SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ સંગ્રહ ગુ૦ ભાડ સારોદ્ધાર ગા. ૧૫-૧૬ આ અપુનબંધકની પણ ઉત્તરોત્તર વિશિષ્ટ વિવિધ અવસ્થામાં હોય છે, તેથી સાંખ્ય, બૌદ્ધ, વગેરે અન્યદર્શનમાં કહેલી પણ મોક્ષસાધક ક્રિયાઓ તેઓમાં ઘટે છે. ગબિન્દુ લે. ૨૫૧ માં કહ્યું છે કે-“જીવની ભિન્ન ભિન્ન અવસ્થાઓને કારણે તે તે દર્શને માં કહેલી સઘળી ધર્મ પ્રવૃત્તિઓ અપુનબંધકમાં સમ્યગરૂપે ઘટિત છે.” એમ સર્વદર્શનવાળા અપુનબંધકનું વર્ણન કરીને હવે જૈન પરિભાષામાં તેનું લક્ષણ કહે છે કે-જેને બદ્ધ બોધિસત્વ, સાંખે નિવૃત્તપ્રકૃધિકાર, અને બીજા શિષ્ટ' કહે છે તેને જ જેને “આદિધાર્મિક-અપુનબંધક કહે છે. - લલિત વિસ્તરામાં આ આદિધાર્મિક્તા પ્રગટાવવાના ઉપાય જણાવ્યા છે કે- પાપમિત્રોને તજવા, કલ્યાણ મિત્રની સેબત કરવી, ઔચિત્ય ઊલ્લંઘવું નહિ, લેકમાર્ગને અનુસરવું, માતા-પિતા-કલાચાર્ય વગેરે ગુરુવર્ગનું બહુમાન-વિનય કરે, તેઓની આજ્ઞા માનવી, દાનાદિ ધર્મની પ્રવૃત્તિ કરવી, ભગવંતની અષ્ટપ્રકાદિ વિશિષ્ટ પૂજા કરવી, સાધુ-અસાધુને વિવેક કરે, વિનયાદિ વિધિપૂર્વક શાસ્ત્રો સાંભળવાં, તેનું પ્રયત્ન પૂર્વક ચિંતન–ભાવન અને યથાશક્ય પાલન કરવું, ધર્મ ધારવું, ભાવિ અવસ્થાને વિચારવી, મરણને વિસરવું નહિ, આલેક કરતાં પરફેકના હિતની સાધના મુખ્ય બનાવવી, ગુરુવર્ગની સેવા-ભક્તિ સ્વી, ઑકાર પટ; હિતકાર પટ, સિદ્ધચક્ર પટ, સુમિત્ર પટ, કષિમંડલ પર, વગેરે એક કે અધિક પટેનું ધ્યાન-દર્શન કરવું, તેની આકૃતિને હૃદયગત કરી વાર વાર ચિંતન કરવું, એગ સાધનામાં વિક્ષેપ થાય તેવી પ્રવૃત્તિ ન કરવી, જ્ઞાનાદિ ગુણોની સિદ્ધિ-વૃદ્ધિ માટે યત્ન કરે, જિનપ્રતિમા ભરાવવી, જિનામોને લખાવવાં, પંચ પરમેષ્ઠિ મહામંત્રનો જપ કરે, ચાર શરણને સ્વીકારવાં, દુષ્કૃતગહ પૂર્વક સુકતાનુમોદના કરવી, તે તે પટના-મંત્રના અધિષ્ઠાયકની પૂજા કરવી, સદાચારેને સાંભળવા, ઔદાર્ય કેળવવું અને શિષ્ટાચારને અનુસરવું, વગેરે પ્રવૃત્તિથી આદિધાર્મિકતા પ્રગટે છે, અને એવા લક્ષણવાળે આદિધાર્મિક-અપુનબંધક કહેવાય છે. આદિધાર્મિકનું જીવન કેટલાક દોષવાળું છતાં હૃદય દેવાદિ તત્ત્વ પ્રત્યે વિરોધી હતું નથી, દેશે પણ અનાગાદિથી હોય છે, તેથી પરિણામે સમ્યગદર્શનાદિ ગુણોની તેને પ્રાપ્તિ થાય છે, માટે નિગમનયના મતે આદિધાર્મિકની માર્ગાભિમુખ વગેરે સર્વ અવસ્થાની પ્રવૃત્તિને ઉત્તમ માની છે, કારણ કે તેને “સમન્તભદ્રતા” એટલે સર્વ રીતે ભાવિ કલ્યાણ જ હેચ . અન્ય દર્શન માં એને “સુપ્તમતિ , પ્રબોધ દર્શન વગેરે કહે છે, જેમકે નિદ્રામાં કઈને કરેલું ચંદનાદિ વિલેપન, તેને ખ્યાલમાં ન આવે પણ જાગ્યા પછી તે જોઈને આશ્ચર્ય પામે, તે સુપ્તમંડિત, કઈ નાવડીમાં ઊંઘે કાંઠે આવીને જાગ્યા પછી કાંઠે જોઈ આશ્ચર્ય પામે તે પ્રબંધ દર્શન, તેમ આદિ ધાર્મિકની પ્રવૃત્તિમાં દેષ સંભવિત છતાં પરિણામે તેની પ્રવૃત્તિ ગુણકારક છેવાથી ઉત્તમ કહી છે. તેથી તેને કરેલો ઉપદેશ વગેરે સફળ છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy