________________
પ્ર. ૧, સમ્યકત્વના પાંચ પ્રકાર અને દશ પ્રકારો
૫૫
સંભવ હોવાથી બીજાના સમકિતમાં કારણ બનતી ક્રિયા પણ ઉપચારથી સમકિત કહેવાય. અથવા બીજી વ્યાખ્યાથી આવી શુદ્ધ, ક્રિયાયુક્ત સમકિતને કારક કહેવાય. આ સમકિત વિશુદ્ધ ચારિત્રવાળાને જ હોય. ૨. રેચક– અવિરતિવાળા શ્રેણિક, કૃષ્ણ, વગેરેની જેમ સમ્યક્ કિયાની રુચિ-પ્રીતિ છતાં કિયા રહિત હોય તે રેચક અને ૩. દીપક – જેમ દીપક પરને પ્રકાશિત કરે તેમ જેના ઉપદેશથી શ્રોતાને તત્ત્વરુચિ પ્રગટે પણ અંગારમર્દાચાર્ય વગેરેની જેમ ઉપદેશકને પિતાને શ્રદ્ધા ન થાય તેવો અભવ્યને કે મિથ્યાત્વીને અન્યને સમકિત પ્રગટાવનારે શુદ્ધ ઉપદેશ (કે આચાર) તે દીપક સમકિત જાણવું. બીજી રીતે પણ પૂર્વે પાંચ સમકિત કહ્યાં, તે પૈકી વેદકને લાપશમિકમાં ગણવાથી અને સાસ્વાદનની વિરક્ષા નહિ કરવાથી શેષ ૧. ઔપશમિક, ૨. ક્ષાયિક અને ૩. લાપશમિક, એમ પણ ત્રણ પ્રકારે જાણવા. એ જ ત્રણ પ્રકારે માં સાસ્વાદનને ગણતાં ચાર અને વેદકને જુદું ગણવાથી પાંચ પ્રકારે પણ કહ્યાં છે. ઉપરાંત ઉત્તરા ધ્યયનમાં નીચે પ્રમાણે રૂચિના ભેદે તેના દશ પ્રકારે પણ કહ્યાં છે. તેમાં
૧. નિસગરચિ- પરોપદેશ વિના જ મિથ્યાત્વને પશમ થતાં સત્યને જ સત્ય માનનારા શુદ્ધ નયના મતે જીવાજીવાદિ તમાં યથાર્થપણાની શ્રદ્ધા, તે નિસર્ગચિ.
૨. ઉપદેશરુચિ– પરોપદેશથી શ્રોતાને જીવાદિ તમાં યથાર્થપણાની, જિનવચન સાંભળવાની, કે તેથી પ્રગટતા બેધની રુચિ પ્રગટે તે ઉપદેશરુચિ. કેવળજ્ઞાન વિના કેઈથી સત્ય ઉપદેશ થઈ શકે નહિ, માટે આ રુચિનું મૂળ કેવળજ્ઞાન છે, ઉપદેશક ભલે છદ્મસ્થ હોય તથાપિ તે કેવળજ્ઞાનીનું કહેલું કહે તે જ શ્રોતામાં આ ગુણ પ્રગટે, મિથ્યાદષ્ટિ કે અજ્ઞાનીના ઉપદેશથી ન પ્રગટે, એમ જ્ઞાનને ઉપદેશ સાંભળવાની અને જ્ઞાન મેળવવાની રૂચિ તે તત્ત્વથી અજ્ઞાન, સંશય, વગેરેને ટાળવાની ઈચ્છારૂપ આત્મપરિણામ વિશેષ હોવાથી તે જ ઉપદેશરુચિ સમક્તિ.
૩. આજ્ઞારુચિ- કેવલી ભગવંત કે તેમના ઉપદેશને અનુસરનારા છદ્મસ્થ ગુરુની આજ્ઞા માત્રથી માસતુષ મુનિ વગેરેની જેમ અનુષ્ઠાનની રુચિ-તે આજ્ઞારુચિ સમકિત. પંચાશકમાં કહ્યું છે કે- ગુરુપરતંત્રતા એ જ જ્ઞાન અને શ્રદ્ધા છે. તત્ત્વથી જ્ઞાનનું ફળ ગુરુને સમર્પિત થયું તે છે અને શ્રદ્ધા પણ તે જ્ઞાનની સહચરી હોય છે. આ આજ્ઞાપાલક અતિ જડ હોય તે પણ સમર્પિત હોવાથી તેનામાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર ત્રણે ગુણે મનાય છે. કારણ કે સમર્પિત હોવાથી ગુરુના જ્ઞાનાદિ ગુણનું ફળ તેને મળે છે. માસતુષ મુનિની જેમ ગુરુઆજ્ઞા પાળવાથી કેવળજ્ઞાની પણ બને છે. આ આજ્ઞા પાલનની રુચિ તે આજ્ઞારુચિ સમકિત.
૪. સૂત્રરૂચિ- સૂત્રોને પુનઃ પુનઃ અભ્યાસ કરતાં પ્રગટેલા જ્ઞાન દ્વારા ગોવિંદાચાર્યની જેમ જીવાજીવાદિ તમાં દઢ શ્રદ્ધા પ્રગટે તે સૂત્રરુચિ સમકિત.
૫. બીજરૂચિ – જળમાં પડેલા તેલબિંદુની જેમ એકપદની કે એકતત્ત્વની શ્રદ્ધાથી તેના અનુસંધાનરૂપે જીવમાં અનેક પદોમાં કે તમાં રુચિ વધતી જાય તે બીજરૂચિ સમકિત.