ર ચિત્ર રજૂ કરી શકાય) અને એને ભેગ ન્યૂનાધિકપણે મોટે ભાગ બનતો રહ્યો છે.
એ ઉપરાંત કાળના પ્રભાવે કહે કે માનવસ્વભાવની વધુ પડતી નબળાઈઓના કારણે કહે પણ જ્ઞાન, ધ્યાન, તપ અને સંયમપાલનમાં સાધુઓમાં નબળાઈએ, ક્યાંક શિથિલતા, ક્યાંક અનાચારો જેવી ભ્રષ્ટાચારની પણ દુઃખદ અને અતિ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થયેલી અને થઈ રહેલી જોવા મળે છે. આજ સ્થિતિએ વધુ દૂર ન જઈએ તે હજાર વર્ષ દરમિયાન પણ જૈનસંઘમાં દેખા દીધી છે.
જ્યારે જ્યારે શિથિલાચાર માઝા મૂકીને પિતાની લીલાઓ