________________
ધર્મ સંગ્રહ સંક્ષિપ્ત સાર
ગ્રન્થનો પ્રારંભ, ટીકાકારનું મંગળ વગેરે... સમગ્ર વિશ્વમાં જેઓને પ્રભાવ અતિશય વિસ્તૃત છે, જેઓ ત્રણે લેકને ઈશ્વર છે, તે શ્રી વીરપ્રભુને પ્રણમીને શાસ્ત્રાનુસારે પજ્ઞ ધર્મસંગ્રહ નામના મૂળ ગ્રન્થનું વિવરણ લેશથી ભવ્યજીને સુખપૂર્વક બંધ કરાવવા કરું છું.
મૂળગ્રન્થનું મંગળ વગેરે.... મૂત્ર “grખ્ય પ્રજાજ - સુરાપુરાચરમ્ |
તા તારા', મહથિી નિનામનું છે ? || श्रुताब्धेः सम्प्रदायाच्च, ज्ञात्वा स्वानुभवादपि ।
सिद्धान्तसार प्रथ्नामि, धर्म स'ग्रहमुत्तमम् ॥ २ ॥ અહીં પહેલા શ્લોકથી પ્રભુના ચાર અતિશયે જણાવી તે દ્વારા મહાવીર પ્રભુને પ્રણામરૂપ મંગળ કર્યું છે. તેમાં સર્વ દેવ, દાન અને મનુષ્યના પણ સ્વામી, અર્થાત્ સર્વ ઈન્દ્રો અને ચક્રવતી વગેરે સર્વ રાજાઓથી પણ પ્રણામ કરાયેલા એ વિશેષણથી પ્રભુને પૂજાતિશય, તત્ત્વના જ્ઞાતા” એ વિશેષણથી જ્ઞાનાતિશય, “તત્ત્વદેશક વિશેષણથી વચનાતિશય અને જિત્તમ” થી રાગદ્વેષાદિ અંતરંગ અને બાહ્ય શ એને જીતનારા-જિન, એ વિશેષણથી સર્વ અપાયેના નાશરૂપ તેઓને અપાયાપગમાતિશય જણાવ્યો છે. એમ ચાર અતિશયરૂપી સદભૂત ગુણે દ્વારા વિરપ્રભુની સ્તુતિરૂપ ભાવમંગળ કર્યું છે. મહાવીર એ તેઓનું વિશેષ નામ છે, તેમાં પ્રભુ કર્મના વિદારક, તપથી વિરાજિત અને તપવીય યુક્ત હોવાથી વીર છે. તેમાં પણ દીક્ષાકાળે વાર્ષિકદાન દ્વારા દરિદ્રતા શબ્દને પણ નાશ કરવાથી દાનવીર, રાગાદિ આંતર-બાહ્ય શત્રુઓને મૂળમાંથી જીત્યા માટે યુદ્ધવીર અને અતિઘોર તપને પૂર્ણ નિસ્પૃહતાથી કર્યો માટે ધર્મવીર, એમ ત્રણે પ્રકારે સર્વોત્કૃષ્ટ વીર હોવાથી મહાવીર એવા દેવોએ આપેલા વિશિષ્ટ નામના ધારક પ્રભુને નમસ્કાર દ્વારા મંગળ કર્યું છે.
બીજા શ્લોકમાં જણાવ્યું છે કે “સમુદ્રતુલ્ય શ્રુતજ્ઞાનથી, ગુરૂપરંપરાથી અને મારા અનુભવથી પણ જાણીને ઉત્તમ એવા ધર્મના સંગ્રહને હું ગૂંથું છું.”
તેમાં વસ્તુતઃ છવસ્થ જીવને સ્વમતિથી કંઈ પણ કરવું હિતકર નથી, કેવલિકથિત આગમ સમુદ્રમાં કહેલું જ કરણીય છે. તે આગમ પણ ગંભીરાર્થ હોય છે, માટે ગુરૂપરંપરા દ્વારા તેને સમજીને આચરી શકાય છે, તે પણ માત્ર દ્રવ્યબુતરૂપે નહિ, પણ ચિંતાજ્ઞાન ઉપરાંત સ્વાનુભવરૂપ ભાવનાજ્ઞાનરૂપે અનુભવગમ્ય થયું હોય તે સત્ય ગણાય છે, માટે આ ગ્રંથમાં જે કહેવાનું છે તે શ્રુત, ગુરૂપરંપરા અને સ્વાનુભવથી જાણેલું કહીશ, એમ કહીને ગ્રન્થકારે ગ્રંથની સત્યતા અને ઉપાદેયતા સિદ્ધ કરી છે.