SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સ્વરૂપ તત્ત્વથી અનુભવજ્ઞાનીને કઈ દર્શન પ્રત્યે તિરસ્કાર થતું નથી, પણ સર્વદર્શનમય એવા જૈન દર્શનનો તે યથાર્થ જ્ઞાતા બને છે અને તેથી તે સર્વત્ર સત્યાંશને ગ્રાહક બની સ્વ-પરના પક્ષ-પ્રતિપક્ષથી મુક્ત રહી કેઈને પણ અન્યાય નહિ કરતાં સત્ય તત્ત્વનું પ્રદાન કરી શકે છે. આવા જ્ઞાનીના રચેલા ગ્રન્થ સ્વ-પર હિતકર બને છે, એમ જણાવવા ગ્રન્થકારે આવી પ્રતિજ્ઞા કરી છે. અહીં “ધર્મ સંગ્રહને ગૂંથીશ” એ અભિધેય, શ્રત અને પરંપરાથી વગેરે સંબંધ અને સ્વ-પર બેધ તથા પરંપરા એ મુક્તિની પ્રાપ્તિ એ પ્રોજન અને ફળ જાણવું. હવે ધર્મને સંગ્રહ કરવાને હેવાથી ધર્મનું લક્ષણ કહે છે. मूलम “वचनादविरुद्धाद् यदनुष्ठान' यथोदितम् । મૈકારિમાઇબ્રિજ, તાપ રિ તે / રૂ” અવિરુદ્ધ એટલે પરીક્ષિત, એવા આગમને અનુસરતુ, આ ગ્રન્થમાં કહેવાશે તે મંત્રી આદિ ભાથી યુક્ત જે અનુષ્ઠાન. તેને ધર્મ કહેવાય છે. અહીં સુવર્ણની માફક કષછેદ-અને તાપ વગેરેની પરીક્ષામાં શુદ્ધ થયું હોય તે આગમવચન પરીક્ષિત કહેવાય. આ કષછેદ-તાપનું સ્વરૂપ પાછળ ધર્મદેશનાના અધિકારમાં જણાવાશે. આવું શુધ્ધ વચન જિનેશ્વરનું જ હોય, કારણ કે વચનની શુદ્ધિ-અશુધ્ધિમાં અંતરંગ નિમિત્ત વક્તા છે, જે તે સ્વયં રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓથી રહિત હોય, તે જ તેનું વચન અવિરૂધ્ધ હોય. જે કે ઘૂણાક્ષર ન્યાયે સ્વમતિ-કલ્પનાથી પણ પરતીથિકનું કે માર્ગાનુસારીનું કે વચન અવિરૂધ્ધ હોય છે પણ તત્ત્વથી તે જિનકથિત જ હોય છે. કારણ કે અવિરુદ્ધવચન જિન વિના બીજામાં સંભવતું જ નથી. ઉપદેશપદ ગા-૬૧૪માં કહ્યું છે કે “સર્વ શુધ્ધ પ્રવાદનું મૂળ તે રત્નાકર તુલ્ય દ્વાદશાંગી જ છે, તેથી જ્યાં ત્યાં જે કાંઈ સુંદર છે તે તેનું જ છે.” જેમ નદીઓમાં સમુદ્ર નથી, પણ સમુદ્રમાં સર્વ નદીઓ છે. તેમ અન્ય દર્શનેમાં જૈન દર્શન દેખાતું નથી પણ સર્વ અન્ય દર્શન જૈન દર્શનમાં અંતભૂત છે. તેથી અન્ય દર્શનમાં જે કંઈ સત્ય જણાય છે તે જનાગમરૂપ સમુદ્રના બિન્દુઓ છે. માટે જનાગમને અનુસરતું જે જે અનુષ્ઠાન તેને ધર્મ કહેવાય. બીજું વિશેષણ “યાદિતમ” છે તેનો અર્થ એ છે કે જે અનુષ્ઠાન તે તે સાધકની ભવસ્થિતિને પરિપાક, સ્વભાવ, કર્મને પશમ, ધેર્ય, મને બળ, સંઘયણ, વગેરેથી સાપેક્ષ (અનુસરતું) હોય, અથવા તે તે છવદ્રવ્ય, આર્ય અનાર્યાદિ દેશે કે કર્મભૂમિ આદિ ક્ષેત્ર, ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાળ અને જેના તે તે લાપશમિક વગેરે ભાવને અનુસાર શકય અને હિતકર હોય, તે અનુષ્ઠાનને ધર્મ કહેવાય.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy