________________
માગનુસારના ૩૫ ગુણ
૪૩
જોઈએ. જેઓ ધનિક છતાં કૃપણતાથી તુચ્છ વેષ રાખે છે તેઓ નિંદાપાત્ર અને ધર્મ માટે પણ અગ્ય બને છે. સારે (ઉચિત) વેષ મંગળરૂપ હેવાથી તે વેષ ધારણ કરનાર મંગળભૂત બને છે, આકર્ષિત થઈને લક્ષમી પણ તેને ત્યાં આવે છે. કહ્યું છે કે લક્ષમી મંગળથી આવે છે, બુદ્ધિથી વધે છે અનૈ કૌશલ્યથી સ્થિર-વશ થાય છે. ઈન્દ્રિયજય વગેરે સંયમ કરનારની લક્ષ્મી શોભે છે, પ્રશંસા પામે છે. માટે ઉચિત-વેધળો સર્વત્ર પ્રીતિપાત્ર તથા ધર્મને યેગ્ય બને છે.
૧૩, માતા-પિતાની પૂજા – માતા-પિતાને ત્રિકાળ પ્રણામ કરે, ધર્મ કાર્યોમાં સહાય-સગવડ આપવી, તેઓની આજ્ઞા પાળવી, વસ્ત્ર-ભેજન વગેરે ઉત્તમ ભેગ પદાર્થો પ્રથમ તેમને આપવા, તેઓના જમ્યા પછી જમવું, સૂતા પછી સુવું, વગેરે સેવા-ભક્તિ પૂર્વક તેઓએ સ્વીકારેલાં વ્રત-નિયમાદિને બાધા ન થાય તે રીતે વ્યાપાર-વ્યવહારાદિ કરે, તે તેઓની પૂજારૂપ છે. તેમાં પણ માતા અધિક પૂજ્ય છે, મનુસ્મૃતિમાં તે કહ્યું છે કે-દશ વિદ્યાગુરુ તુલ્ય એક ધર્માચાર્ય, સે ધર્માચાર્ય તુલ્ય પિતા અને સહસ્ત્રપિતા તુલ્ય માતા ગૌરવનું પાત્ર છે. એથી માતાનું નામ પ્રથમ રહે છે. ૧૦
૧૪. સદાચારીઓને સંગ–પોપકારી, સદાચારી, સજજને સંગ રાચારથી બચાવી સદાચારી બનાવે છે અને પૂર્વ, જુગારી, ભાટ, ભાંડ, નટ, વગેરેના સંગથી હોય તે પણ શીલ-સદાચાર નષ્ટ થાય છે, તત્ત્વથી આત્મા એકલે છે, સંગને વિયેગ થાય જ છે, માટે સંગ કરવા યોગ્ય નથી, છતાં નિઃસંગ બનવા માટે પુરુષ ને સંગ હિતકર છે, સંતોને સંગ બંધનથી છોડાવે છે, માટે સદાચારીઓને સંગ' કરણીય છે.
૧૫. કૃતજ્ઞતા-ઉપકારીઓના ઉપકારને વિસરવા કે છુપાવવા નહિ તે કૃતજ્ઞતા છે. સજજન સદા ઉપકારીઓના ઋણની મુક્તિ માટે ચિંતાતુર રહે છે. શ્રીફળ બાલ્યકાળમાં પાણી પાનારને પ્રાણના ભેગે પણ મધુર જળ ભેટ કરે છે, એ તેના કૃતજ્ઞતા ગુણથી પફળોમાં તે મંગળભૂત ગણાય છે, તે સજજન ઉપકારને કેમ ભૂલે? કૃતજ્ઞ પુરુષ શ્રીફળની જેમ મંગળરૂપ ' બની સ્વ-પર કલ્યાણને સાધે છે.
૧૬. અજીમાં ભેજનને ત્યાગ-સર્વ રોગનું મૂળ અજીર્ણ છે, માટે અજીર્ણ
૧૦. ગર્ભમાં અને જન્મ પછી પણ વિવિધ રીતે ઉપકારી માતા-પિતાની સેવા નહિ કરનાર બીજાઓની સેવા કરે છે પણ તે તત્વથી સેવા નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કૃતન દેવ-ગુર્વાદિ પરાણ ઉપકારીની સેવા કયા હેતુથી કરે ? એ વિચારતાં જ તેનું અજ્ઞાન વગેરે જણાશે. માતા-પિતાની સેવા કરનાર સમાજ, દેશ કે દેવ-ગુરુ-સાધર્મિક વગેરેની સાચી સેવા કરી શકે છે.
૧૧. ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનાજી-શ્રીમદ્દ દેવચંદ્રજી.