________________
પ્ર.૧ પરિણામરૂપ મિથ્યાત્વનાં પાંચ પ્રકાર
હોય, તેને સ્વીકાર કરે એગ્ય છે” અર્થાત્ સમજ વિનાને કરે પક્ષપાત સમકિત નથી, માષતુષ મુનિની જેમ કઈ જીવ તથાવિધ જ્ઞાનના અભાવે વિવેક ન કરી શકે, તે પણ જ્ઞાની ગુરુના વચનને માનનારે અને તેથી તત્ત્વને સ્વીકારનાર, અનાગ્રહી હોવાથી તે મિથ્યાત્વી નથી. આ મિથ્યાત્વના ૧. આત્મા નથી જ, ૨. આત્મા ક્ષણિક જ છે, ૩. કર્તા નથી જ, ૪. ભોક્તા નથી જ, ૫. મોક્ષ નથી જ, અને ૬. મેક્ષ પ્રાપ્તિને કેઈ ઉપાય પણ નથી જ. એ છ મિથ્યા માન્યતારૂપ છ પ્રકારો છે.
૨.- અનભિગ્રહિક “સઘળા દેવ દેવ છે, કોઈને બેટા કહેવા કે નિંદા કરવી નહિ, સઘળા સાધુઓ પણ સાધુ છે અને સર્વ ધર્મો સાચા છે” ઈત્યાદિ માનનારમાં સ્વદર્શનનો આગ્રહ કે પરને તેષ નથી, તે પણ તત્વ-અતત્ત્વ બન્નેને સમાન માનવારૂપ અનભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યા ત્વના વિષયભેદે અનેક ભેદ સંભવે.
૩.– આભિનિવેશિક – સત્યાસત્ય – તવાતત્ત્વનો ભેદ સમજવા છતાં, દુરાગ્રહથી અસત્યને પક્ષ કરનાર ગે માહિલ વગેરેને આ મિથ્યાત્વ સમજવું. જો કે સમકિતી પણ અજ્ઞાનથી કે ગુરુ પ્રત્યે વિશ્વાસથી કઈ વિષયમાં અસત્યને સત્ય સમજીને તેને આગ્રહ કરે છતાં અસત્યને છોડવાની વૃત્તિ હોવાથી તેને દુરાગ્રહી ન કહેવાય. આ મિથ્યાત્વવાળાને તે સમજવા છતાં પક્ષ અસત્યનો હોવાથી શુદ્ધ ઉપદેશથી પણ તે ન ટળે. એ તે દુરાગ્રહી હોય, માટે આભિનિવેશિક કહેવાય. જે કે શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણ અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, બન્ને મહાજ્ઞાની અને આગમરહના જ્ઞાતા હતા, છતાં એક વિષયમાં તેઓને મતભેદ પડતાં પિતાના મતને જ સાચો અને સામાના મતને શાસ્ત્રબાધિત માનતા હતાં, પણ બન્ને પિતાની માન્યતાને સત્ય સમજીને બીજાને પ્રતિકાર કરનારા સત્યના આગ્રહી હતા, દુરાગ્રહી ન હતા. માટે તેમને મિથ્યાત્વ ન ઘટે. આ મિથ્યાત્વાળો તે પિતાના મતને ખેટ જાણવા છતાં તેને સત્ય મનાવે, માટે તેને આભિનિવેશિક મિથ્યાત્વ કહ્યું છે. આ મિથ્યાત્વમાં બુદ્ધિને ભેદ, અભિનિવેશ વગેરે અનેક કારણો હોવાથી તેના પણ અનેક પ્રકારે સંભવે. વ્યવહારભાષ્યમાં કહ્યું પણ છે કે મહિબ્રમથી જમાલી, પૂર્વે ભ્રમિત થવાથી ગોવિંદાચાર્ય, બૌદ્ધસાધુઓના સંસર્ગથી સૌરાષ્ટ્રને શ્રાવક અને કદાગ્રહથી ગષ્ટામાહિલ એ આભિનિવેશિક મિથ્યાત્વી થયા. એમ અનેક પ્રકારે થાય.
૪ - સશયિક- દેવ, ગુરુ, કે ધર્મતના વિષયમાં “આ આમ હશે કે અન્યથા” એવો સંશય ઉપજે, તે સાંશયિક મિથ્યાત્વ સમજવું. જો કે સૂક્ષ્મતત્વોને સમજવામાં સાધુઓને પણ સંશય થાય, તથાપિ તેઓને “શ્રી જિનેશ્વરદેવે એ કહેવું હોવાથી તે જ સાચું છે, શંકા વિનાનું છે” એવી દઢ પ્રતીતિ હોવાથી તેઓને સંશય ટળી જાય. ન ટળે તે પણ તે પિતાની મતિમંદતાને દેષ માને, જિનવચનમાં દેષ ન માને, માટે તેઓને મિથ્યાત્વ ન ગણાય. વસ્તુતઃ તો જે જિનવચનમાં શંકા કરે તેને શ્રી જિનેશ્વર પ્રત્યે અવિશ્વાસ ગણાય, તેથી તેને મિથ્યાત્વ