________________
૧૮
ઘમ સંગ્રહ સુ ભાવે સારદ્વાર ગા. ૫-૧૪
-
ર૯. ધર્મ-અર્થ અને કામ ત્રણને પરસ્પર બાધા ન થાય તેમ સાધવાઅહીં ૧-જેનાથી સદ્દગતિ વગેરે અને પરિણામે મોક્ષ મળે તે ધર્મ, ૨-જેનાથી ગૃહસ્થાશ્રમનાં સર્વ કાર્યો સાધી શકાય તે અર્થ (ધન), અને ૩- ઇન્દ્રિયેના શબ્દાદિ વિષમાં આભિમાનિક રસરૂપ પ્રીતિ તે કામ. ગૃહસ્થ એ ત્રણે પરસ્પર બાધક ન થાય તે રીતે સાધવાસેવવા જોઈએ. અન્યથા આભવ-પરભવ બને બગડે છે. તેમાં જે વિષયાન્ય બની ધર્મ અને ધનને ધક્કો મારે, તે વિષયાંધ હાથી બંધનમાં ફસાય છે તેમ કર્મબંધદ્વારા – દુર્ગતિઓનાં બંધનથી દીર્ધકાળ દુઃખી થાય છે, જે ધર્મ અને કામને ધક્કો મારી કેવળ ધન ભેગું કરે છે તે સિંહની જેમ માત્ર પાપને ભાગી બને છે, સિંહ હાથીને ઘાત કરે છે અને તેનું માંસ બીજા જંગલી પ્રાણીઓ ખાય છે. તેમ તેનું ભેગું કરેલું ધન બીજા ભેગવે છે અને પિોતે કરેલાં પાપથી દુર્ગતિઓમાં અતિ નિર્ધન અને દુઃખી દશા ભગવતે ભટકે છે. ત્રીજે પ્રકાર અર્થ-કામને અનાદર કરીને ધર્મ કરે, તે આચાર તે સાધુઓનો છે. ગૃહસ્થને નહિ.૨૨ ધર્મને બધા થાય તે રીતે અર્થ – કામની સેવા કરનાર બીજને ખાઈ જનાર ખેડૂતની જેમ દુઃખી થાય છે. અંતે તેના અર્થ – કામ પણ નાશ પામે છે. ધર્મની ઉપેક્ષા કરનાર કઈ પૂર્વપુણ્યોદયે આ ભવમાં દુઃખી ન પણ થાય, તો પણ ભવિષ્યમાં તે દુઃખી થાય જ. મૂળ વિના વૃક્ષ ન ટકે તેમ સુખનું મૂળ ધર્મ હોવાથી તેના અભાવે સુખને નાશ થાય જ. માટે શાણ પુરુષે ધન અને ભેગ માટે ધર્મને ધક્કો મારે એગ્ય નથી. વળી ધનની ઉપેક્ષા કરીને ધર્મ અને ભેગની સેવા કરનારે દેવાદાર બની ધમ–ભેગ બન્નેને ગુમાવે અને ભોગને અનાદર કરી ધર્મ તથા ધનની સેવા કરનારને ગૃહસ્થાશ્રમ જ દુઃખમય બને. અહીં ધનને સંચય નહિ કરતાં બધું ખરચી નાખે તે તાદાત્વિક, દાદા-પિતા વગેરેના વારસાગત ધનને અન્યાયથી ખાઈ જાય તે મૂળહર અને નેકની, કુટુંબની, કે પિતાની પણ પીડાને અવગણીને માત્ર ધનને જ ભેગું કરે તે કદર્ય કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહરને ધનને નાશ થતાં અર્થ– કામ પણ નાશ પામે છે અને કદર્યનું ધન રાજા, ભાગીદારો કે ચાર વગેરેને ભાગ્ય બને છે, એમ ધર્મ-અર્થ-કામની પરસ્પર બાધાથી ત્રણેય દુઃખી થાય છે, તેથી ગૃહસ્થ ત્રણેને પરસ્પર બાધા ન થાય તેમ વર્તવું જોઈએ. છતાં તેમ ન થઈ શકે તે ભેગની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, એથી પરિણામે ભેગની પણ પ્રાપ્તિ થાય. એ પણ શક્ય ન હોય તે અર્થ – કામની ઉપેક્ષા કરીને ધર્મની રક્ષા કરવી, કારણ કે ધર્મથી ધન અને લેગ પણ સધાય છે. કહ્યું છે કે– ભીખ માગતાં પણ ધર્મ સચવાય
૨૨. તેવું કરનાર સાધુતા સ્વીકારવી ગ્ય છે, અન્યથા લેકમાં તેના ધર્મથી અપભ્રાજના અને પરિવારમાં વિરોધ, વગેરે વિવિધ દેજે સંભવિત છે,