________________
આદધાર્મિકનું સ્વરૂપ વિયેગાદિ નિમિત્તે વિના જ જન્મ-મરણાદિ દુઃખના ભાનથી પ્રગટેલે સાહજિક મા કૅગ, મુનિઓને ઔષધાદિ દેવાના દ્રવ્ય અભિગ્રહ તથા શ્રુતભક્તિ રૂપે સિદ્ધાંત લખાવવાં, પુષ્પાદિથી તેને પૂજવાં, મુનિઓને પુસ્તકોનું દાન કરવું. તેનું વ્યાખ્યાન સાંભળવું, કવચં વાંચવું. વિધિથી ભણવું-ભણાવવું, વાચના-પૃચ્છનાદિ સ્વાધ્યાય કરે, અર્થ ચિંતવવા અને શાસ્ત્રોક્ત તે તે ભાવથી ભાવિત થવું, વગેરે મૃતપાસના, એ ઉપરાંત બાહ્ય કષ્ટોથી પીડાતા જેને દુઃખમુક્ત કરવાના ઉપાયે પૂર્વકની દયા, વિશેષ જ્ઞાની અને ગુણવંતે. પ્રત્યે માત્સર્યને ત્યાગ. રીનાદિ સર્વ પ્રત્યે સામાન્ય ઔચિત્ય આચરણ, ઈત્યાદિ પ્રવૃત્તિ ક્ષમાગરૂપ ધ મની પ્રાપ્તિમાં કારાગ હોવાથી તેને ધર્મનાં બીજો કહ્યાં છે.
સામાન્યધર્મવાળા ગૃહસ્થ પૈકી પણ શાસ્ત્રમાં જણાવેલા બાળ, મધ્યમ અને પંડિત બુદ્ધિ જેને ઓળખી તેઓને યોગ્ય વિધિપૂર્વક ધર્મદેશના કરવાથી તે જેમાં આ ધર્મબીજોનું વાવેતર થાય છે અને તે ધર્મના પાલનથી તેઓમાં તે ધર્મ અંકુરાદિ રૂપે ઊગી નીકળે છે. કહ્યું છે કે- ધર્મની, (ધમીની તથા ધર્મસામગ્રીની) શુદ્ધ ભાવથી પ્રશંસા કરવાથી બીજનું વાવેતર થાય છે. પછી પરિણામે ધર્મને પામવાની અભિલાષા પ્રગટે તે અંકુર, ધર્મ – ધર્મની વાતનું શ્રવણ કરવું તે કંદ, ધર્માચરણ કરવું તે પુષ્પને નાળી, બાહ્ય સુખ સંપદાની પ્રાપ્તિ તે પુષ્પ અને પરિણામે સર્વકર્મથી મુક્તિરૂપ મિક્ષ તે ધર્મબીજોનું ફળ જાણવું.
સારે વરસાદ છતાં બીજ વાવ્યા વિના ધાન્ય ઊગે નહિ, તેમ ધર્મબીની વાવણી વિના સાક્ષાત તીર્થકરે વગેરે મળે અને કાળ સુષમા હોય તે પણ, પ્રાયઃ ધર્મરૂપી વૃક્ષ ઊગતું નથી, મળેલી પણ મોક્ષસાધક સામગ્રી નિષ્ફળ થાય છે. આશ્ચર્યરૂપે મરુદેવા માતાની જેમ કેઈક જીવને તથા ભવ્યત્વને પરિપાક થાય, તેને આ બીજો વિના પણ ધર્મ પ્રગટી શકે, પણ તે ધર્મ પામવાને માર્ગ ન કહેવાય. હવે આ ધર્મ બીજેને અને સામાન્ય ધર્મને પામેલા જીવનું શાસ્ત્રીય નામ અને સ્વરૂપ કહે છે કે
मूलम् “म आदिधार्मिकश्चित्रस्तत्तत्तन्त्रानुसारतः ।
જ તુ સ્થાનમાક્ષ ક્ષr fuતં ” અર્થાત ઉપર જણાવ્યું તે જીવ આદિધાર્મિક કહેવાય છે અને તે, તે તે સંપ્રદાયને અનુસારે ભિન્ન ભિન્ન આચારવાળે પણ હોય છે. અહીં તે જૈન આગમની અપેક્ષાએ તેવું લક્ષણે જણા રીશું.
ઉપરોક્ત ગુણે જીવમાં ચમાવત કાળમાં જ પ્રગટે છે, (મુક્તિ પામવાને એક જ પુદગલ પરાવર્તન કાળ બાકી હોય તે જીવ ચરમાવતી કહેવાય છે) તે કાળ પાકતાં જીવ ધર્મને પ્રારંભ કરે છે, માટે તેને આદિધાર્મિક કહેવાય છે. આવા જ વિવિધ સંપ્રદાયમાં સ્વ-સ્વ સંપ્રદાય અનુસાર ભિન્ન ભિન્ન આચારવાળા હોય છે. છતાં અંતઃશુદ્ધિ થયેલી હોવાથી તેઓને અપુનબંધક કહેવામાં દેષ નથી.