SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ધમટશના દેવાને વિધિ-કમ સાધુકિયાને સમજાવવી, તેમાં સાધુએ માતાતુલ્ય અષ્ટપ્રવચન માતાનું પાલન માતાની જેમ ભક્તિ અને કૃતજ્ઞતા પૂર્વક કરવું, કારણ કે પ્રવચન માતાના પાલકને જ વિધિપૂર્વક ગુરુ પાસે ભણેલું આગમ આત્મશુદ્ધિ કરે છે, તેથી તેને સંસારને ભય રહેતું નથી. ઉપરાંત ભવદુઃખના નાશક નિઃસ્વાર્થ ઉપકારી ગુરુ પ્રત્યે કૃતજ્ઞ બની બહુમાન-વિનયપૂર્વક તેમને આરાધવા, એથી નિર્મળ મહાપુણ્ય ઉપાર્જન થાય, તેના પ્રભાવે અન્ય ભાવમાં વીતરાગ શાસનની પ્રાપ્તિ અને પરંપરા મોક્ષ થાય, વગેરે શુદ્ધ સામાચારીનું પાલન, આગમની આરાધના અને ગુર્વાદિ મુનિગણુની કૃતજ્ઞભાવે સેવા, વગેરે સાધુના આચારોથી મુક્તિ થાય, વગેરે સમજાવવું. . . પંડિતબુદ્ધિ શ્રોતાને ભાવપ્રધાન આગમતત્ત્વ સમજાવવું. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સાપેક્ષ ઉત્સર્ગ–અપવાદથી જિનાજ્ઞાને નિષ્કપટભાવે પાળવી તે ધર્મ અને વિરાધવી તે અધર્મ. આ જ ધર્મને સાર છે, આજ્ઞા પાલન એ જ ધર્મનું સર્વસ્વ છે. કારણ કે મનને પાપથી રેકીને ધર્મમાં જોડનાર એક જિનવચન જ છે. જિનાજ્ઞા જ દરેક ક્રિયાને પ્રાણ છે, અન્યથા કિયા પ્રાણ વિનાના કલેવર તુલ્ય છે. ઈત્યાદિ પંડિત શ્રોતાને દરેક ક્રિયામાં જિનાજ્ઞા પ્રત્યે બહુમાન પ્રગટે તેવી દેશના આપવી. એમ શ્રોતાની રુચિ અને વર્તનથી તેની બાલ વગેરે અવસ્થા જાને તેને અનુરૂપ દેશના પણ પિતાના બોધને અનુસારે જ આપવી. કારણ કે-ઉપદેશક પિતાને બધા વિના ઉપદેશ કરે તે તેની માગ દેશના બને અને તે ઉત્સુત્ર પ્રરૂપક બને. એથી શ્રોતા વક્તા ઉભયને અનર્થને સંભવ રહે. જેમ અંધ અને બહેરે હોય તે કદી સન્માર્ગે ચઢી શકે નહિ, તેમ સ્વયં અજ્ઞાની (અંધ) અને બીજાનું નહિ માનનારે (બહેરે) ઉપદેશક સંસારમાં રબડે અને શ્રોતાઓને પણ રખડાવે. એવી પણ દેશના અનુગ્રહ બુદ્ધિથી આપવી. કેઈ તુચ્છ સ્વાર્થ સાધવ, કે સ્વ મહત્ત્વ વધારવું, વગેરે દુષ્ટ આશયથી કરેલે ઉપદેશ પ્રાયઃ શ્રોતામાં ધર્મબુદ્ધિ પ્રગટાવી શકે નહિ. વ્યવહાર નથી તે ઉપદેશકનો આશય હેય તે ભાવ શ્રોતામાં પ્રગટે, તેથી ધર્મોપદેશના અધિકારી ઉત્તમ સાધુઓ જ છે, વેશધારી શિથિલાચારી સાધુનું વચન પ્રાયઃ ધર્મજનક બનતું નથી. ધર્મદેશનાનો આ સામાન્ય વિધિ કર્યો. વિશેષ વિધિ તે ધર્મબિન્દુમાં કહ્યા પ્રમાણે અહીં સંક્ષેપથી કહીયે છીયે. પ્રથમ શ્રોતાના સજજનને સંગ, લે કપ્રિયતા વગેરે ગુણ જાણવા. તથા તે જે દેવ ગુરુ ધર્મને માનતે હોય તે દર્શનમાં ધર્મનું-મોક્ષનું-આત્માનું. વગેરે સ્વરૂપ જે રીતે જણાવ્યું હોય તે રીતે તેને સમજીને, જે શ્રોતા રાગી, હેવી, મૂઢ, કે બુઝાહિત ન હોય તે તેની રુચિ સાચવીને તેને માન્ય શાસ્ત્રો દ્વારા જ તેને સત્ય તત્ત્વ સમજાવવું. જેમ કે “દાન ગુપ્ત દેવું, આંગણે આવેલાનું ઔચિત્ય કરવું, પિતાનાં શુભ કાર્યોની પણ સ્વમુખે પ્રશંસા ન કરવી, ઉપકારીની પ્રગટ પ્રશંસા કરવી, લક્ષ્મી આદિનું અભિમાન ન કરવું. બીજાની હલકી વાતે ન
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy