SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ધસંગ્રહ સક્ષિપ્ત સાર પ્રસંગે જમવું નહિ, આ અજીણુના ચાર પ્રકારો છે, જેમાં મળ સડેલાં–મરેલાં માછલાંની ગંધ જેવા દુ``ધી થાય તે ૧-આમ અજીણુ, અપાન વાયુ દુગંધી થાય તે ૨-વિદગ્ધઅજીણુ, મળ કાચા છૂટક છૂટક ઉતરે, અવયવા તૂટે-ભાગે, તે ૩-વિષ્ટ ધઅજીણુ અને આળસ–પ્રમાદ વધે તે ૪-રસશેષઅજીણુ જાવું. આ લક્ષણા ઉપરાંત જનની અરુચિ, ખાટા કે દુર્ગંધી એડકાર, વગેરે પણ અજીર્ણુનાં લક્ષણા છે. અજીણુ વધવાથી મૂર્છા, ખકવાટ, ઉલટી, અતિશ્– લાળ પડવી. તથા થાક, ચકરી, અને મચ્છુ પણ સંભવિત છે.૧૨ ૧૪ ૧૭. ચાગ્ય કાળે પથ્ય ભાજન – રસની લેાલુપતા તજીને ક્ષુધા જાગે ત્યારે ચાગ્ય કાળે શરીર સ્વાસ્થ્યને અનુકૂળ પથ્ય પરિમિત ભાજન કરવું. કારણ કે ક્ષુધા લાગવા છતાં ભજન ન કરવાથી જઠર મંદ પડતાં અરુચિ વધે, શરીર અશક્ત બને, માટે ક્ષુધા લાગે ત્યારેજ પથ્ય પણ પરિમિત જમવું. ભૂખ મરી ગયા પછી એક સાથે ભાજન લેવાથી પાચન ન થાય, તથા ભૂખ વિનાનુ અમૃત ભાજન પણ ઝેર અને. ભૂખ લાગે ત્યારે પણ સાત્મ્ય એટલે પ્રકૃતિને અનુકૂળ આહાર-પાણી વાપરવાં. અહીં કોઈ કહે કે જન્મથી ઝેર વાપરનારને ઝેર પણુ અનુકૂળ અને તે તે લેવામાં શું વાંધા ? ત્યાં સમજવું કે શરીરને અનુકૂળ છતાં આત્માને અહિત કરે તેવું ન લેવુ', કિન્તુ ભક્ષ્ય અને પથ્ય લેવું. ઝેર પ્રાણઘાતક છે, શરીરમાં કૃમિ વગેરેના નાશ કરે છે, માંસ મહાહિંસાથી અને છે અને કંદ-મૂળ વગેરે અભક્ષ્ય પદાર્થોં બુદ્ધિમાં કરતા વગેરે દાષા પ્રગટ કરીને મનુષ્યને મહાપાપી બનાવી દે છે. માટે પચે તેવા પણ ભક્ષ્ય, પરિમિત અને હિતકર આહાર લેવા.૧૩ કહ્યું છે કે “જે થાડું ખાય છે તે ઘણુ ખાય છે” મિતભાષી, મિતભેાજી, વગેરે ઉત્તમ પુરુષનાં લક્ષણા છે. અભક્ષ્ય, રાત્રીભે!જન, વગેરે મહાપાપ છે, એ વર્ણન પાછળ વ્રતાધિકારમાં સાતમા વ્રતમાં જણાવાશે. - ૧૮. વ્રતધારી જ્ઞાનીઓની પૂજા દુરાચારના ત્યાગ અને સદાચારના પાલનરૂપ ત્રત-નિયમાના પાલક, તથા હૈયઉપાદેપ વસ્તુના વિવેક કરનારા, એવા ગુણેાથી જે માટા હોય તેવા જ્ઞાનવૃદ્ધ વ્રતધારી પુરુષોનું સન્માન, સત્કાર અને પ્રણામ કરવા, આસન આપવું, શરીર સેવા કરવી, આહાર-વસ્ત્ર-પાત્રાદિ ઉચિત વસ્તુઓ આપવી, વળાવવા જવું, વગેરે વિનયરૂપ સેવા કરવી. આવી સેવા કરવાથી કલ્પવૃક્ષની જેમ તે સદુપદેશાદિ માટાં ફળેા આપે છે. વળી તેમના સ`પર્કથી બીજા પણ વિશિષ્ટ ધર્માત્મા એનાં દર્શન–વંદન–મેળાપ વગેરે થાય અને ૧૨. અણુ છતાં ભોજન ન છેડી શકે તે અતિક્ષુધાળુ ત્યાગ—તપ-વૈરાગ્યરૂપ ધર્મને આરાધવા અસમર્થ જાણુવે. ૧૩ તત્ત્વથી ભેજન માટે જીવન નથી પશુ ધ્વન માટે ભેજન છે, માનવ વન ધર્મ સાધના માટે છે, માટે જીવન પવિત્ર અને શરીર નિરોગી બને તેવા આહાર ધર્મવૃદ્ધિ માટે લેવા.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy