________________
૧૮
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારદ્વાર ગા. ૨૨
લાગે. (આ વિષય શ્રાવકધર્મવિધિ પ્રકરણની ગા. ૩૫ થી ૪૪ સુધીમાં વિશેષ સ્પષ્ટતયા જણાવ્યો છે.)
જો કે મિથ્યાત્વ અધ્યવસાયરૂપ છે, તેથી કુદેવાદિમાં સુવાદિની બુદ્ધિ ન હોય, તે પણ (લૌકિક દષ્ટિયે પણ) યક્ષ-યક્ષિણી વગેરે કુદેવાદિની બાધા, માન્યતા, યાત્રા વગેરે ઉપાસના કરે તે બીજા મુગ્ધ જૈન વગેરે તેને જોઈને તેમાં ધર્મ માનીને તે પ્રવૃત્તિ કરે અને મિથ્યાત્વીઓ પણ “પિતાના દેવાદિને જૈનો પણ માને છે” એમ સમજી તેમના મિથ્યા માર્ગમાં અધિક સ્થિર-દઢ થાય, તેથી આ લેકમાં મિથ્યાત્વની વૃદ્ધિ-પુષ્ટિ થાય અને તે કારણે પરલોકમાં બધિદુર્લભ થાય. (ત્રિદંડીપણામાં ધર્મ નહિ માનવા છતાં મરિચીએ તેનું સેવન કર્યું, તે સંસ્કારથી પંદર સુધી જેન ધર્મથી રહિત ત્રિદંડી જીવન મલ્યું) કહ્યું છે કે- જે મૂઢ અન્ય જીવોને મિથ્યાત્વમાં નિમિત્ત બને છે, તે કારણે તે બેધિને પામતું નથી. પ્રશ્ન- તે તે કાળે રાવણ, કૃષ્ણજી, જેવાએ પણ મિથ્યાત્વનું સેવન કર્યું હતું, તે વર્તમાનમાં તે પ્રવૃત્તિને નિષેધ કેમ? ઉત્તર- રાવણ, કૃષ્ણજી, વગેરેના કાળે જૈનધર્મનો મહિમા અન્ય ધર્મો કરતાં અતિશાયી હતો, તેથી તેમનું અનુકરણ થાય તેમ ન હતું, વર્તમાનમાં તે સ્વભાવે જ છ ભારેકમી હોવાથી અને કાળની વિષમતા તથા બુદ્ધિની મંદતા હોવાથી મિથ્યાત્વની પ્રવૃત્તિ રોકવી દુષ્કર છે, તેમાં વળી બીજાનું આલંબન મળે, તે સવિશેષ વધે, માટે પૂર્વના છાનું નબળું આલંબન લઈને મિથ્યાપ્રવૃત્તિ વધારવી કઈ રીતે ગ્ય નથી. ઉત્તમ પુરુષ સદાય ઉત્તમ આલંબન શોધે છે. આલંબન ચઢવા માટે લેવાય, પડવા માટે નહિ, લૌકિક વ્યવહાર પણ એ રીતે ચાલે છે, તે લેકોત્તર માટે ઉલટે માગ કેમ લેવાય ?
એ રીતે (પ્રવૃત્તિરૂ૫) મિથ્યાત્વના ચાર પ્રકારે જણાવ્યા. હવે પરિણામરૂપ મિથ્યાત્વના પાંચ પ્રકારે નીચે પ્રમાણે છે.
૧આભિગ્રહિક મિથ્યાત્વ- સ્વશાસ્ત્રના પણ આગ્રહથી જેનામાં વિવેક નષ્ટ થયે છે, માત્ર પરધર્મને પ્રતિકાર કરવામાં ચતુર એવા અવિવેકી પાખંડીઓ જે પિતાના પક્ષમાં દુરાગ્રહી હોય તેઓને આ મિથ્યાત્વ હોય, જેઓ મધ્યસ્થભાવે ધર્મ-અધર્મને પરીક્ષા પૂર્વક વિવેક કરીને સત્ય તત્વને સ્વીકાર અને પર (મિથ્યા) ધર્મનો પ્રતિકાર કરે તે જેને આ મિથ્યાત્વ નથી. કારણ કે તેઓને પોતાના ધર્મનું મમત્વ (પક્ષ) નહિ, પણ તત્વને પક્ષ અને અતત્ત્વની ઉપેક્ષા હોય. હા, જન્મ જૈન છતાં જેઓને તત્ત્વાતત્ત્વને વિવેક પ્રગટ્યો નથી, માત્ર નામ જૈન હોવાથી પિતાના સ્વચ્છદી આચરણથી શાસ્ત્રોને પણ કલંકિત બનાવે, આગમ વિરુદ્ધ વર્તે, તેઓ જૈનાગમન – સત્યના પક્ષપાતી હોય તે પણ તત્ત્વાતત્ત્વથી અજ્ઞ, માત્ર દુરાગ્રહી હોવાથી આભિગ્રહિક મિથ્યાત્વી ગણાય. સમકિતી જીવ તત્ત્વની પરીક્ષા વિના મિથ્યા પક્ષ ન કરે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા પિતાને અંગે કહે છે કે- “મને વીરપ્રભુમાં પક્ષપાત નથી, કે કપિલ ઋષિ વગેરે પ્રતિ હેષ નથી, માત્ર જેનું વચન યુક્તિસંગત