________________
પ્ર. ૧. પ્રવૃત્તિરૂપ મિથ્યાત્વના ચાર પ્રકારે
૫૭
એ પ્રમાણે સમ્યકત્વનું વર્ણન કર્યું. હવે ચાલુ મૂળ ૨૨ મી ગામામાં કહેલું નૈસર્ગિક અને આધિગમિક, બન્ને પ્રકારનું સમકિત જે મિથ્યાત્વના પરિહારથી પ્રગટે છે, તે મિથ્યાત્વનું વર્ણન કરે છે કે- મિથ્યાત્વના (પ્રવૃત્તિરૂ૫) લૌકિક અને લત્તર, અને તે બન્નેના પણ દેવગત અને ગુગત, એમ બે બે પ્રકારે હોવાથી ચાર પ્રકારે થાય છે, તેમાં –
૧. લૌકિકદેવગતમિથ્યાત્વ- વિષ્ણુ મહાદેવ, બ્રહ્મા, વગેરે લૌકિક દેવોને સદે માનીને પૂજવા, માનવા, નમવું, તેમના મંદિરમાં જવું તથા તે તે દેશમાં ભિન્ન ભિન્ન ધર્મવાળાઓના તે તે દેવ અને તેમની પૂજા, ભક્તિ, વિગેરેના જે વિવિધ પ્રકાર હોય, તે પૈકી કઈ પણ પ્રવૃત્તિ કરવી તે સર્વ લૌકિકદેવગત મિથ્યાત્મના પ્રકારે ગણવા.
૨. લૌકિક ગુરુ ગત મિથ્યાત્વ- બ્રાહ્મણ, સંન્યાસી, તાપસ, વગેરે અન્ય ધર્મના ગુરુઓને સુગુરુ માનીને નમવું, સત્કાર-સન્માન કરવાં, ધર્મકથા સાંભળવી, તેમની કથાનું બહુમાન કરવું, વગેરે તેના વિવિધ પ્રકારે જાણવા.
૩. લેકર દેવગત મિથ્યાત્વ- અન્યધમીઓએ કબજે કરી પિતાના દેવરૂપે માનેલી જિનપ્રતિમાની પણ પૂજાદિ કરવાથી, તથા આ ભવના સુખાર્થે જેન તીર્થાતિની યાત્રા-પૂજાતિની માન્યતા વગેરે કરવાથી, એમ વિવિધ રીતે આ મિથ્યાત્વ લાગે.
૪. લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ- પાસત્યાદિ કુસાધુઓને સદ્દગુરુપે માની તેઓને વન્દનાદિ કરવાથી અને સુગરુના પણ સ્તૂપમૂતિ વગેરેની બાહ્ય સુખ માટે યાત્રા, ખાધા, માન્યતાદિ કરવાથી, એમ આ મિથ્યાત્વ પણ વિવિધ રીતે થાય.
આ ચારે મિથ્યાત્વને ત્રિવિધ-ત્રિવિધ તજવાથી નિષ્કલાંક સમકિત ગુણ પ્રગટે.
પ્રશ્ન- ગુહસ્થને મિથ્યાત્વીનો સંગ તે હોય જ, અને સંસર્ગ થી સંવાસ અનુમોદના કહી, તે ત્રિવિધ ત્રિવિધ ત્યાગ શી રીતે ઘટે? ઉત્તર- આરંભ કરનારની સાથે રહેવાથી બલાત્કાર પણ આરંભ ક્રિયાને પ્રસંગ આવે અને તેથી મિથ્યાક્રિયાની સંવાસ અનુમોદના થાય, તથાપિ મિથ્યાત્વ એ અવ્યવસાયરૂપ હોવાથી સાથે રહેવા છતાં અધ્યવસાય મિથ્યાત્વના ન થાય તો તેને મિથ્યાત્વ ન લાગે, જે એમ ન માનીએ તે સાધુને પણ ગૃહસ્થની નિશ્રા સંભવિત હેવાથી તેઓ પણ મિથ્યાત્વીની સંવાસ અનુમોદનાથી ન બચી શકે. એમ છતાં ગુહસ્થને મિથ્યાત્વીને પરિચય વગેરે તજવાનું કહ્યું જ છે. કારણ કે શાસ્ત્રમાં અનુમોદના ત્રણ પ્રકાર કહી છે. અધિકાર છતાં પાપપ્રવૃત્તિ કરનારને નિષેધ ન કરે તે “અનિષિદ્ધ અનુમતમ' એ ન્યાયે પહેલી અનિષેધ અનુમોદના લાગે. નિષેધ કરવા છતાં બીજા પાપપ્રવૃતિથી વસ્તુ તૈયાર કરે કે ધન વગેરે કમાય, તે વસ્તુ વાપરવાથી કે ધનને ભાગ લેવા વગેરેથી બીજી ઉપભેગ અનુમોદના લાગે, અને એવી પાપજન્ય કોઈ વસ્તુને ઉપગ વગેરે કંઈ ન કરે છતાં તે પાપીની સાથે માત્ર વસવાથી ત્રીજી સંવાસ અનુમોદના