SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કર્તવ્યો ૨૫ શ્રય મેરેથી સુવાસિત કરવું. પછી ઈન્દ્રાદિ દશ દિગપાલેની અને સોમ-મ-વર-કુબેર એ બાર દિગપાલની સમવસરણના ક્રમથી પૂજા કરવી. કેટલાક આથોના મતે તે સર્વ દેવની પૂજા કરવી. પછી શુભમુહૂર્ત, ગીત-વાજિંત્ર વગેરે મંગળ પૂર્વક અથવા ચંદન વગેરેથી મંગળ કરવા પૂર્વક, શ્રી પ્રતિમાજીને જયાં પ્રતિષ્ઠા કરવાની હોય ત્યાં પધરાવી પ્રતિષ્ઠા કલ્પમાં જણાવ્યા પ્રમાણે સુગંધી ચૂર્ણ-વાસ વગેરેથી મિશ્રિત પવિત્ર જાવડે તથા લાલ માટી વગેરેથી પ્રતિમાને અધિવાસના (પ્રતિષ્ઠા એગ્ય શુદ્ધિ) કરવી. પ્રતિમાની ચારે બાજુ દિશામાં જળપુર્ણ કળશે સ્થાપવા, તે દરેકમાં રતન સુવર્ણ કે રૂપાનાણું મૂકવું, દરેકના કંઠે હાથે કાંતેલા સુતરના અર તારવાળું છવાસુતર બાંધવું. વિવિધ પુષ્પોથી પુજવા તથા કઠે પુષ્પમાળા પહેરાવવી. પછી ત્યાં ઘી-ગળથી પુર્ણ મંગળદીપક કરવા અને ઉત્તમ શેરડી-સાકર વગેરે મૂકવાં. વળી શરાવ વગેરેમાં ઉગાડેલા જવાંકુરા મૂકવા, ચંદન, શ્રીખંડ, વગેરેના વર્ગો તથા સ્વસ્તિક, નંદાવર્ત કરવા – એમ સવિશેષ સુંદર સુશોભિત કરવું. - પછી પહેલા અધિવાસનાના દિવસે અદિધ અને વૃદ્ધિ નામની ઔષધિઓથી યુક્ત કંકણ દેરા (મંગળસૂત્ર) પ્રતિમાના હાથે બાંધવા અને કેસર-બસ મિશ્રિત ચંદનથી સમગ્ર શરીરે વિલેપન કરવું. પછી વસ્ત્રાલંકારથી ભૂષિત ઓછામાં ઓછી ચા૨ સધવા સ્ત્રીઓ દ્વારા અવમાન (પુખણું) કરાવવું. અધિવાસના સમયે શ્રેષ્ઠચંદન, અગરુ, કપૂર, પુષ, વગેરેથી પ્રતિમાની શ્રેષ્ઠ પૂજા કરવી. તથા વીહી–મોદ-ચોખા વગેરે ઔષધિઓથી, શ્રીફળ-દાડિમ વગેરે ફળોથી અને વસ્ત્ર, મોતી, રત્ન વગેરેથી પુજવી (સત્કાર કરવો). ઉપરાંત પણ નેવેધ, ગધે, પુપ, ચૂર્ણ, વગેરેથી પુજવી અને વિવિધ રચનાઓ વગેરે પ્રત્યેક કાર્યો હૈયામાં ઉભરાતી ભરપુર ભક્તિ ભાવથી કરવાં. પછી પ્રતિમા સન્મુખ દેવવંદન કરવું, તેમાં ઉત્તરોત્તર વધતા અક્ષર-સ્વરભળી (વર્ધમાન) સ્તુતિઓ બેલવી. શાસનદેવીની આરાધના માટે ઉપગપૂર્વક કાઉસગ્ગ કરે, તેમાં સાગરવર ગંભીર સુધી લેગસ્સ ચિંતવ, પારીને પ્રગટ લેગસ્સ કહે, પછી ઈષ્ટ ગુરુ વગેરેનું સ્મરણ કરવું. પછી જિનપ્રતિમાની અથવા પ્રતિષ્ઠાકારકની પુજા કરવી. એમ સઘળો વિધિ કરીને પ્રતિષ્ઠાના નક્કી કરેલા લગ્નનવમાંશ સમયે પરમેષ્ટિમહામંત્રના સ્મરણપૂર્વક પ્રતિમાની પ્રતિષ્ઠા ( પલ) કરવી. એમ પ્રતિષ્ઠા કર્યા પછી પુનઃ પૂજા કરી ત્યવંદન કરવું અને ઉપસર્ગનિવારણાર્થે કાઉસગ્ગ કરે. બીજા કહે છે કે પ્રતિષ્ઠા દેવીને કાઉસ્સગ્ન કરે. પછી ભાવથી સ્થિરતા કરવી એટલે પ્રતિષ્ઠાને સ્થિર કરનારાં આશીર્વચને બેલવાં. જેમકે “ગ્ર રાજકના પ્રાન્ત સિદ્ધોની પ્રતિષ્ઠા શાશ્વતી છે, તેમ થાવરચંદ્રદિવાકરી આ પ્રતિષ્ઠા સ્થિર રહો” એ જ રીતે
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy