________________
ધમદશના દેવાને વિધિ-કમ
નથી. દરેક દ્રવ્ય અનાદિ અનંત છે અને તેના પર્યાયે (અવસ્થાઓ) સાદિ-સાંત (ઉત્પત્તિનાશવંત) હોય છે, જીવને બંધાતું નવું નવું કર્મ ઉત્પત્તિમાન છે, ઉત્પન્ન નાશ થત હેવાથી બંધનરૂપ કર્મને નાશ થઈ શકે છે. જ્ઞાનીઓ જે વસ્તુ સર્વથા નાશ ન પામે, કે સર્વથા મૂળસ્વરૂપે પણ ન રહે, પણ નવાં નવાં રૂપને (અવસ્થાઓને) પામે તેને પરિણામી કહે છે. જેમ સેનું સેનારૂપે કાયમ રહીને કર્યું, કંઠી, કંદરે, વગેરે રૂપને ધારણ કરે છે, મનુષ્ય મનુષ્યરૂપે કાયમ રહીને બાળ, યૌવન, વૃદ્ધત્વ, વગેરે અવસ્થાઓને પામે છે, તેમ જીવ જીવરૂપે કાયમ રહીને એકેન્દ્રિયાદિ વિવિધ અવસ્થાઓને ધારણ કરે છે, તેથી તે પરિણામી છે. તેનું આવું નિત્યાનિત્ય સ્વરૂપ હોવાથી જ તેને બંધ અને મોક્ષ પણ થાય. એથી વિપરીત જીવ એકાન્ત (કુટસ્થ) નિત્ય કે સર્વથા અનિત્ય માનીએ તે તેને બંધ કે મેક્ષ એક પણ થઈ શકે જ નહિ, તેથી તેની હિંસા, અહિંસાદિ સઘળી ક્રિયાએ પણ નિષ્ફળ થાય.
એમ આત્માનું સ્વરૂપ સમજાવ્યા પછી તેને હિંસાનું સ્વરૂપ સમજાવવું. તેમાં ૧. જીવના વર્તમાન પર્યાયને નાશ કરે, ૨. પર્યાયને નાશ ન થાય તેમ તેને દુઃખી કરે, કે ૩. તેને માનસિક સંકલેશ ઉપજાવ, એમ હિંસા ત્રણ પ્રકારે થાય, તેને સર્વથા ત્યજવી તે અહિંસા છે. જીવ પરિણમી હોય તે જ આ હિંસા-અહિંસા ઘટે.
એ સમજ્યા પછી શરીર અને આત્મા બન્ને ભિન્ન ભિન્ન છે એ સમજાવવું. શરીર એકાન્ત ભિન્ન કે એકાન્ત અભિન્ન નથી. કારણ કે એકાન્ત ભિન્ન માનીએ તે શયન, આસન, આહાર, પાણી, ઠંડી, ગરમી, વગેરે શારીરિક ક્રિયાઓને અનુભવ જીવને ન ઘટે, જેમ કે દેવદત્ત, અગ્નિદત્ત બે ભિન્ન છે, તે દેવદત્ત ખાય તેનાથી અગ્નિદત્તની ભૂખ ન ભાંગે, તેમ આત્માશરીર બન્ને એકાન્ત ભિન્ન માનવાથી શરીરના ભેગને આત્માને અનુભવ ન થાય. વળી શરીર એ જ આત્મા, એમ એકાન્ત અભિન્ન માનવાથી પણ મરણ વગેરે ન ઘટે. જે શરીર એ જ આત્મા હોય તો મરીને કણ ગયું? શરીર તે જ આત્મા છે, તે તે અહીં મેજૂદ છે. એમ મરણ ન ઘટે તે પૂર્વજન્મ, પુનર્જન્મ વગેરે શાસ્ત્રોક્ત સઘળાં સત્યે પણ મિથ્યા કરે. માટે જીવ નિત્યનિત્ય છે, તેમ શરીરથી ભિન્નભિન્ન પણ છે. એમ સર્વ વસ્તુઓ વિવિધ અપેક્ષાએ અનંત ધર્માત્મક છે, વગેરે તત્ત્વ યુક્તિ અને શાસ્ત્રવચને દ્વારા સમજાવવું.
એ પ્રમાણે તત્વને ઉપદેશ કર્યા પછી તે પરિણમ્યું છે કે નહિ તેની પરીક્ષા કરવી. જે આ સાંભળ્યા પછી શ્રોતા એકાન્તવાદ પ્રત્યે અરુચિસૂચક શબ્દો બોલે, તે તેને અનેકાન્તવાદ પરિણમે છે, એમ માનવું.
એમ એકાન્તવાદ તેને મિથ્થારૂપે સમજાય, તે પછી બંધનના (કર્મના) જ્ઞાનાવરણીયાદિ આઠ મૂળ અને તેના સત્તાણું ઉત્તરભેદે સમજાવવા. (અહીં નામ કર્મના બેંતાલીસ ભેદ ગણવાથી કુલ સત્તાણું અને સડસઠ ગણવાથી એકસે બાવીશ થાય.),