________________
પ્ર. ૪ શ્રાવકનાં જન્મ કર્તવ્ય.
૨૯૧
કરકે યાંથી લાવતાં તેને દ્વેષ થવાને સંભવ રહે વાળી લતાં વધુ ધાર ઉપડાવવાથી મનુષ્ય કે પશુઓને દુઃખી ન કર્યો હોય, અને ઝાડે વગેરે સ્વયં કપાવ્યાં ન હોય, કે ઈટ વગેરે સ્વયં પકાવરાવ્યું ન હોય, જે વાંકું, જુનું કે ગાંઠો વગેરે દેલવાળું ન હોય, તે તે વસ્તુ તેના માલિકને વ્યાજબી મૂલ્ય આપીને વિધિથી લાવ્યા હોય, તે દ્રવ્યથી શુદ્ધ જાણવી.
ભાવથી શુદ્ધ તે જાણવી કે- તે તે વસ્તુ કે ભૂમિને પણ ખરીદવાનું વિચાર, મંત્રણ કે વાત કરતાં, તથા લેવા જતાં, આવતાં, કે ખરીદ કરતાં, શુકને ઉત્તમ થાય, તે તે ભાવશુદ્ધ સમજવી. તેમાં ભંભા -ભેરી વીણા – વાંસળી, શંખ-પડેહ-મૃદંગ-ઝાલરકાંસીજડા, મૃદંગ, મર્દલ, કલંબ, એ વાજિંત્રોને નંદી કહેવાય છે. તેવા કોઈ મંગળ વાજિંત્રને કે ઘંટા વગેરેને શબ્દ સંભળાય, ભરેલે કળશ, કે જળપાત્ર, અથવા વસ્ત્રાદિથી ભૂષિત, સુંદર આકૃતિળા પુરૂષ વગેરે સામે મળે-કે દેખવામાં આવે, મન-વચન-કાયાની પ્રવૃત્તિ શુભ હોય, અથવા વાર, તિથિ, નક્ષત્ર, કરણ, ચંદ્રબળ તથા યેગ વગેરે તે સમયે શુભ હોય, અથવા કોઈ શુભ સંબંધ થાય, તે પ્રત્યેક શુભ શુકને કહ્યાં છે. તે શુકન વગેરે સારા થાય તે તે મેળવેલી વસ્તુ ભાવશુદ્ધ જાણવી. તેમાં પણ મનને ઉત્સાહ એ પ્રધાન મંગળ છે કારણ કે બાહ્ય શુકને પણ મનને ઉત્સાહ હોય તેવું ફળ આપે છે.
(૩) કારીગરો સાથે રજુ વ્યવહાર મંદિર બનાવનાર સુથાર, સલાટ, મજૂરે, વગેરે સર્વને નકકી કરેલી મજૂરીથી પણ અધિક ધન આપવું, કારણ કે તેથી પ્રસન્ન થઈ તેઓ પિતાનું સમજી અધિક કામ કરે, તે પ્રત્યક્ષ ફળ અને કઈ જીવ જૈન ધર્મની પ્રશંસા કરતાં બધીબીજને પણ પામી જાય તે પક્ષ ફળ છે. પ્રથમથી જ ઉત્તમ પ્રકૃતિવાળા કારીગરોને રાખવા, કે જે લેકમાં ઉત્તમ હોય અને તેઓને “મે પણ આ ધર્મકામમાં અમને સહાયક છે” વગેરે સન્માનયુકત વચનેથી ઉત્સાહી બનાવવા તથા ધર્મકાર્યમાં મિત્ર તુલ્ય માનીને તેઓને કોઈ વિષયમાં ઠગવા નહિ, કારણ કે- ધર્મ નિકપટ ભાવરૂપ શુદ્ધ આશયથી થાય છે.'
(૪) સ્વઆશય શુધિ= શ્રી જિનેશ્વર દે ત્રણલકના ગુર, ત્રણલકને પૂજ્ય, સામાન્ય કેવળીઓના પણ સ્વામી, ભવ્યજીને સંસારથી પાર ઉતારવામાં સમર્થ, સર્વજ્ઞ, સર્વદર્શી, વગેરે ગુણના ભંડાર છે. તેઓની પ્રતિમા પધરાવવા માટે મંદિર બંધાવનારને નિયમા પિતાના આશયની શુદ્ધિ, વૃદ્ધિ હોય છે. વળી તે વિચારે કે હું મંદિરમાં પ્રતિષ્ઠા કરી તે પ્રભુ પ્રતિમાનાં દર્શન-વંદન-પૂજન માટે શુભકર્મવળી, પુણવંત, રાનાદિ ગુણના નિધિ એવા ગુરુભગવંતે પધારશે, તેઓનાં દર્શન કરી હું કૃતાર્થ થઈવળી વીતરાગતામય, પ્રશમરસ ઝરતી જિનપ્રતિમાનાં દર્શન કરીને બીજા પણ ભવ્ય જીવે ધીબીજને પામશે અને ઉત્તરોત્તર શ્રી જિનધર્મની આરાધના કરશે, વગેરે વિવિધ મહાન હાનું કારણ હેવાથી આ મંદિરમાં જે દ્રવ્યવ્યય થશે તે મને આ પકારક બનશે, વગેરે ભાવથી પુણ્યની વૃદ્ધિ