SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાતુસારિતાના ગુણ પરિણામે તેઓની સેવાને લાભ પણ મળે. એમ વૃદ્ધોની સેવાથી આવા અત્યંતર અનેક લાલે થાય છે. ૧૯. ગહિત પ્રવૃત્તિને ત્યાગ-સામાન્ય લેકમાં કે તેમાં પણ નિંદનીય સુશપાન, માંસાહાર, પરસ્ત્રી–સેવન, ઉપકારીને દ્રોહ, શિકાર, જુગાર, વગેરે અધમ કાર્યોને તજવાં, કાર કે સામાન્ય કુળવાળે છતાં ૧૫સદાચારથી મહત્વને પામે છે અને કુલીન છતાં અધમ આચારવાળાની કઈ મિત થતી નથી. ૨૦. ભરણપોષણ કરવા યોગ્યનું ભરણપોષણ કરવું– માતા-પિતા, સ્ત્રી-પુત્રાદિ પરિવાર, આશ્રિતે, સગાં-સંબંધી, કે નોકર ચાકર, વગેરેનું ચેગ-ફ્રેમ દ્વારા ભરણ-પોષણ કરવું. અહીં જરૂરી સામગ્રી મેળવી આપવી તે યંગ અને તેઓને મળેલી સામગ્રીનું રક્ષણ કરવું તે ક્ષેમ જાણે. તેમાં એ વિશેષ છે કે માતા-પિતા, સતી સ્ત્રી અને સગીર કે વિકી શરીરવાળા પુત્ર-પુત્રી આદિ, તેઓનું ભરણ-પોષણ તે નેકરી–ચાકરી-મજુરી વગેરે હલકી પ્રવૃત્તિ કરીને પણ કરવું. કહ્યું છે કે “હે લક્ષ્મીવંત ગૃહસ્થ ! તારા ઘેર દરિદ્ર મિત્રો, પુત્ર વિનાની વિધવા બહેન, જ્ઞાતિના નિરાધાર વૃદ્ધો અને કુલીન દરિદ્રો, એ ચાર સદા વાસ કરે ! અર્થાત ધનવાને એ ચારને તે પાળવા જ જોઈએ, તે જ તેનું ધન લે, સફળ થાય.' ર૧. દીર્ઘદા થવું- કોઈ પણ કાર્યનું પરિણામ વિચારીને હિતકર કાર્ય કરવું. વગર વિચાર્યું કાર્ય કરનારને મેટી આપત્તિઓ આવે છે. કરાતાજીનીચ કાવ્યમાં કહ્યું છે કે “લાભ-હાનિને વિચાર કર્યા વિના કામ ન કરવું, અવિવેક મહા આપત્તિજનક છે, પરિણામ વિચારીને પ્રવૃત્તિ કરનારને ગુણાનુરાગિણી સર્વ સંપદાએ સ્વયમેવ વરે છે.”૧૭ ૧૪. જેમ સીડીના આલંબનથી ઉંચે ચઢી શકાય, તેમ ગુણવાના આલંબનથી આત્માને ઉત્કર્ષ થાય છે. એ આલંબન સેવાકારો મળે છે, માટે આત્માથી એ જ્ઞાનવૃદ્ધ સદાચારી એવા ઉત્તમ પુરુષોની સેવા કરવી હિતકર છે. ૧૫. અહીં “અધમ આચારવાળાના કુળની મહત્તા નથી” એમ કહ્યું, તેમાં આચારનું મહત્વ જણાવ્યું છે. આચાર સારા હોય તે કુળ શોભે છે. અન્યથા ઉત્તમકુળ પણ કલકિત થાય છે, એમ સમજવાનું છે. એનો અર્થ એ નથી કે સદાચારી અધમકુળને હોય તો પણ તેને વ્યવહારમાં મોટા ગણવે ! વસ્તુત : ઉત્તમ કળથી સદાચાર સુલભ અને સુરક્ષિત બને છે અને સદાચારથી કળ શોભે છે. એમ બને પરસ્પર હિતકર બને છે. માટે કુલીન પુરુષે પણ નિંદનીય પ્રવૃત્તિને તજવી જોઈએ. ૧૬. નિરાધાર પશુ-પક્ષી આદિ અને આંધળાહેરા-બેબડા વગેરે મનુષ્યોને પાળવા એ પણ ધનિકનું કર્તવ્ય-ધર્મ છે. જે આ રીતે ભર્તવ્યનું ભરણ-પોષણ કરે છે, તેની દેવ-ગુરુ-ધર્મની ભક્તિ વગેરે ધર્મકાર્યો શોભે છે. જે આશ્રિતની ઉપેક્ષા કરીને ધર્મમાર્ગે ધન ખર્ચે છે, તેને ધર્મ શોભતું નથી અને આત્મહિત પણ થતું નથી. ૧૭. મનુષ્યને મળેલી બુદ્ધિનું પણ ફળ એ જ છે, પરિણામ વિચાર્યા વિના પ્રવૃત્તિ કરનાર મનુષ્ય અને પશમાં કેઈ નેદ નથી. અવિવેકીની બુદ્ધિ પણ પરિણામે નષ્ટ થાય છે, અને અન્ય ભવમાં તે માઠી ગતિને પામે છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy