________________
ધર્મસંપ્રહ ગુરુ ભાઇ સારદ્વાર ગા. ૧૮
બને છે, દરેક છાનું આ તથા ભવ્યત્વ ચરમાવર્તમાં વિવિધ પ્રકારનું બનતું હોવાથી જીવોને મોક્ષ પણ વિવિધ પ્રકારે થાય છે, ચરમાવતમાં પણ ધર્મબી જેની પ્રાપ્તિ પૂર્વેને કાળ તે બાલ્યકાળ જ છે. ધર્મબીજની પ્રાપ્તિ પછી જ તેને ધર્મ યૌવનકાળ કહ્યો છે. આ ભેદ જીવના આચરણથી અને પ્રકૃતિથી પરખાય.
પ્રશ્ન- અહીં મિથ્યાદિષ્ટિ છતાં આદિધાર્મિકને ધર્મદેશના માટે જણાવ્યું, પણ ગલમછ, ભવવિમેચક અને વિષાન્ન છે, વગેરેની જેમ તેના પરિણામ શુભ છતાં ક્રિયાનું ફળ વિપરિત આવે તે દેશના માટે એગ્ય કેમ કહેવાય ? જેમકે-મચ્છને પકડવા જાળમાં લેખંડના કાંટામાં માંસના ટુકડા ભરાવનાર ગલમચ્છ કહેવાય છે, તે મચ્છને ખાવા માંસ ભરાવે છે પણ પરિણામ મચ્છોને નાશ કરવાના હોય છે. વળી કુશાસ્ત્રના શ્રવણથી દયાની દષ્ટિએ દુઃખ મુક્ત કરવા કુતરાં, કાગડા, શિયાળ, કીડી, માખી. કે દુઃખથી પીડાતા જેને મારી નાખનારા ભવવિમેચક કહેવાય. તે દુઃખમુકત કરવાની બુદ્ધિ છતાં અજ્ઞાનથી પ્રાણ લે છે, અને ભૂખ વગેરેના દુઃખથી પીડાતા જ દુઃખથી છૂટવા ઝેર ખાઈને મરે તે વિષાનભેજી કહેવાય છે, આ ત્રણેના અંતર પરિણામ શુભ છતાં અજ્ઞાનને કારણે તેનું ફળ વિપરિત આવે છે, તેમ આદિધાર્મિકના પણ પરિણામ શુભ છતાં મિથ્યાત્વના ઉદયથી મહિ, અજ્ઞાન અને જિનાજ્ઞા– પાલનના પરિણામ વિના તેને દેશના દેવાથી ફળ વિપરીત કેમ ન આવે? પૂ. હરિભદ્રસૂરિજી મહારાજા પણ કહે છે કે મિથ્યા દષ્ટિની બુદ્ધિ વિપરીત હે.વાથી તેના સારા પણ પરિણામ અશુભફળ આપનાર હોવાથી અશુભ જ છે. તે મિથ્યાત્વી આદિધાર્મિકને દેશના કેમ અપાય?
ઉત્તર– આદિધાર્મિક મિથ્યાત્વી છતાં તેનામાં રાગ-દ્વેષની મંદતા થવાથી પૃ. ૨૪માં કહ્યા તે તે ગુણના પ્રભાવે તેનામાં માધ્યશ્ય પ્રગટતું હોવાથી તે ધર્મદેશનાને ગ્ય છે. ઉપદેશ રત્નાકરમાં પણ રાગી, હેવી, મૂઢ અને પૂર્વગ્રાહિત (બીજાથી ભરમાયેલ), એ ચારને અગ્ય કહી મધ્યસ્થને ધર્મશ્રવણું માટે એગ્ય કહ્યો છે, તમે કહ્યું તે પૂ. હરિભદ્રસૂરિજીનું વચન તે કદાગ્રહી, આભિગ્રહિક મિથ્યાત્વને માટે છે, આદિધાર્મિક મધ્યસ્થ હોવાથી દેશના માટે એગ્ય છે..
અહીં તાત્પર્ય એ છે કે સ્વ-સ્વ પક્ષમાં આગ્રહી મિથ્યાત્વીઓને મોહને ઉદય પ્રબળ હોય છે, તથાપિ સ્વમાન્ય પણ શાને સાંભળવા વગેરેથી શાસ્ત્રરોગને કારણે મેહનો ઘણે ઉપશમ પણ થાય છે. જો કે આ ઉપશમમાં પાપાનુબંધી પુણ્ય મુખ્ય હેતુ હોવાથી તેનું પરિણામ અતિ દુષ્ટ આવે છે, કારણ કે તે જે પુણ્યાભાસ એવા પાપાનુબંધી પુણ્યના ઉદયે મળતાં સુખમાં મૂઢ બની પાપ કરે છે અને તે પુષ્યને વિલય થતાં નરકાદિ દુર્ગતિઓમાં ભમે છે. એમ તેઓની ઉપશમવાળી પણ પ્રવૃત્તિ અસત્ છે, તથાપિ ગુણ-ગુણી પ્રત્યે બહુમાન જાગવાથી તેઓમાં સત્યની જિજ્ઞાસા પણ પ્રગટે છે, આ જિજ્ઞાસાથી મહમંદ થતાં રાગદ્વેષની માત્રા ઘટે છે, અને તેથી પ્રગટતે ઉપશમ સત્યને પક્ષપાતી અને દુરાગ્રહ હિત હેવાથી પરિણામે સમ્પ્રવૃત્તિરૂપ બને છે. માટે મધ્યસ્થ આદિધાર્મિક ધર્મદેશના માટે ગ્ય છે.