________________
૧૦
ધર્મસંગ્રહ ૫૦ ભાવ સારોદ્ધાર ગા. ૧૯
તેમાં હિંસા, અસત્ય, અદત્તાદાન, વગેરે પાપ આશ્રમથી રહિત હોય તે સત્યધર્મ, રાગાદિ અઢારે દોષથી રહિત, સર્વ દુઃખથી મુક્ત અને સર્વજ્ઞ હેય તે શુદ્ધદેવ તથા બાહ્ય-અત્યંતર પરિગ્રહથી રહિત, ચારિત્રવંત હોય તે નિગ્રંથગુ, એ ત્રણ ત પ્રત્યે નિશ્ચળ શુદ્ધ રાગરૂપ સંગગુણ શ્રોતામાં પ્રગટે તેવી દેશના ગીતાર્થે આપવી, ગીતાર્થ સિવાય બીજાને ધર્મદેશના માટે અનધિકારી કહ્યો છે. અહીં વિનયપૂર્વક એગ્યગુરુ પાસે નિશિથ સૂત્ર સુધી જેણે વિધિથી (ગદ્વહન પૂર્વક) અભ્યાસ કર્યો હોય, તે વ્યવહારથી ગીતાર્થ જાણો. તેણે પણ સંસાર નાશક અને આત્મગુણવર્ધક એવા જિનકથિત ધર્મની જ દેશના આપવી, તે પણ સામે આવેલા અથી શ્રોતાને અને તેમાં પણ તેની બાળ, મધ્યમ કે પંડિત બુદ્ધિ વિચારીને તે સમજીને સ્વીકારી શકે તેવી રીતે આપવી. બાળ વગેરે અવસ્થા તેની રૂચિ દ્વારા જાણી શકાય. કહ્યું છે કે- ઉપદેશકને માત્ર બાહ્ય વેપ વગેરે જઈને આકર્ષાય પણ તેના આચાર સુધી લય ન આપે તે બાળબુદ્ધિ, જે ઉપદેશકના ઉત્તમ આચારે જાણીને ખેંચાય તે મધ્યમ બુદ્ધિ અને વેશ-આચાર વગેરેને ગૌણ કરીને તેણે ઉપદેશેલા ધર્મતત્વની પરીક્ષા કરીને આકર્ષાય તે પંડિતબુદ્ધિ જાણવે.
બીજી રીતે વર્તનથી પણ બાળ વગેરેનું લક્ષણ જણાવ્યું છે કે- અસદાચારી જે નિષિદ્ધ કાર્યોને પણ કરે તે બોલબુદ્ધિ, લાભ હાનિ વિચાર્યા વિના માત્ર સૂત્રોક્ત ક્રિયા કરીને સંતેષ પામે, તે તે ક્રિયાની વિશેષતાને સમજી ન શકે તે મધ્યમ બુદ્ધિ અને જ્ઞાન-દર્શનચારિત્રરૂપ મોક્ષ માર્ગની સાધક વિશિષ્ટ કિયાને કરનાર પંડિતબુદ્ધિ જાણે.
એ રીતિ શ્રોતાને ઓળખીને તેને હિતકર દેશના આપવી, તેમાં બાળબુદ્ધિ કષ્ટકારી આચારે, જેવા કે લેચ કરે, પગરખાં સર્વે તજવાં, માત્ર રાત્રીના ત્રીજા પ્રહરે જ નિદ્રા લેવી, ભૂખ-તૃષા-તાપ-ઠંડી વગેરે સહન કરવું. બે, ત્રણ, વગેરે ઉપવાસ કરવા, જરૂરીઆત અલ્પ રાખવી, જૈન દર્શન માન્ય બેંતાલીસ દેષ રહિત આહારાદિ લેવાં, તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેના વિવિધ અભિગ્રહ ધારવા, ઈટ-મિષ્ટ ભજન કે ફૂલ-ફળાદિ તજવાં, તપના પારણે પણ નિર્દોષ સાદુ ભેજન લેવું, ક્ષેત્ર કે સ્થાનને સગ તજીને નીરીહભાવે ગ્રામાનુગ્રામ વિચરવું, નિત્ય કાર્યોત્સર્ગ કરવા, આતાપના લેવી, વગેરે કષ્ટકારક બાહ્ય ધર્મક્રિયા સવિશેષ કરવાથી જીવને મોક્ષ થાય એમ સમજાવવું અને ઉપદેશકે સ્વયં તે પ્રમાણે આચરવું.
મધ્યમબુદ્ધિ શ્રોતાને સાધુજીવનની મહત્તા સમજાવવી, જેમ કે સાધુને રાગ-દ્વેષ-મેહ રહિત-ત્રિકટિ શુદ્ધ-બેંતાલીશ ષ રહિત–આહાર વસ્ત્ર પાત્ર અને વસતિથી નિર્વાહ કરવાને કહ્યો છે. કષ-છેદ-તાપથી શુદ્ધ એવા જિનવચનના પાલનથી જ મુક્તિ થાય છે, વગેરે આગમને મહિમા સમજ, પ્રથમ, મધ્યમ અને અંતિમ વયને અનુરૂપ તે તે અવસ્થામાં હિતકર