SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના દેવાના વિધિ–ક્રમ સ્થિતિ ઘટીને એક કોડાકોડી સાગરોપમમાં પણ પલ્યાપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન શેષ રહે, ત્યારે અતિચીકણા તીવ્રતર રાગ-દ્વેષના ઉદય થાય છે, તેને ગ્રન્થી કડી છે. તે ગ્રન્થીના પ્રભાવે જીવ સ્થિતિ ઘટાડવાને બદલે પુનઃ રાગાદિને વશ થઈ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં કર્મો બાંધે છે. આ રીતે યથાપ્રવૃત્તિ કરણથી અન તીવાર સ્થિતિ ઘટાડીને પુનઃ પુનઃ બાંધે છે. વ્યવહાર નચથી જીવને એવાં અનત યથાપ્રવૃત્તિ કરા સંભવે, તે સવે અચરમ કરણા કહેવાય. પણ જ્યારે ભવ્યત્વના પરિપાકરૂપ ઉપર કહ્યું તેમ તે તથાભવ્યત્વ અને ત્યારે જે ચથાપ્રવૃત્તિ કરણ દ્વારા ઘટેલી સ્થિતિ પુનઃ વધે નહિ, તેને ચરમ (છેલ્લુ') કરણ કહ્યું છે. આ કરણને ચગે સ્થિતિ ઘટતાં જ્યારે ઉપર જણાવી તે રાગ-દ્વેષની ગ્રન્થીના ઉદ્દય થાય ત્યારે કાઈ જીવ તેને વશ ન થતાં અપૂર્વ વીર્યાંલ્લાસરૂપ (વાની તીવ્ર સોય જેવા અધ્યવસાયરૂપ) અપૂર્વ કરણના મળે તે ગ્રન્થીને શેઢી નાખે, તે ગ્રન્થીભેદ્ય કહેવાય. પછી (વિશુદ્ધતર અધ્યવસાયરૂપ) અતર્મુહૂત કાળ પ્રમાણ અનિવૃત્તિકરણ દ્વારા સત્તામાં પડેલા મિથ્યાત્વની શુદ્ધિ અધશુદ્ધિ અશુદ્ધિરૂપ ત્રણ પુંજ (વિભાગ) કરીને તે પૈકી શુદ્ધપુંજ જેનું નામ સમકિતમાહનીય છે તેને વેદે, ત્યારે જીવ પ્રથમ સમયે જ ક્ષાપમિક સમકિતરૂપ વાધિને પામે. આ વધિના પ્રભાવે જીવમાં શુદ્ધતવાની શ્રદ્ધા પ્રગટે. મણીને વીંધ્યા પછી વેધ પૂરાઈ જાય તા પણ પૂર્વવત્ તે અણુવીંધ્યું ન જ અને, તેમ આ સમ્યક્ત્વ જઘન્યથી અતર્મુહૂત માત્ર પણ અનુભવ્યા પછી અવરાઈ જાય તો પણ પુનઃ માક્ષ થતાં સુધી પૂર્વવત્ રાગ-દ્વેષને તીવ્ર પરિણામ તેા થાય જ નહિ, આ તીવ્રતાના અભાવરૂપ રાગ-દ્વેષની મંદતા તે માધિનુ પ્રથમ ફળ જાવું, ૨. વાધિની પ્રાપ્તિ વખતે સાતે ય વરાધિ અવરાઈ જાય, મિથ્યાત્વના ઉચ માસ મોટાં પાપે આચરે તે પણ રાગાદિની મંદતા થયેલી અધિક સ્થિતિ ખોંધાય જ નહિ એ સ્થિતિનું અપુન ૩૯ કર્મોની પૂર્વ કહી તેટલી ઘટેલી સ્થિતિ પુનઃ અને તેના બળે તીર્થંકરની આશાતના જેવાં હોવાથી અંતઃ કોડાકોડી સાગરોપમથી બકપણું વાધિનુ... ખીજું ફળ જાણુવું. ૩. વધિ અવરાઈ ગયું ન હોય અને તેની પ્રાપ્તિ પૂર્વે આયુષ્ય ન ખાંધ્યુ હોય તે વરાધિના પ્રભાવે આગામી તિર્યંચ-નરકનુ' આયુષ્ય તેા ખ'ધાય જ નહિ, મનુષ્યને વૈમાનિકદેવપણાનું અને દેવને ઉત્તમ મનુષ્યપણાનું જ બંધાય, એમ દુર્ગતિનુ' અખ’ધપણુ એ ત્રીજી કુળ જાણવું. ૪. વાધિની પ્રાપ્તિ પછી તેના પ્રભાવે દનાચારના આઠેય આચારાનુ નિર્મળ પાલન કરતાં શંકાર્ત્તિ દોષો રહિત વધેલી તે વખેાધિની શુદ્ધિના પ્રભાવે જીવને સર્વ પાપની વિરતિપ ચારિત્રની પ્રાપ્તિ થાય તે વધિનુ ચાથું ફળ. નિશ્ચયનથી તેા ચારિત્ર એ જ શુદ્ધ સમ્યક્ત્વ છે. આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “ચારિત્ર તે જ સમ્યક્ત્વ અને સમ્યક્ત્વ તે જ ચારિત્ર છે.” ૫. ચારિત્રવતને વાર વાર ભાવવા માગ્ય ભાવાને ભાવના કહેવાય છે. વિધિપૂર્વક કરેલા
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy