________________
૨૩૮
ધ સંગ્રહ ૩૦ ભા॰ સારાદ્વાર ગા. ૬૮
તે ભીંતાના ભાગ, ખુરશી ઈત્યાદિમાં ગરમીના દિવસમાં લાગેલા પરસેવા ક્ષારના કારણે ચામાસાની હવામાં પાણીરૂપ અને અને તેમાં સમૂચ્છિમ મનુષ્યા ઉપજે, માટે ચામાસાની હવા પહેલાં જ તેને સાફ કરવાં જોઈએ.
એ રીતે ઘરના આંગણા વગેરેમાં નાખેલ કચરા, શ્લેષ્મ, થૂક, કફના અળખાં વગેરે સુઈ ગયા હોય તા પણ વર્ષાઋતુની હવાથી તેમાં જીવાત્પત્તિ થાય. બાળવાનાં, ઇંધણાં, કોલસા, વગેરેમાં પણુ કુંથુઆ – ઈયળા – ઘૃણુ– કીડા, વગેરે થાય. વસ્ત્ર ધાએલું, મેલવાળું જળ પણ જ્યાં જ્યાં નાખે ત્યાં જીવે ઉપજે, (તેમાં ઉડતા જીવા પણ પડે) વગેરે વિવિધ રીતે થતી જીવાત્પત્તિનું જ્ઞાન મેળવી, જીવાત્પત્તિને અટકાવવી એ સાચી જયણા છે. ધાર્મિક ઉપકરણામાં પણ ડાંડા, દ'ડાસન, ચરવળીની ડાંડીઓ, સાંપડા – ઠવણી વગેરેમાં જે ભાગથી તેને પકડીએ ત્યાં પરસેવા લાગે અને ત્યાં જીવાત્પત્તિ થાય માટે આર્કો પહેલાં જ એ સર્વાં વસ્તુઓ સાફ કરવી જોઇએ.
જયણા એ ધર્મની માતા છે, માટે સાધુ અને શ્રાવકે જયણા પાળવી જોઈએ. વિરાધના ન થાય તેા પણ જયણા નહિ કરનારને વિરાધક કહ્યો છે. યોગશાસ્ત્રમાં કહ્યુ` છે કે- માક્ષને ઈચ્છતા શ્રાવક ત્રસની હિંસા તેા ન કરે, પણ અહિંસા ધર્મના જાણુ સ્થાવર જીવાની પણ નિરક હિંસા ન કરે.
બીજા વ્રતની રક્ષા માટે આળ – અભ્યાખ્યાન, ચાડી, કઠોર ભાષણ, વગેરે અસત્યાના ત્યાગ કરવા.
ત્રીજા વ્રતમાં– ખાટાં તાલ-માપથી લેવડ-દેવડ વગેરે નહિ કરવું.
ચોથા વ્રતમાં– બ્રહ્મચર્ય પાળવું, સર્વથા ન પળાય તા પતિથિઓમાં અવશ્ય પાળવું. સામાન્ય દિવસેામાં પણ દિવસે સંપૂર્ણ પાળવું અને રાત્રીએ પરિમાણુ કરવું.
પાંચમા વ્રતમાં ઈચ્છાનું પરિમાણુ અને તેટલું ઘટાડવું.
છઠ્ઠા વ્રતમાં – ઉત્સગથી કાઈ દિશામાં કયાંય જવું નહિ, અનિવાર્ય હોય તેા તે દિશામાં તેટલી છૂટ રાખી શેષ દિશાઓમાં ગમન કરવુ નહિ.
સાતમામાં- શકય હોય તે રીતે સ્નાન, માથું 'વું, દાતણ, પગરખાં વગેરેના ત્યાગ કરવા, ઉપરાંત ખેતર ખેડવાં, માટી-ખાણ ખેાદવી, વસ્ત્રાદિ રંગવાં, વાહન ચલાવવાં વગેરે પાપે બંધ કરવાં. રાયણ–આંખા-કેરીમાં જીવાત્પત્તિના સભવ હોવાથી આર્કો-નક્ષત્ર પછી તેના ત્યાગ કરવા, રાંધેલા વાસી આહાર, કાચા ગેારસ સાથે કઠોળ, પુરીઓ, પાપડ, વડાં વગેરે અને વનસ્પતિની સૂકવણી, તાંદળજા વગેરેની ભાજી, નાગરવેલનાં પાન, કોપરાના ગાળા કે કાચલાં, ખારેક, ખજૂર, દ્રાક્ષ, કાચી ખાંડ અને સૂડ વગેરે, એ સમાં વિવિધ ત્રસસ્થાવર જીવાની