________________
ધ
૨૯૨
સ'ગ્રહ ૩૦ ભા૦ સારાદ્વાર ગાથા-૬
અને એ પવિત્ર પુણ્યના પ્રભાવે પાતાના આશયની વૃદ્ધિ કરવી, કે જે પરિણામ મુકિત પ્રાપક અને.
(૫) જીવ જયણા= (શાક્ત છ દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય હોય તા જીવદ્રવ્ય છે. ભલે તે એકેન્દ્રિયાદિ નિકૃષ્ટ પર્યાયમાં હોય, પણ સત્તાથી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે. જીવના કારણે જ જગતમાં જડની કિંમત છે, જીવ જેવું તત્ત્વ ન હોય તેા જડની કોઈ કિંમત નથી, એ જીવની જયણા કરવી તે જ તત્ત્વથી ધર્મ છે. મંદિર ખાંધવામાં પણ જીવાના કલ્યાણુનું લક્ષ્ય જ તત્વથી ધર્મ છે, માટે મન્દિર ખાંધવાની ક્રિયામાં પણ જીવજયણા પૂર્ણ કરવી જોઈએ. જયાં જયણા નથી ત્યાં ધર્મ નથી, માટે) મંદિર ખાંધવામાં ઈંટો, લાકડુ, પત્થર, વગેરે અચિત્ત મેળવવા. પાણી પણ ગાળીને વાપરવુ, કારીગરો પાસે હાજર રહીને જચણા પળાવવી, પાતાની ગેરહાજરી હોય તા મજૂરો, કારીગરો અજયણા કરે, પોતે હાજર રહેવાથી જે અન્ય સાવધ પ્રવૃત્તિની નિવૃત્તિ થાય, તે પણ જયણા છે. એ રીતે જયણા માટે પૂર્ણ કાળજી કરવી. અહીં સુધી પાંચ દ્વારાથી નુતન જિનમ ંદિર બનાવવાના વિધિ કહ્યો.
જીર્ણાધારના વિધિ નુતન મંદિર ખનાવવા કરતાં જીણુ મંદિરના ઉદ્ધાર કરવાથી આઠગુણુ' ફળ મળે છે. નુતન મંદિરમાં હિંસા વગેરે થાય તેટલી જીર્ણોદ્ધારમાં ન થાય. અને આ મંદિર મે' કરાવ્યુ` છે' એવી કીર્તિની બુદ્ધિ પણ ન થાય. માટે છીદ્ધારનુ ફળ ઘણું છે. જિનકલ્પી મુનિ કે જેણે સઘની-સમુદૃાયની વગેરે સ જવાબદારી છેાડી છે, તેની પણ જીર્ણોદ્ધાર અંગે ફરજ છે કે- કેાઈ ચિંતા કરનાર ન હોય તેા જિનપી મુનિ પણ – રાજા, અમાત્ય, નગરશેઠ કે સુખી ગૃહસ્થને ઉપદેશ કરીને પ્રાચીન મંદિરને સમાવે. જે આત્મા ભાંગ્યા તૂટ્યા મદિરાના ભક્તિપૂર્વક ઉદ્ધાર કરે છે, તે તત્ત્વથી ભયંકર ભવસમુદ્રમાંથી પાતાના ઉદ્ધાર કરે છે, માટે નુતન મદિર બંધાવતાં પહેલાં જીર્ણોદ્ધાર કરાવવા ઉચિત છે. આ કારણે શ્રીસ'પ્રતિમહારાજાએ જીર્ણોદ્ધાર નેવ્યાશી હજાર અને નુતન મંદિર છત્રીસ હજાર કરાવ્યાં હતાં. એમ પરમાર્હત્ કુમારપાળ, મંત્રીશ્વર વસ્તુપાલ, વગેરેએ પણ નુતન મંદિરો કરતાં જીર્ણોદ્ધાર અધિક કરાવ્યા હતા.
વળી મ`દિર બનાવનારે કુંડીઓ, કળશા, દીવા, આરસીયા, વગેરે સ ઉપયાગી સામગ્રી મૂકવી, શક્તિ પ્રમાણે ધનભડાર ભરવા, મંદિરના નિભાવ માટે વ્યાપારમાં મન્દિરના ભાગ – લાગા ચાલુ કરવા. અને પુષ્પા માટે વાડી-બગીચા બનાવરાવવા. તેમાં પણ રાજા કે ધનપતિ મંદિર બનાવે, તેણે તા ભંડારમાં ઘણું ધન આપવું અને ભવિષ્યના નિર્વાહ માટે અમુક શહેર, ગામા કે ગોકુળા વગેરે ભેટ આપવાં, જેથી જિનભક્તિ અવિચ્છિન્ન ચાલુ રહે.
૨. જિનબિસ્મ= જિનમંદિર તૈયાર થતાં તેમાં શીઘ્ર જિનબિમ્બની પ્રતિષ્ઠા કરવી જોઈએ, કારણ કે જિનબિંબના અધિષ્ઠાનવાળું જિનમ`દિર શૈાભાથી દિનદિન વૃદ્ધિ પામે છે.