________________
પ્ર૦ ૪. શ્રાવકનાં ચામાસી જ્યેા.
એ રીતે પદિવસામાં આાધના કરવી. હવે ચામાસી નૃત્યો કહે છે
→
શ્રાવકનાં ચામાસી કે વ્યા
૨૭૭
શ્રાવક સવિરતિને સ્વીકારી ન શકે ત્યાં સુધી દેશવિરતિના અભ્યાસ માટે અને તેટલાં આરંભ સમારંભ એછા કરે, જેમ ઘરખર્ચમાં કરકસર એ માટી કમાણી છે, તેમ આર્ભામાં પણ જરૂરીઆત ઘટાડીને ઓછા પાપથી જીવવુ' એ કમાણી છે, માટે વ્રતધારી શ્રાવકે પ્રત્યેક ચા માસીમાં ત્રતામાં પૂર્વે રાખેલી છૂટના સક્ષેપ કરવા અને વ્રત ન લીધાં હોય તેણે પણ વિવિધ નિયમા – અભિગ્રહા સ્વીકારવા, એમ કરવાથી નિરર્થક અવિરતિજન્ય પાપં બધાતુ અટકે છે.
તેમાં અષાઢ ચામાસીમાં (પૂર્વ) સમ્યક્ત્વ અધિકારમાં જે નિત્ય નિયમે કહ્યા છે તેમાં વૃદ્ધિ કરવી. જેમ કે બે અથવા ત્રણ વાર અષ્ટપ્રકારી વગેરે જિનપૂજા કરવી, બૃહદ્ દેવવંદન કરવું, નિત્ય સર્વ પ્રતિમાની પૂજા કરવી, ન અને તેા દર્શન કરવું અને સ્નાત્રપૂજા, માટી પૂજા, પ્રભાવનાદિ કરવુ', એમ બને તેટલી ધર્મની પ્રવૃત્તિ વધારવી.
ગુરુને પણ દ્વાદશાવત વંદન કરવું, તેઓની અંગપૂજા, પ્રભાવના, ગહુ'લી વગેરે ભક્તિ કરવા પૂર્વક જિનવાણી સાંભળવી, તેની શરીર સેવા કરવી, નવું જ્ઞાન ભણવું-વાંચવુ વગેરે વિવિધ સ્વાધ્યાય કરવા, સચિત્ત ભક્ષણના ત્યાગ કરવા, સથા ન અને તા નિરૂપયાગી સચિત્તના ત્યાગ કરવા. પાણી ઉકાળેલું વાપરવું વગેરે.
જયણા માટે ઘર-હાટ કે મકાનાની ભીંતા, થાંભલા, ખાટલા, પાટ-પાટલા-પાટલી-છીંકાં, ચાપડનાં ભાજના, ઇંધણાં, કાલસા અને અનાજ, એ સવ ચીજોમાં લીલ, ફૂગ કે ધનેરીયાં, ઈચળેા વગેરે જીવા ઉપરે નહિ તે માટે જેની જે રીતે થાય તે રીતે રક્ષા કરવી. જેમ કે મકાન વગેરેને ચૂના લગાડવા, અનાજમાં ચખલેળવવી, તે તે વસ્તુને લાગેલા મેલ-પસીના વગેરે ધોઈને સાફ કરવી, તપાવવા યોગ્યને સૂર્યના તાપમાં તપાવવી, ભેજવાળી જગ્યામાં ન મૂકવી, ઠં‘ડીથી રક્ષણ થાય તે વસ્તુને ઠંડા સ્થાને રાખવી, પાણી દરરોજ બે ત્રણવાર જાડા ગરણાથી ગાળવું, ઘી-તેલ-ગોળ-છાશ-પાણી વગેરેનાં ભાજના ઢાંકીને રાખવા, ઉષ્ણુ પાણી, આસામણુ કે સ્નાન વગેરેનું મેલું પાણી જ્યાં લીલ–ફૂગ કે ત્રસ જીવા ન હેાય તેવી રેતીવાળી જમીનમાં તુત સુકાઈ જાય તેમ છૂટુ' છૂટું... પરઠવવુ, ચૂલા-દીવા વગેરે ઉઘાડા ન રાખવા. વળી દળવામાં, વસ્ત્ર-વાસણ ધાવામાં, રાંધવામાં, એમ સર્વ કાર્યમાં પૂજવા પ્રમાવાને ઉપયાગ રાખવા, ફૂલા, પાણીયાર, ખાંડણી તથા ધટી ઉપર, વલાણાના, સુવાના, ન્હાવાના અને જમવાના સ્થાને તથા દહેશસર અને ઉપાશ્રયમાં, એ દેશસ્થાને ચ'દુ ખાંધવા. ઇત્યાદિ સર્વ કાર્યો જયણા પૂર્વક કરીને પહેલા વ્રતની રક્ષા કરવી.
વસ્તુતઃ તા જીવાત્પત્તિ ન થવા દેવી તે જયણા કહી છે. જીવા ઉપયા પછી તેની હિંસાથી ખચવું દુષ્કર છે, માટે પાટ-પાટલા-પલંગ વગેરે અને જયાં જ્યાં આહિંગણુ દેવાય