________________
મિત્રાદિ ચાર દૃષ્ટિનુ સ્વરૂપ
૨૭
પ્રશ્ન – માધ્યસ્થ્યના ચાગે આદિધાર્મિકા ધ દેશના માટે ચાગ્ય છે એમ કહ્યુ, પણ સ્વ-સ્વ દર્શનમાં સ્થિર તેઓ મધ્યસ્થ કેમ કહેવાય?
ઉત્તર – મિથ્યાત્વી આદિધાર્મિકમાં પણ ચાગષ્ટિએ પ્રગટે છે, તેથી તેનું મિથ્યાત્વગુણુસ્થાનક પણ ગુણ પ્રાપક અને છે, માટે તે ધમ પામવાને ચાગ્ય છે. કારણ કે પ્રગટેલી ચોગદૃષ્ટિના બળે તેઓ સત્યના શેાધક, અદુરાગ્રહી અને અદ્વેષ, વિગેરે ગુણાવાળા બને છે, સતત પણ શુભ પ્રવૃત્તિમાં ખેદ પામતા (થાકતા) નથી અને તેથી સવેગની પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. આ સંવેગવૃદ્ધિની તરતમતાને કારણે તેમાં કમશઃ પ્રગટતી માર્ગાભિમુખતાદિ રૂપ મિત્રા, તારા, ખલા અને દીપ્રા નામની ચાર ચેગષ્ટિએ ક્રમશઃ શેરડી, તેના કાચા રસ, અર્ધ ઉકાળેલા રસ અને ગોળની મીઠાશની જેમ ક્રમશઃ અધિકાધિક ગુણુજનક અને છે. મહાત્મા પતંજલિ અને ભદન્તભાસ્કર વગેરે અન્ય દનકારો પણ આ વિષયમાં એમ જ માને છે. તે ચાગષ્ટિઓનુ સ્વરૂપ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં આ પ્રમાણે કહ્યુ છે.
૧. મિત્રા દૃષ્ટિ–આ દૃષ્ટિમાં બેધ સ્વલ્પ હોય છે, તથા યાગનાં ચમ-નિયમ-આસનપ્રાણાયામ-પ્રત્યાહાર–ધારણા-!ન અને સમાધિ, એ આઠ અંગો પૈકી જીવમાં પહેલા યમ (એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતારૂપ પાંચ સ્થૂલત્રતા કે મહાત્રતા) પ્રગટે છે. દેવ-ગુર્વાદિકની સેવા-ભક્તિ વગેરે કરતાં તે કંટાળતા કે થાકતા નથી, ઉલટુ તે પ્રત્યે તેને કુશળ મન-વચન-કાયારૂપ શુભ યોગો પ્રગટે છે, સ`સાર પ્રત્યે સહજ વૈરાગ્ય, અને શાસ્ત્ર પ્રત્યે બહુમાન પ્રગટવાથી ગ્રન્થ લખવા-લખાવવા, વગેરે ધમ બીજોનુ વાવેતર જીવને આ દૃષ્ટિમાં થાય છે. આ બીજોની વાતા તેને ગમે છે, તેથી તે સંતાની સાખતમાં રહે છે. એમ આ દૃષ્ટિમાં શુભ અધ્યવસાયરૂપ ચરમ યથાપ્રવૃત્તિકરણના અળે જીવ ઘણાં કર્મોને કાપે છે, જેથી ઉપર્યુક્ત સર્વ ગુણા તેની પ્રકૃતિરૂપ અની જાય છે. આ ચરમથા પ્રવ્રુત્તિકરણ પછી નિયમા અપૂ કરણ થતું હોવાથી (કાર્યના કારણમાં ઉપચાર કરીને) ચરમકરણને પણુ અપૂર્વ કરણ કહ્યું છે. ત્યાં કહ્યું છે કે અપૂર્વકરણની પ્રાપ્તિ નજીકના કાળમાં થતી હોવાથી અને તેમાં વ્યાઘાત ટળી જવાથી યોગી ચરમયથાપ્રવૃત્તિકરણને તત્ત્વથી અપૂવ કરણ કહે છે. સામાન્યથી જે મિથ્યાત્વગુણસ્થાનક કહેવાય છે તે પણ આ અવસ્થામાં યથાર્થ માન્યું છે.
૨. તારાષ્ટિ— પહેલી દૃષ્ટિ કરતાં બીજીમાં બેધ કંઇક સ્પષ્ટ અને શૌચ, સંતાષ, તપ, સ્વાશ્ચાય તથા ઈશ્વરધ્યાન, એ પાંચ નિયમારૂપ યાગનુ બીજી નિયમ અંગ અહીં પ્રગટે છે. તેના પ્રભાવે કદાગ્રહ ટળે છે, સાચા ગુણારૂપ તત્ત્વની જિજ્ઞાસા વધે છે, ચાગનુ (અધ્યાત્મનું) સ્વરૂપ જાણવાની અખૂટ પ્રીતિ પ્રગટે છે, ચોગને પામેલા ભાવયાગીઓની સેવામાં તત્પર બનીને સત્ર ઔચિત્ય અખંડ પાળે છે, પાતાના આચારમાં લેશ પણ ખામી તેને ત્રાસરૂપ લાગે છે, ઉપરાંત ચાગસાધનાને અધિકાધિક ઇચ્છે છે. આ દૃષ્ટિમાં જીવને પોતાની બુદ્ધિથી કઈ વિસંવાદ જણાય તો પણ “માક્ષાર્થીઓની સઘળી પ્રવૃત્તિને યથાર્થ સમજવાની માગમાં શક્તિ નથી ?'