________________
ધમે દેશના દેવાની વિધિ-કમ
આ ચારે દષ્ટિમાં મિથ્યાત્વ હોવા છતાં તે ઉત્તરોત્તર વધતી વિશુદ્ધિરૂપ હોવાથી તેના બળે મિથ્યાત્વ વેગને નાશ થતાં સમ્યગુદર્શન ગુણ પ્રગટે છે. તેમાં
૧. મિત્રાદષ્ટિમાં બોધ તૃણના અગ્નિ જેવ, અલ્પ પ્રકાશ આપી શીધ્ર બુઝાઈ-ભૂલાઈ જાય તે નિર્બળ હોવાથી ઈષ્ટ કાર્યને સાધી શક્તિ નથી. ધર્મબીના સંસ્કાર દઢ થતા નથી, તેથી કિયામાં પણ વિકલતા રહે છે, એમ આ દષ્ટિમાં જીવને ચિત્યવન્દનાદિ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનરૂપ (તાત્ત્વિક) બનતાં નથી.
૨. તારા દષ્ટિમાં બંધ કંઇક વિશેષ-છાણાંના અગ્નિ જેવા છતાં તેમાં પણ વિશિષ્ટ પ્રકાશ કે શૈર્ય ન હોવાથી ક્રિયા વખતે બેધન ઉપગ નહિવત્ હોય છે, તેથી ક્રિયાની વિક્લતાના કારણે અહીં પણ જીવને ભાવાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી.
૩. બલાદેષ્ટિમાં બેધ કાષ્ટના અગ્નિ જે પૂર્વ કરતાં વિશેષ પ્રકાશક અને સ્થિર હોવાથી ક્રિયાકાળે સ્મરણ-ઉપગ સારો રહે છે. છતાં તે ભાવાનુષ્ઠાનની માત્ર પ્રીતિ કરાવે છે, તેથી તે વિષયમાં પ્રયત્ન અધૂરો જ રહે છે.
૪. પ્રાદષ્ટિમાં બોધ દીપકની જ્યોત જે અધિકતર પ્રકાશક અને સ્થિર હોય છે, તેથી ચિત્યવંદનાદિ અનુષ્ઠાને સ્મૃતિપૂર્વક સારાં થાય છે, તે પણ તે દ્રવ્યઅનુષ્ઠાન જ રહે છે. ગ્રન્થીભેદના અભાવે પ્રવૃત્તિમાં ભેદ અને તેથી અધ્યવસામાં પણ ભેદ્ર રહે છે, ભાવાનુષ્ઠાન તો ગ્રન્થભેદ પછી જ પ્રાપ્ત થાય છે. ગીઓ આ દુટિને પહેલા ગુણસ્થાનકની સર્વોચ્ચ કક્ષા માને છે.
એમ મિથ્યાત્વદશામાં પણ માધ્યચ્ચ ગુણમાંથી પ્રગટતી આ દુટિઓના યેગે જીવની પ્રવૃત્તિ ગુણાભિમુખ હોય છે, તેથી તેને દુરાગ્રહ ટળને જાય છે. જીવનું આ અનભિગ્રહિકપણું -માધ્યશ્ય એ જ ધર્મશ્રવણની ગ્યતા છે. લલિતવિસ્તરા ગ્રન્થમાં કહ્યું છે કે “આ રીતે અજાણપણે પણ સન્માર્ગગામી અંધની જેમ જીવને સન્માર્ગે ગતિ થાય, તે શ્રેષ્ઠ જ છે, એમ અધ્યાત્મવાદી યેગીઓ કહે છે” એમ જે અજ્ઞાની મિથ્યાત્વી પણ મોહમંદતાને વેગે પ્રગટેલા માધ્યશ્ય, તત્વજિજ્ઞાસા, વગેરે ગુણોને વેગે માર્ગનુસારી હેવાથી ધર્મશ્રવણ માટે ગ્ય છે, તો તેથી પણ અધિક ગુણવાન દુરાગ્રહથી મુક્ત અનભિગ્રહિક મિથ્યાત્વી તે અવશ્ય ચું છે. એ રીતે ધર્મશ્રવણ માટે ગ્યતાનું વર્ણન કર્યું. હવે ઉપદેશકે ધર્મદેશના કેવી રીતે આપવી ? તે જણૂવે છે.
मूलम् “सा च सवेगकृत्कार्या, शुश्रुवोमुनिना परा ॥
बालादिभाव सज्ञाय, यथाबाधं महात्मना ॥१९॥" અર્થાત– પરોપકારની વૃત્તિવાળા મુનિએ, શ્રોતાની બાલ્ય, મધ્યમ, પંડિત, વગેરે અવસ્થાને સારી રીતે જાણીને તેને સંવેગ ગુણ પ્રગટે તે રીતે પોતાના બોધને અનુસરીને દેશના કરવી.