________________
વિમસંગ્રહ ગુરુ ભાવ સારોદ્ધાર ગા. ૧૮ એમ માની શિષ્ટ પુરુષની પ્રવૃત્તિને નિર્દોષ માને છે. “શાસ્ત્ર ઘણાં મતિ થેલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એવા તેની શ્રદ્ધા તેને આરાધનામાં પ્રેરક બને છે. અધિક ગુણવાળનો વિનય, પોતાના મોટા પણ ગુણોને અલ્પ માનવા, ભવ ભયથી ત્રાસ, વગેરે ભાવે આ દષ્ટિમાં પ્રગટે છે.
૩. બલાદષ્ટિ–આ દૃષ્ટિમાં બેધ દઢ-સ્થિર થાય છે. અસત્ વસ્તુની તૃણું મટવાથી મનની સ્થિરતા સાથે આસન નામનું યેગનું ત્રીજુ અંગ પ્રગટે છે, અર્થાત્ ગોહિકા, ઉત્કટિક, પદ્માસન, વાસન, વીરાસન, પર્યકાસન, ભદ્રાસન, વગેરે શાસ્ત્રોક્ત શરીરમુદ્રારૂપ આસને પૈકી પિતાને અનુકૂળ આસનના પ્રયોગથી ચિત્તની સ્થિરતાને સાધે છે. તત્ત્વની જિજ્ઞાસામાંથી આગળ વધીને જેમ યુવાન નીરોગી ચતુર પુરુષ તરુણી સુંદરી સ્ત્રી સાથે બેસીને દેવી સંગીતનું શ્રવણ એકચિત્તે કરે તેમ તે શાઅશ્રવણ અતિ રાગ-પ્રમોદથી કરે છે, ચિત્તની સ્થિરતા વધવાથી યોગસાધનામાં કુશળતા પણ વધે છે, અને એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનો વિચાર આવે, વગેરે ક્ષેપષ ટળી જાય છે. કુવામાં પાણી આવવાની સેર સમાન આ દષ્ટિમાં તવશ્રવણની ઈચ્છા એવી તીવ્ર બને છે કે તેથી ચિથી દષ્ટિમાં બે સુંદર પ્રગટે છે.
૪. દીપ્રાદષ્ટિ– આ દષ્ટિમાં વેગના ચોથા પ્રાણાયામ અંગની પ્રાપ્તિ થાય છે, શરીરમાં ભિન્ન ભિન્ન વિભાગમાં રહેલો પ્રાણા, અપાન, સમાન, ઉદાન અને શ્વાન નામને વાયુ, કે જે ક્રમશઃ લીલે. કાળો, સફેદ, રાતા અને મિશ્ર વર્ણવાળ હોય છે, તેની ગતિને વિજય કરવો તેને પ્રાણાયામ કહે છે, તેના ત્રણ પ્રકારે છે, ૧. તે તે સ્થાનેથી વાયુને શરીર બહાર કરે તે રેચક, ૨. શરીરમાં તે તે સ્થાને વાયુ ભરવો તે પૂરક અને ૩. વાયુને શરીરમાં સ્થિર કરે તે કુંભક. આ ત્રણે પ્રકારે વાયુની ગતિના વિજયરૂપ હેવાથી તેને દ્રવ્યપ્રાણાયામ કહેવાય છે અને તેના બળે આત્મામાંથી બહિરાત્મ દશાને ત્યાગ થાય તે રેચક, અંતરાત્મદશાનો પ્રકાશ તે પૂરક અને અંતરાત્મદશામાં રમણતા તે કુંભક, એમ ત્રણ ભાવપ્રાણાયામને પણ સાધી શકાય છે. તથાવિધ પ્રશાન્તરસની પ્રાપ્તિ થવાથી ગની સાધનામાં ચિત્ત સ્થિર બને છે. ઉપગ બીજી ક્રિયામાં જવારૂપ ગેસ્થાન દેષ ટળી જાય છે, ત્રીજી દષ્ટિમાં વધી ગયેલી તત્ત્વશ્રવણની ઈચ્છાથી અહીં શ્રવણને લાભ થાય છે, સાંભળવાથી મળેલા ધર્મતને પ્રાણાધિક માને છે, તેથી પ્રાણ આપે પણ ધર્મને છોડે નહિ. તત્ત્વને સંભળાવનાર ગુરુવર્ગ પ્રત્યે પણ અતિ ભક્તિ જાગતાં ક્રમશઃ ૩૧સમાપત્તિ વગેરેને લાભ થતાં જીવને શ્રી તીર્થંકરદેવનું દર્શન થાય છે.
૩૧. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એમ આમાના ત્રણ પ્રકારે પૈકી થાનાવસ્થામાં અંતરાત્મા ક્યાતા, પરમાત્મા ધ્યેય અને પરમાત્મસ્વરૂપમાં એકાગ્રતા થાય તેને દયાન કહેવાય છે, આ માતા ધ્યેય અને ધ્યાન ત્રણેની જ્યારે એકાકારતા બને ત્યારે તેને સમાપત્તિ કહે છે. સ્ફટિકમાં પ્રતિબિંબ પડે તેમ અંતરાત્મામાં પરમાત્માનું જે પ્રતિબિંબ પડે તેને સમાપત્તિ, અથવા શ્રી તીર્થંકરદર્શન કહેવાય છે. અથવા થાનમાં પિતાને શુદ્ધ આત્મસ્વરૂપનું દર્શન થાય તેને આત્મદર્શન કહેવાય છે. આ સમાપત્તિના પ્રભારે તીર્થ કર નામકર્મને બંધ અને ઉદય, વગેરે થાય તેને આપત્તિ કહેવાય અને તેથી આઠ પ્રાતિહાર્યો, ત્રીશ અતિશયો. વગેરે તીર્થકરપદની જે ઋદ્ધિ પ્રગટે તેને સંપત્તિ કહેવાય છે વગેરે નાનસાર ત્રીસમા અષ્ટકમાં કહ્યું તું.