SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪ શ્રાવકનાં વાર્ષિક કત્તા ઉત્પત્તિ સંભવિત હોવાથી તેને ત્યાગ કરે. ઔષધતિ માટે અનિવાર્ય હોય તે પણ પૂર્ણ જયણાથી ઉપયોગ કરશે. અને પૂર્વે કહેલાં પંદર કર્માદાનો વ્યાપાર તે સર્વથા તજવે આઠમાં અનર્થદંડમાં- જળક્રિડાને ત્યાગ કરવો અને સ્નાન તથા તેલમઈન વગેરેનું પણ પરિમાણ કરવું. એમ આઠ વ્રતમાં સવિશેષ ત્યાગ તથા જયણા કરવી. તથા ચાર શિક્ષા વતેમાં વૃદ્ધિ કરવી, અતિથિ સંવિભાગ તે દરરોજ ન બને તે પણ તપના પારણે અવશ્ય કરો. ઉપરાંત શક્તિ પ્રમાણે ઉપધાનતપ, સંસારતારણ તપ, અઠ્ઠાઇ, પંદર ઉપવાસ, સેળ ભક્ત, માસક્ષમણ તપ, વગેરે તપ સવિશેષ કરે. રાત્રે ચઉવિહાર અને ગાઢ કારણે ન બને તે તિવિહારનું પચ્ચત કરવું. દીન, અનાથ વગેરેને સહાય કરવી. ઈત્યાદિ ચાતુર્માસિક કર્તવ્ય. જાણવાં. શ્રાદ્ધવિધિની ૧૨મી ગાથાની ટીકામાં ચોમાસા કર્તવ્યનું આ વર્ણન છે, તે મૂળ ભાષાન્તરમાંથી જોઈ લેવું. | શ્રાવકના વાર્ષિક કર્તવ્ય શ્રાવકને પ્રતિ વર્ષે કરવા ગ્ય ધર્મકૃત્યેનું વર્ણન શ્રાદ્ધવિધિ પ્રકરણમાં આગીયાર દ્વારથી આ પ્રમાણે કર્યું છે. ૧. સંઘપૂજા= પિતાના વૈભવ પ્રમાણે પૂજય સાધુ-સાધ્વીજીને અતિ આદરબહુમાનપૂર્વક આધાકર્મ વગેરે બેતાલીસ દોષ રહિત, સંયમમાં ઉપયોગી એવા વસ્ત્ર, પાત્ર, સુતર, ઉન, દાંડા, દાંડી, સોય, કર્ણધન, કાગળ, પુસ્તક, પાઠાં વગેરે આપવાં. સાધુને અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારને આહાર, વસ્ત્ર, પાત્ર, કામળ, રજોહરણ, એ ચાર. તથા સેજ, મુંડન માટે અ, મન ખોતરણી અને નરણી એ ચાર, એમ બાર વસ્તુ સામે પગી હેવાથી (શય્યાતર સિવાય બીજાની) લેવી કપે છે, માટે તેવી નિર્દોષ વસતુઓથી સાધુસાથ્વીની ભક્તિ કરવી અને શ્રાવક-શ્રાવિકાને પણ આદર-અહુમાનપૂર્વક પહેરામણ આપીને ભક્તિ કરવી. તદુપરાંત શ્રી સંઘના આશ્રયે જીવનારા દેવ-ગુરુ-ધર્મના ગુણ ગાનારા યાચકો (ભેજક-સેવકે) વગેરેને પણ યાચિત સત્કાર કરે. ચતુર્વિધ સંઘની સર્વ પ્રકારે વિશિષ્ટ ભક્તિ કરનાર વૈભવવાળા શ્રાવકની સંઘપૂજા ઉત્કૃષ્ટ કહેવાય, અલ્પશક્તિવાળા વૈભવના અભાવે માત્ર એક બે સાધુને થોડું સુતર મુહપત્તિ અને એક બે શ્રાવક-શ્રાવિકાને માત્ર સોપારી વગેરે આપીને પણ ભકિત કરે, તે જઘન્ય કહેવાય. શેષ મધ્યમ જાણવી. તેમાં સ્વશક્તિ અનુસાર વર્ષમાં એક વખત જઘન્ય ભકિત પણ કરવી જોઈએ. નિર્ધનને અલ્પ પણ ભક્તિ મોટું ફળ આપે છે, સંઘપૂજા અવશ્ય કરવી જોઈએ. કારણ કે શ્રી સંઘને શાસ્ત્રોમાં શ્રી તીર્થકર ભગવંતથી બીજા નંબરે અથવા તીર્થકર તુલ્ય કહ્યો છે.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy