SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકના ૨૧ ગુણે ૧. અશુદ્ર- ઉદાર, ગંભીર, ઉછાંછળા કે છીછરો નહિ. ૨. રૂ૫વાન- પાંચે ઈન્દ્રિયથી પરિપૂર્ણ સ્વસ્થ સમર્થ અવિકલા શરીરવાળો. ૩. પ્રકૃતિ સૌમ્ય – સ્વભાવે જ પાપથી પરાભુખ અને બીજાઓને ઉપશમ પમાડે એવી શાન્તપ્રકૃતિવાળે. ૪. લોકપ્રિય- નિંદાદિ કવિરુદ્ધ પ્રવૃત્તિને ત્યાગી અને દાન, વિનય, સદાચાર, વગેરેથી લેકને પ્રિય. ૫. અર– પ્રસન્નચિત્તવાળો, મદકષાયી. ૬. ભી- આભવ–પરભવના દુઃખેથી, પાપથી અને અપચશથી ડરના રે. ૭. અશઠ– વિશ્વાસપાત્ર, માચારહિત, ભાવથી ધર્મ કરનારે, પ્રશંસાપાત્ર. ૮. સુદાક્ષિણ- પ્રાર્થનાભંગ ભીરુ, સ્વકાર્ય ગૌણ કરીને પણ અન્યનું હિતકર કાર્ય કરનારે. ૯. લજ્જાળુ- લજજાથી અગ્ય કાર્ય કરી શકે નહિ અને શુભ કાર્યને છેડી શકે નહિ, સ્વીકારેલા કાર્યને પૂર્ણ કરે. ૧૦. દયાળુ – દુઃખી, અનાથ, દરિદ્રી, ધર્મરહિત, વગેરે ને યથાશક્ય દુઃખમુક્ત કરવાની ભાવનાવાળે. ૧૧. મધ્યસ્થ-સૌમ્યદૃષ્ટિ– રાગ-દ્વેષની મંદતાથી વસ્તુતત્વને યથાશક્ય વિચારક, હેય ઉપાદેય વગેરેમાં વિવેકી, નિષ્પક્ષ તથા સત્યગ્રાહક ૧૨. ગુણાગી – ગુણ-ગુણીનો પક્ષ અને અવગુણીની ઉપેક્ષા કરનાર, તથા પ્રાપ્તગુણની રક્ષામાં અને નવા ગુણ મેળવવામાં ઉદ્યમી. ૧૩. રાજ્યક – હિતકર (ધર્મની) વાતેમાં રુચિવાળે અને વિકથામાં અરુચિવાળે. ૧૪. સુપક્ષયુક્ત- આજ્ઞાંક્તિ, ધર્મ, સદાચારી અને સત્કાર્યમાં સહાયક, એવા પરિવારવાળો. ૧૫. સુદીર્વાદશી – સૂક્ષમ બુદ્ધિથી વિચાર કરીને પરિણામે હિતકર કાર્ય કરનારો. ૧૬ વિશેષજ્ઞ– પક્ષપાત વિના વસ્તુના ગુણદોષ વિગેરે તારતમ્યને સમજનારે. ૧૭. વૃદ્ધાનુગ- વચમાં નાના કે મેટા, પણ શુદ્ધબુદ્ધિ અને સદાચારથી જે વિશિષ્ટ (નેટ) ન હોય, તેઓની સેવા અને હિતશિક્ષાને માનનારે. ૧૮. વિનીત- વિનયને મોક્ષનું મૂળ સમજી ગુણાધિકને વિનય કરનારે. ૧૯. કૃતજ્ઞ- બીજાના ઉપકાને વિસર્યા વિના પ્રત્યુપકારની ભાવનાવાળો. ૨૦. પરહિતાર્યકારી- વિના માગે પણ નિઃસ્વાર્થભાવે પોપકારની ભાવનાવાળે. ૨૧. લબ્ધલક્ષ્ય- શુદ્ધ લક્ષ્યને પામેલે ચતુર, અને તેથી ધર્મ – અનુષ્ઠાને સરળતાથી શીખવાડી શકાય તેવો.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy