________________
ધર્મસંગ્રહ ગુ૦ ભાવ સાદ્ધાર ગાથા ૬૮
પ્રતિમા ઘરમંદિરમાં પૂજાય, તેથી અધિક મેટી સંઘના મંદિરમાં પૂજવી, એમ ઔરાએ કહ્યું છે. શ્રી નિરયાવલી સૂત્રના વચન પ્રમાણે તે ચૂના વગેરે લેપની, કોઈ જાતના. પાવાની, હાથી દાંતની, ચંદનાદિ કાષ્ટની, કે લેહની પ્રતિમા તથા પરિકર વિનાની કે પ્રમાણ રહિત પ્રતિમાને પણ ઘરમંદિરમાં પૂજવી નહિ. વળી ઘરમંદિરમાં પ્રતિમા સન્મુખ બેલી પૂજા કરવી નહિ, પણ હંમેશા ભાવથી સ્નાત્ર અને ત્રિકાલ પૂજન કરવું.
મુખ્યવૃત્તિએ સર્વ જિનપ્રતિમાઓ પરિકર યુક્ત અને તિલક-આભરણ-વસ્ત્રાદિયુક્ત (કચ્છ-કંદર-કંડલ-બાજુબંધ-કંકણ તથા તિલકના આકારવાળી) કરાવવી, તેમાં પણ મૂળનાયક તે અવશ્ય પરિકર-આમરણાદિ સહિત બનાવવા. કારણ કે પ્રતિમા સવિશેષ શેભાયુક્ત બને તેથી વિશિષ્ટ પુય ઉપજે છે. કહ્યું છે કે- લક્ષણેથી યુક્ત અને સમસ્ત અલંકારવાળી આલ્હાદક પ્રતિમાનાં દર્શનથી જેમ જેમ મન પ્રસન્ન થાય તેમ તેમ અધિક નિર્જરા થાય છે. એમ જિનબિમ્બને વિધિ કહ્યો.
૩. પ્રતિષ્ઠા કરાવવી = વિધિપૂર્વક તૈયાર કરાવેલા જિનબિંબને દશ દિવસમાં (શીઘ) પ્રતિષ્ઠિત કરવું જોઈએ. તેમાં- (૧) વ્યક્તિ પ્રતિષ્ઠા = કેઈ એક જ પ્રભુની પ્રતિમા કરાવવી તે. (૨) ક્ષેત્રે પ્રતિષ્ઠા = એક જ પાષાણાદિમાં ચોવીશ પ્રતિમાને પટ કરાવે તે, અને (૩) મહા પ્રતિષ્ઠાત્ર એક સાથે એક સીત્તેર પ્રતિમા એક પટમાં કરાવવી તે મહાપ્રતિષ્ઠા જાણવી. તેને વિધિ જણાવ્યું છે કે
પ્રતિષ્ઠા પૂર્વે તેમાં જરૂરી સર્વ ઉપકરણાદિ સામગ્રી મેળવવી. તથા અન્યાન્ય ગામોના સંઘને તથા ત્યાં વિચરતા ગુરુભગવંતેને આમંત્રણ આપી મેટા આડંબરથી નગર–પ્રવેશ કરાવવું અને તેઓને વિવિધ વસ્ત્રાદિથી પહેરામણી કરવી, ઉત્તમ ભોજન જમાડવાં, વગેરે સત્કાર કરે. કેદીઓને છોડાવી દેવા, સર્વત્ર અમારી (અહિંસા) પ્રવર્તાવવી, સર્વ લોકોને પણ જમાડવા માટે સતત દાનશાળાઓ ચાલુ રાખવી, કેઈને નિષેધ ન કરતાં રંક, યાચક, વગેરે સર્વે પ્રસન્ન થાય તે રીતે ભેજન વ્યવસ્થા કરવી. કારીગરોને સત્કાર કરી સંતેષવા અને સંગીત, નાટક-વાજિંત્રો વગેરેની જનાથી મહામહત્સવ કરે. તથા પ્રતિમાને અઢાર અભિષેક કરવા વગેરે પ્રતિષ્ઠાકલ્પ વગેરે ગ્રન્થોને અનુસાર સર્વ વિધિ કર.
પ્રતિષ્ઠા પચાશકમાં કહ્યું છે કે- ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ તથા રવિ આદિ ઉત્તમ ગબળ હોય અને મનવચન-કાયારૂપ યોગે પણ પ્રશસ્ત હોય ત્યારે જિનબિમ્બને મંદિરમાં પ્રવેશ કરાવી ઉત્તમ આસને પધરાવવું.
પ્રતિષ્ઠા કરતી વેળા પણ ઉત્તમ મુહૂર્ત-લગ્નમાં. પ્રશસ્ત મનવચન કાયાના વેગપૂર્વક, મંદિરથી સર્વ દિશામાં એક હાથ પ્રમાણ ભૂમિશુદ્ધિ કરવી, મંદિરને સુગંધી ચૂર્ણ પુષ્પ તથા