SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સારોદ્ધાર ગા. ૨૦ ઔષધથી રગ ટળે અને પ્રચંડ પવનથી વાદળ વિખરાય, તેમ શાસ્ત્રોક્ત અનિત્યતા, અશરણતા, વગેરે બાર ભાવના દ્વારા તત્વચિંતન કરતાં નવાં નવાં અશુભ કર્મોને બંધાવનાર રાગ-દ્વેષમોહરૂપ ભાવમળ નાશ પામે તે વરબોધિનું પાંચમું ફળ જાણવું. ૬. રાગાદિના ક્ષયથી કાલેક પ્રકાશક કેવળજ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત થાય અને આયુષ્ય પૂર્ણ થતાં સર્વ કર્મના બંધનમાંથી મુક્તિરૂપ મોક્ષ થાય. અને મોક્ષ એટલે દ્રવ્ય-ભાવરૂપ સર્વ કર્મોનાં બંધનથી છૂટકારો થતાં આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત છદ્મસ્થ છે સમજી પણ ન શકે તેવા અસાધારણ શાશ્વત અખંડ આત્માનંદને અનુભવ તે વરબોધિનું છ ફળ જાણવું. એમ સાંભળવાની ઈચ્છાવાળા યોગ્ય જીવમાં સંવેગ પ્રગટે તે રીતે આ કૃતધર્મ જેને પરિણમ્યું હોય તેવા ઉત્તમ મુનિએ શ્રોતા પ્રત્યે કેવળ અનુગ્રહ બુદ્ધિથી ધર્મોપદેશ કરે. (આ વિધિ ધર્મ બિન્દુ ગ્રન્થમાં બીજા અધ્યાયમાં શ્રી હરિભદ્રસૂરિજીએ વિસ્તારથી કહ્યો છે.) એ રીતે ઉપદેશ કરવા છતાં તથાવિધ ભારેકમપણું વગેરે દોથી શ્રોતાને લાભ ન થાય તે પણ અનુગ્રહબુદ્ધિવાળા ઉપદેશકને તે લાભ થાય જ, જગતમાં ઉપકાર અનેક રીતે થાય છે, પણ મૂળમાંથી દુઃખને નાશ કરનાર ધર્મને ઉપદેશથી વરાધિલાભ વગેરે જે ઉપકાર થાય છે, તે ક્યાંય કદાપિ અન્ય રીતે થાય નહિ, માટે અધિકારી એવા યોગ્ય ઉપદેશકે યોગ્ય છવને ધર્મોપદેશ કરે તે મહામુનિનું અવશ્ય કર્તવ્ય છે. - એમ ધર્મદેશના વિધિ કહ્યો. હવે સદ્ધર્મની પ્રાપ્તિ કેવી યોગ્યતાવાળા જીવને થાય તે કહે છે – મૂ૫-“afષત્તર, ફતતા રોડનઃ | સ્વરૂાવા ના છઃ, સંઘડા થતે પારના” અર્થાત વિધિપૂર્વક ધર્મશ્રવણ કરતાં મિથ્યાત્વરૂપી મેલ દૂર થતાં હસ્તામલકત છવાછવાદિ તત્ત્વનું યથાર્થ જ્ઞાન થવાથી સંવેગને પામેલે ધર્મની ઇચ્છાવાળો જીવ નિપુણસૂમ બુદ્ધિથી પિતાનું સામર્થ્ય વગેરે વિચારીને તદનુસાર ધર્મની આરાધનામાં ઉદ્યમ કરે છે. - સૂક્ષમ બુદ્ધિથી પિતાનું સામર્થ્ય, સાગ, સામગ્રી, વગેરેને વિચાર્યા વિના ન્યૂન કે અધિક પણ ધર્મ કરવાથી આખરે છોડવાને કે અનર્થ થવાનો સંભવ રહે, શક્તિસામર્થ્યને અનુરૂપ પ્રવૃત્તિથી ક્રમશઃ રુચિ, શક્તિ, સોગ વગેરેનું બળ વધતું રહે અને ઉત્તરોત્તર વિશેષ ધર્મ થઈ શકે. એમ વિશેષધર્મની પ્રાપ્તિ માટે જીવની ગ્યતા કેવી જોઈએ તે સામાન્યરૂપે જણાવ્યું. ધર્મરત્નપ્રકરણ, શ્રાવિધિ, વગેરે ગ્રન્થોમાં એકવીશ ગુણવાળા જીવને વિશેષ ધર્મ માટે ગ્ય કહ્યો છે. તે ગુણે આ પ્રમાણે છે. ૩૨. તત્વથી તે “સાહસાત્ સિદ્ધિઃ' એ નિયમ પ્રમાણે ધર્મ માટે હિતકર સાહસિકતા જોઈએ.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy