________________
૧૬
ધમ સંગ્રહ ગુ૦ ભાસાદ્ધાર ગા. ૫-૧૪
* રર. ધર્મશ્રવણ કરવું જે રીતે નીરોગી, બુદ્ધિશાળી, યુવાન પુરુષ તરુણ સ્ત્રી સાથે બેસીને દૈવી સંગીતને આદરથી સાંભળે, તે રીતે આ ગ્રન્થમાં કહેલા ઉત્તરોત્તર હિતકર મિક્ષસાધક એવા ધર્મનું શ્રવણ દરરોજ કરવું જોઈએ, એકાગ્રતાથી ધર્મશ્રવણ કરવાથી ચિત્તને થાક ઉતરે છે. કપાયે-શેક–સંતાપ ટળે છે, સંકટમાં સૂઝ પ્રગટે છે, અને વ્યાકુળ–અસ્થિર બનેલું મન શાન્ત થાય છે. જો કે આ વર્ણન બુદ્ધિના આઠ ગુણમાં કરવાનું છે, છતાં નિત્ય ધર્મશ્રવણથી ઉત્તરોત્તર અનેક ગુણે પ્રગટે છે. એમ શ્રવણનું ફળ જણાવવા આ ગુણને ભિન્ન કર્યો છે.
ર૩. દયા- દુઃખી પ્રાણીઓને જેઈપ્રગટતી કે મળ લાગણી અને શક્તિ પ્રમાણે તેને દુઃખથી બચાવવાની ઇચ્છા, તેને દયા કહી છે. પ્રાણી માત્ર પ્રત્યે દયાળુને સર્વ પ્રવૃત્તિમાં સુંદર જયણાના કારણે દયા મુખ્ય રહે છે, દયા૧૮ ધર્મનું મૂળ છે, તે જેનામાં પ્રગટે તેની જ ક્ષમા વગેરે ધર્મ આરાધના તાત્વિક બને. - ૨૪. બુદ્ધિના આઠ ગુણેનો ગ– “કુછવા છ ઇંચ, ઘri ધાર તથા
iડ રેડિથ વિજ્ઞાન, તરવજ્ઞાન ધtyrT: ૧. સુશ્રષાતત્વશ્રવણની ઈછા, ૨. શ્રવણસાંભળવું, ૩. ગ્રહણું – ઉપગથી સાંભળીને ગ્રહણ કરવું, ૪. ધારણું - ગ્રહણ કરેલું વિસરવું નહિ, ૫. ઊહ-સાંભળેલા તને ક્યાં જે વિષયમાં ઘટિત હોય ત્યાં ઘટાવવું, અથવા પદાર્થનું સામાન્ય જ્ઞાન, ૬. અપહ- સાંભળેલાં વચનથી અથવા યુક્તિથી હિંસાદિ પપિને ત્યાગ કરે, અથવા પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું તે તે નય સાપેક્ષ વિશેષજ્ઞાન, ૭. અર્થવિજ્ઞાન - ઉહાપોહથી થયેલું બ્રમ-સંશય-વિપર્યય વગેરેથી રહિત યથાર્થજ્ઞાન, અને ૮. તવજ્ઞાન - “આ એમ જ છે” એવું નિશ્ચિત-નિર્દોષજ્ઞાન, આ આડે ગુણે ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિ-વિકાસરૂપ છે, આ ગુણવાળ કદાપિ દુઃખી થતો નથી, માટે તેને જ્યાં જે રીતે ઘટે ત્યાં તે તે રીતે ગ કર ૧૯
૧૮. ધર્મ કરવા છતાં જે દયા–જયણા વગેરે કરતા નથી તેની ધર્મકિયા તત્વથી ધર્મને દૂષિત કરે છે, ધમ તે શ્રેષ્ઠ જ છે પણ તેને કર્તા અવિવેકી હોય ત્યારે ધર્મની અપભ્રાજના થાય છે. તાવથી અનધિકારી અગ્ય જ હવશ ધર્મને કરે છે, ત્યારે ધર્મવૃદ્ધિને બદલે ધમને હાશ થાય છે.
૧૯. માનવ જીવનમાં સંસાર સમુદ્રથી તરવા માટે બુદ્ધિ ધર્મ સ્ટીમરના સુકાનરૂપ છે. આવી સંપૂર્ણ બુદ્ધિ મનુષ્યને જ મળે છે માટે તેને મોક્ષ થઈ શકે છે. અહીં કહેલા આઠે ગુણે ધર્મથી સંસ્કારિત થયેલી બુદ્ધિના છે. તેથી વિપરીત અધર્મવાસિત કુબુદ્ધિ ભવભ્રમણનું કારણ હેવાથી તે ત્યાજ્ય છે. જગતમાં ઈંધણાં, અનાજ, ગેળ, સાકર, કે સામાન્ય ધાતુ, ચાંદી, સેનું અને ઝવેરાતની પરીક્ષા માટે ઉત્તરોત્તર વિશિષ્ણ બુદિની આવશ્યક્તા છે. તે અતિગડન ધર્મતત્વની પરીક્ષા માટે મધ્યસ્થ, સૂક્ષ્મ, અને પરિણામિકી બુદ્ધિ જોઈએ જ, તેના અભાવે દૂષિત બુધિને વશ જેઓ ધર્મનું મન કલ્પિત સ્વરૂપ માને-મનાવે છે તેઓ સ્વ-પર બેહી બની સંસારું પરિભ્રમણને વધારે છે.