________________
ધમ સંગ્રહ ગુરુ ભાવ સારોદ્વાર ગા. ૧૯
કરવી, ધર્મશ્રવણાદિ કાર્યોમાં અસંતોષ કર, વગેરે લૌકિક-સામાન્ય ગુણે પણ પ્રાયઃ ઉત્તમ કુલીનમાં જ પ્રગટે છે, વગેરે કહીને ગુણ-ગુણીની પ્રશંસા કરવી અને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા મૂછને ત્યાગ, એ સર્વ દર્શન માન્ય પાંચ લે કેત્તર ગુણ ઓળખાવવા. છતાં ન સમજે તો તિરસ્કાર ન કરતાં વાત્સલ્યથી જણાવવું કે શા ગહન હોય છે, ઉદ્યમથી ધીમે ધીમે સમજાય, માટે નિરાશ થવું નહિ, વગેરે કહીને તેની રુચિ પ્રગટાવવી, અરુચિથી ભજનની જેમ રુચિ વિના કહેલ ધર્મ ઉલટ અનર્થ કરે છે. કહ્યું છે કે શ્રોતાની રુચિ વિના ધર્મ સંભળાવનાર પિશાચ ગ્રહિત (ઘેલ) છે. વળી એક વાર કહેવાથી ન સમજે તે ઓષધની જેમ વાર વાર યુક્તિ-પ્રયુક્તિ પૂર્વક સમજાવે. અને સમજે ત્યારે “તું લઘુકર્મી છે માટે સમજી શક્ય, ભારે કમી આવાં ગહનતને ન સમજી શકે” વગેરે કહી તેને ઉત્સાહ વધારવા ઉપખંહણા કરવી. તેને શાસ્ત્ર પ્રત્યે બહુમાન પ્રગટે તે રીતે શાસ્ત્રનું મહત્ત્વ, ઉપકારતા, અનિવાર્યતા, વગેરે સમજાવવું. જેમ કે- અર્થ-કામ વિષે પ્રમાદથી સામાન્ય હાનિ થાય પણ ધર્મકાર્યોમાં પ્રમાદ કરવાથી ઘણા ભવ બગડે, શાસ્ત્રના નિત્ય શ્રવણથી જડ પણ જ્ઞાની બની જાય છે. મિહરૂપી મહા અંધકારમય આ જગતમાં શાસ્ત્ર જ દીપકની જેમ સન્માર્ગે ચઢાવે છે. શાસ્ત્રો પાપ રેગનું ઔષધ અને પુષ્ય વૃદ્ધિ માટે રસાયણ છે. શાસ્ત્રો પ્રત્યે બહુમાનથી જ ધર્મક્રિયાઓ સફળ થાય છે, શાસ્ત્રને અનાદર કરનારની ધર્મક્રિયાઓ ઉન્માદીના ઉન્માદ તુલ્ય છે, શાઓ સર્વતે નેત્ર છે, સુખ સાધક છે, અને જળ વસ્ત્રને શુદ્ધ કરે તેમ શાસ્ત્ર ચિત્તરૂપી રત્નને શુદ્ધ કરે છે, શ્રી તીર્થકરેએ શાસ્મભક્તિને મુક્તિની દ્વતિ કહી છે. વગેરે કહીને શાસ્ત્ર પ્રત્યે આદર વધારે. વળી ધર્મોપદેશક શ્રોતાને આચાર તરફ આદર વધે, પાપને પસ્તાવે, ભય વગેરે જાગે, ચિત્તના સંશ દૂર થાય અને શ્રદ્ધા – બુદ્ધિ અનુસાર તેનું જીવાજીવાદિ તવેનું જ્ઞાન વધે, તેવી રીતે આક્ષેપિણી કથા કરવી.
તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એ પાંચ આચારોનું સ્વરૂપ, તેના કાલ– વિનય વગેરે ઓગણચાલીસ પ્રકારે, તેના પાલનનું ફળ, વગેરે વિસ્તારથી સમજાવવું. તેને પાલવાની જિનેશ્વર દેવેની આજ્ઞા છે, માટે આલોક-પરલેકનાં જડ સુખની ઈરછા વિના જ પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞભાવે સ્વકર્તવ્ય સમજીને તે આચારેને નિરતિચાર પાળવા, ન પાળી શકાય તે પણ આચાર પ્રત્યે અંતઃકરણનો અનુબંધ (આદર-બહુમાન) કરવો, વગેરે સમાવવું, કાલક્ષેપ કરાવે, પણ અધીરા ન થવું. કારણ કે તથાવિધ કાળકર્મ-વગેરેના પરિપાક વિના ઉત્સુક થવું તે આર્તધ્યાન છે. વળી તેને સમજાવવું કે
સ્વીકારેલા આચારના પાલન માટે સમાન કે વિશેષ આચારવાળા આત્માઓની સાથે રહેવું, પિતાના આચારે અને ભંગ ન થાય તેવી ક્રિયાઓ કરવી તથા “હું ' ધરી રહ્યો છું? મારું શું કર્તવ્ય છે?” વગેરે વારંવાર વિચારવું. એ રીતે આચારનું પાત કરવાથી ગુણસંપત્તિ વધે, કપ્રિયતા વધે, આગામી ભવે સદગતિ, આર્યદેશ, સારૂ ફળ અને