________________
માર્ગાનુસારિતાના ગુણ
ર૫, ગુણેમાં પક્ષપાત-સ્વ-પર હિતકર આત્મગુણસાધક સૌજન્ય. ઔદાર્ય, દાક્ષિણ્ય, ધેર્ય, પ્રિયભાષિત્વ, ઔચિત્ય, વગેરે ગુણાનું અને તેવા ગુણીનું બહુમાન, પ્રશંસા, કે સહાય કરવી, વગેરે ગુણોને પક્ષપાત છે. ગુણાના પક્ષપાતી જ અવધ્ય એવા પુણ્ય બીજને સિંચન કરતા આલેક-પરલેકમાં ઉત્તમ ગુણલક્ષ્મીના સ્વામી બને છે.”
ર૬. સદા દુરાગ્રહથી બચવું-અન્યના પરાભવ માટે અન્યાય કરે તે દુરાગ્રહ કહેવાય છે. આ દુરાગ્રહ હલકા મનુષ્યને હોય છે. જેમ હઠથી સામા પુરે તરનાર માછલું થાકવા સિવાયં કંઈ હિત કરતું નથી, તેમ દુરાગ્રહી અન્યાય વગેરે કરીને થાકે છે. હલકે પણ મનુષ્ય અમુક સમય કે કામ પૂરતે દુરાગ્રહ તજી દે તેટલા માત્રથી તે ગુણ નથી, સદાય દુરાગ્રહને તજ જોઈએ.
ર૭. સદા વિશેષજ્ઞ બનવું – પદાર્થનું સારા-નરસા પણું, કાર્યોમાં ક્તવ્ય-અકર્તવ્યતા, સ્વ-પરમાં ગુણ-દોષાદિરૂપ તારતમ્ય, વગેરે તફાવતને વિશેષ કહેવાય છે, દરેક કાર્યમાં આ વિશેષનું નિશ્ચિતજ્ઞાન જરૂરી છે, આવું જ્ઞાન ન હોય તે પુરુષ અને પશુમાં કઈ અંતર નથી, દરેક વ્યવહારે આ વિશેષજ્ઞાનથી જ ચાલે છે, અથવા પિતાના જ જીવનમાં દરરોજ ગુણદોષની ગવેષણ કરવી, હાનિ-વૃદ્ધિને વિચારવી, તે વિશેષજ્ઞતા છે. માટે પિતાના ગુણદોષની વૃદ્ધિહાનિને દરરે જ વિચારવી, કઈ દિવસ પૂરતે આ વિચાર સામાન્ય મનુષ્યને પણ થાય, તેટલા માત્રથી તે ગુણ નથી, આ વિચાર દરરોજ સતત કરે જઈએ.
૨૮. યથાયોગ્ય અતિથિ સાધુ અને દીનની સેવા કરવી–અહીં પર્વ–અપર્વના વિભાગ વિના દરેજ સમ્પ્રવૃત્તિ કરનાર તેને અતિથિ જાણ, સદા ઉત્તમ આચારવાળા હોવાથી, સર્વલોકમાં કેઈ જેને અવર્ણવાદ ન કરે તે સાધુ અને ધર્મ–અર્થ-કામની સાધના માટેની જેની શક્તિ ક્ષીણ થઈ છે તે દીન જાણુ. આ અતિથિ, સાધુ અને દીન પ્રત્યે જેને જે જેટલું
ગ્ય હોય તેને તે તેટલી વસ્ત્ર-પાત્ર અન્ન-પાણી વગેરેથી સેવા કરવી જોઈએ. વિવેક વિના સર્વ પ્રત્યે સમાન વ્યવહાર કરે તે તેની વાસ્તવિક સેવા નથી પણ વ્યવહાર માર્ગને લેપ છે. ઔચિત્યનું ખૂન છે. ઔચિત્ય વિનાને કઈ પણ ગુણ તે દેષ છે. દાનાદિ ધર્મમાં, કે ખાન, પાન, શયન, કમાવું, બોલવું વગેરે સર્વ કાર્યોમાં ઔચિત્ય ન હોય તે તે નિંદારૂપ અને અહિતકર બને છે. ૨૧
૨૦૦ ગુણને પક્ષ એ મોક્ષનું બીજ છે, તેનાથી પુણ્યાનુબંધી પુણ્યને પામી જીવ મેક્ષને અધિકારી બને છે.
૨૧. અંતઃકરણથી સદ્ભાવ સર્વ પ્રત્યે એક સરખા કરણીય છે, પણ વ્યવહારમાં તે સર્વત્ર વિવેકઔચિત્યનું જ પ્રાધાન્ય છે. હીરાને હાર પગે ન બંધાય, કે જરીયાન મોજડી પણ માથે ન પહેરાય, જેમ ડેકટરને સર્વ દર્દીઓ પ્રત્યે હિતબુધ્ધિ સમાન છતાં દવા, પરેજી, કે સારવાર ભિન્ન ભિન્ન રીતે કરાય છે, તેમ સવના જીવત્વ પ્રત્યે સદ્દભાવ સમાન છતાં વ્યવહારમાં વિવેક હોય તે જ હિત થાય. ધર્મના નિશ્ચય અને વ્યવહાર, બે ભદોમાં આ જ ભિન્નતા-વિવેક છે, માટે સર્વની સાથે ઘટિત ઉચિત આચરણ કરવું. '