________________
ધર્મસંપ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૨૨ ૬. અભિગમરૂચિ- અગે, ઉપાંગો, પન્ના, વગેરે સકળ આગમને અભિગમ એટલે અર્થજ્ઞાન, તેનાથી જે તત્ત્વરુચિ પ્રગટે તે અભિગમરુચિ સમકિત. પ્રશ્ન- સૂત્રરુચિ અને અભિગમરુચિ બન્ને આગમના જ્ઞાનથી થાય તે બેમાં કઈ ભેદ નહિ રહે. વળી સૂત્રરુચિ કેવળ મૂળ સૂત્રોથી અને અભિગમરુચિ તેના અર્થજ્ઞાનથી પ્રગટે, એમ ભેદ માનીયે તે પણ સૂત્ર મુંબું છે, તેનાથી જ્ઞાન થાય નહિ તે રુચિ કેમ પ્રગટે ? (ઉપદેશમાલા ગા. ૪૧૫ માં) કહ્યું છે કે સૂત્રના મર્મને જાણ્યા વિના કેવળ મૂળ સૂત્રને અનુસરે છે તે અજ્ઞાન કષ્ટ જ ગણાય. માટે સૂત્રરુચિમાં પણ અર્થશાન માનીયે અને અભિગમરુચિમાં પણ અર્થજ્ઞાનને હેતુ માનીએ તે બેમાં ભેદ નહિ રહે? ઉત્તર- સૂત્રમાં અર્થ અને અર્થ સાથે સૂત્રને અંતર્ભાવ હેવા છતાં સૂત્રના અધ્યયનથી અને અર્થના અધ્યયનથી થતા જ્ઞાનમાં ભેદ રહે, માટે તેની રુચિમાં પણ ભેદ ઘટે. આ કારણે જ (ઉપદેશપદ ગા. ૮૫૬ માં) સૂત્ર કરતાં અર્થમાં વિશેષ ઉદ્યમ કરવા જણાવ્યું છે, કેવળ સૂત્રને મુંશું કહ્યું છે. અથવા બીજી રીતે (ક્ષયે પશમની વિચિત્રતાને કારણે) કેઈને મૂળ આગમસૂત્રની રુચિ હોય તેને સૂત્રરુચિ અને કઈને નિયુક્તિ, ભાષ્ય, ટીકા, ચૂર્ણ, વિગેરે અર્થગ્રંથની રુચિ હેય તેને અભિગમરુચિ એમ ભેદ સમજ.
૭. વિસ્તારરૂચિ— સર્વપ્રમાણે, ને, નિક્ષેપ, વગેરે વિવિધ અપેક્ષાઓ પૂર્વકના સર્વ દ્રવ્ય અને ભાવના જ્ઞાનથી પ્રગટેલી અતિવિશુદ્ધ શ્રદ્ધા તે વિસ્તારરુચિ સમક્તિ.
૮ક્રિયારૂચિ- પંચાચારનું પાલન, વિનય, વૈયાવચ્ચ, વિગેરે અનુષ્ઠાનમાં રુચિ તે કિયારુચિ. આજ્ઞારુચિમાં આજ્ઞા પ્રત્યે માન હોવાથી આજ્ઞાથી અનુષ્ઠાન કરે, અને અહીં કિયાની રુચિ પ્રગટવાથી આજ્ઞા વિના પણ અનુષ્ઠાન કરે, એમ ભેદ સમજ. આ હેતુ જ જેઓને ક્રિયા સર્વથા આત્મસાત્ બની ગઈ હય, અને આજ્ઞા કે શાસ્ત્રની અપેક્ષા પણ ન રહી હોય તેવા પરિણત ચારિત્રક્રિયાવાળા મુનિઓની કાયાને “ચારિત્રકાય એવું વિશેષણ આપ્યું છે. તેઓને ક્રિયારુચિ સમકિત જાણવું.
૯. સંક્ષેપરૂચિ- સ્વ-પર દર્શનને બંધ ન હોય છતાં ચિલાતિપુત્રને ઉપશમ, વિવેક, સંવરએ ત્રણે પદના શ્રવણથી મોક્ષરુચિ પ્રગટી, તેમ માત્ર એઘથી મોક્ષરુચિ પ્રગટે તે સંક્ષેપરુચિ સમકિત.
૧૦, ધમરૂચિ- માત્ર “ધર્મ” શબ્દ સાંભળવાથી તેના પ્રત્યે પ્રીતિ થાય અને તેથી મુક્તિના કારણભૂત દાનાદિ ધર્મ અનુષ્ઠાનમાં રુચિ પ્રગટે તે ધર્મરુચિ સમક્તિ.
આ દશ પ્રકારે અહીં ભિન્ન ભિન્ન કહ્યાં છતાં કઈ એકની વ્યાખ્યા બીજામાં ઘટે તે પણ દેષ નથી. તેમ રુચિ પણ આ દશ પ્રકારની જ હોય, એમ નથી. રુચિ તે જીવના ક્ષપશમ પ્રમાણે વિવિધ પ્રકારની હોય, તે સર્વનું વર્ણન થઈ શકે નહિ. માટે મેક્ષના અસંખ્ય ગે કહ્યા છે તે પૈકી કઈ પણ ગની રુચિને પણ સમકિત સમજવું. (આ વિષયમાં વિશેષ વર્ણન ધર્મ સંગ્રહના વિસ્તૃત ભાષાંતરમાં જેવું.)