SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશિના દેવાને વિધિ-કમ 38. પરંપરાએ મોક્ષ થાય. મેલ ન થાય ત્યાં સુધી પણ આ આચારના પાલનથી લૌકિક-લે કેત્તર જીવન સામગ્રી મળે, આ ધ્યાત્િમક સંપત્તિ (સત્વે વગેરે) પ્રાપ્ત થાય, ઈત્યાદિ ફળો સમજાવવાં, જેથી પાલનમાં તેનો ઉત્સાહ વધે. વળી પંચાચારના ઘાતક હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, મૂછ, ક્રોધ, માન, માયા, લેભ અને તત્ત્વ પ્રત્યે અવિશ્વાસ, એ દશ દોની ભયંકરતા સમજાવવી. તેમાં પણ તત્ત્વ પ્રત્યે અવિશ્વાસ કે જે મિથ્યાત્વરૂપ છે, તેના જેવો કઈ શત્રુ કોઈ ઝેર, કેઈ ગ, કે કઈ અંધકાર નથી, કારણ કે શત્રુ, ઝેર, રેગ, અંધકાર, બધાં મળીને ન કરી શકે તે અનર્થ એક જ મિથ્યાત્વ અનેક ભવ સુધી કરે છે, અગ્નિથી મરવું સારું પણ મિથ્યાત્ય સેવવું સારું નહિ, વગેરે સમજાવવું. ઉપદેશકે પિતે પણ એ દશ દેને સર્વથા તજવા, કારણ કે અસદાચારી ઉપદેશકની કથા નટની જેમ નિષ્ફળ બને છે. ઉપદેશકે પિતાનું વર્તન સરળ રાખવું, કે જેથી શ્રોતા વિશ્વાસુ બનીને નિશ્રામાં જ રહે. અસદાચારો જ પ્રમાદરૂપ હોવાથી સર્વત્ર અપાયજનક છે. તેનાં ભાવિ દુઃખે નરક-તિર્યંચગતિમાં કેવાં વિષમ વિકરાળ હોય છે તે સમજાવવું, અસદાચારીને મનુષ્યગતિ મળે તે પણ ભીલને, વેશ્યાને, કસાઈને વગેરે હલકા અવતાર મળવાથી મહાપાપે કરીને પુનઃ ચાર ગતિઓમાં ભમવું પડે, એમ અસદાચાર પ્રત્યે અણગમે પ્રગટાવે, તે રીતે મૂઢતા પણ ભયંકર છે, મૂઢતાથી અહિતને હિત અને હિતને અહિત માને, દુઃખનાં મૂળ કારણોને સમજે નહિ અને હાય-વેય કરી “પત્થર ગળે બાંધીને પાણીમાં ડૂબવાની જેમ' આર્ત-રૌદ્ર ધ્યાનથી સંસાર સમુદ્રમાં ડૂબે. સંસારમાં જન્મ-જરા-મરણ–રેગ-શેક-આધિ-વ્યાધિ-ઉપાધિ વગેરે કારમાં કષ્ટોને ભેગવતા જીવોને પ્રત્યક્ષ જેવા છતાં મૂઢ સંસારથી ઉદ્વેગ પામે નહિ, ધર્મકાર્યમાં આદર કરે નહિ અને “માછીએ જાળમાં ભરાવેલા માંસમાં આસક્ત બની માછલું પ્રાણ ગુમાવે તેમ’ દારુણ કૃત્રિમ સુખમાં આસક્ત બની પરિણામે સદાચાર રૂપી પ્રાણને ગુમાવે છે. એમ વિવિધ યુક્તિઓ દ્વારા અસદાચારનો પક્ષ છૂટે તેમ સમજાવવું. વળી શ્રોતાને જ્ઞાન તથા જ્ઞાનીના ઉપકારે સમજાવવા, જેમ કે આંખ બંધ કરીને પણ જ્ઞાની આ સંસારના સત્યને જે રીતે જોઈ શકે છે તે રીતે ત્રણ નેત્રોવાળા મહાદેવ, આઠ નેત્રોવાળા બ્રહ્મા, બાર નેત્રોવાળા કાર્તિક સ્વામી કે હજાર નેત્રોવાળો ઈન્દ્ર પણ જોઈ શકતા નથી. જ્ઞાની અશક્યની ઈચ્છા કે નષ્ટનો શેક કરતો નથી, સંકટમાં સત્ત્વ કેળવે છે, માનઅપમાનથી પર (સમભાવમાં રહે છે. માટે એવા જ્ઞાની અને જ્ઞાનને આશ્રય કરે એ જ દુઃખમુક્તિને સારો ઉપાય છે. વળી પુરુષાર્થને મહિમા પણ સમજાવ, જેમ કે સાહસિકઉત્સાહી મનુષ્ય ત્રણે જગતને પણ ડેલાવી શકે છે, ધીર પુરુષો ભાગ્યની દરકાર છોડીને કાર્યો સાધે છે, “ભાગ્યને ઘડવે પણ માણસ પોતે જ છે” એમ માની પુરુષાર્થથી ધાર્યા કાર્યો સિદ્ધ કરે છે. જે ભાગ્ય ઉપર બેસી રહે છે તેનું ભાગ્ય પણ નપુંસકની પત્ની પતિને છોડે તેમ તેને છેડી દે છે, વગેરે યુક્તિ પૂર્વક પ્રમાદને છોડાવી દકર કાર્યો પણ કરવાને ઉત્સાહ વધારે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy