________________
ધર્મ સંગ્રહ સક્ષિપ્ત સાર
પણ “મળ્યા દિભાવસંમિશ્ર'' એટલે મૈત્રી વગેરે ભાવાથી યુક્ત હોય, તેમાં પ્રાણીમાત્ર પ્રત્યે સ્નેહના પરિણામ તે ૧-મૈત્રી, ગુણાધિક કે વડિલે પ્રત્યે ભક્તિથી એટલે નમસ્કાર વગેરેથી અને નાનાએ પ્રત્યે પ્રસન્નતાદિથી પ્રગટ જણાતા જે હાર્દિક ભક્તિભાવ તે ૨-પ્રમેાદ, દીન-દુઃખી-રાગી વગેરેને શક્તિ અનુસાર દુઃખમુક્ત કરવા પૂર્વકની દયાની લાગણી તે ૩-કરૂણા અને અતિ અયેાગ્ય–અવિનીત વગેરે દૂષિત અવા પ્રત્યે રાગ-દ્વેષને અભાવ તે ૪-માયશ્ર અથવા ઉપેક્ષા. જે ધમ અનુષ્ઠાનમાં આ મૈત્રી આદિ ભાવા હોય તેને ધર્મ કહેવાય. કારણ કે આ ભાવનાએ પરિણામે નિયમા મેાક્ષને આપનારી હાવાથી શાસ્ત્રોમાં તેને ધરૂપ કલ્પવૃક્ષના મુળભૂત કહેલી છે. મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય તેમ આ ભાવના વિના ધર્મરૂપ વૃક્ષ જ ન હોય, પછી મેાક્ષરૂપ ફળ તા મળે જ કેમ ?
વળી સભ્યજ્ઞાની મહર્ષિએ દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે (બચાવે) અને સુગતિમાં ધાન કરે (પહોંચાડે), તેને ધર્મ કહ્યો છે, તે ઉપર જણ!વ્યું તેવા અનુષ્ઠાન રૂપ હોય તે જ ઘટે. અન્યથા જેમ તેમ કરેલા અનુષ્કાનાને ધર્મ કહેવાય નહિ.
પ્રશ્નઃ- શાસ્ત્રમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસગ, એ ચાર પ્રકારના અનુનેને ધૂમ કહ્યો છે અને અહીં આગમવચનને અનુસરતુ એટલે માત્ર એક વચનઅનુષ્ઠાન તેને ધર્મ કહ્યો, તે કેમ ઘટે ? ઉત્તર:- આગમવચનને અનુસરતુ એટલે અહીં આગમવચનથી પ્રેરિત-પ્રયાજિત જે કોઈ ક્રિયા-અનુષ્ઠાનરૂપ વ્યવહાર તે ધર્મ સમજવા. એ રીતેપ્રીતિ, ભક્તિ વગેરે અનુષ્કાના પણ આગમવચન પ્રેરિત હાવાથી તે સમાં આ અર્થ ઘટશે.
છતાં તત્ત્વથી તા તે ચારેય અનુષ્ઠાનાનું લક્ષણ ભિન્ન ભિન્ન છે. પ્રીતિ અને ભક્તિ અને ઈચ્છારૂપ છે, તેથી તે અને તે તે પ્રીતિ અને ભક્તિવંત આત્માની ઈચ્છાથી થાય છે, જયારે વચનઅનુષ્ઠાન તા આગમવચનના મચ્છુપૂર્વક ચેઝસ શાસ્ત્રાનુસારી હોય છે, તેથી પ્રીતિભક્તિ અનુષ્ઠાનમાં આગમનું નિયંત્રણ નથી, ત્યાં પ્રીતિ–ભક્તિની મુખ્યતા છે અને વચનાનુષ્ઠાનમાં આગમનું નિયત્રણ મુખ્ય હોય છે. જેમ સ્ત્રી અને માતા પ્રત્યે ભાવ ભિન્ન છતાં બંનેનુ” પાલન સમાન હોય છે, તેમ ખ'નેમાં આગમવચનની પ્રેરણા છતાં પ્રીતિ અનુષ્ઠાનમાં પ્રીતિની અને ભકિત અનુષ્ઠાનમાં ભકિતની મુખ્યતા હોય છે, તે અનેમાં આગમવચન પ્રેરક છતાં આામથી ન્યૂનાધિક હોવાથી ઘણા અતિચારો સ‘ભવે છે અને વચન અનુષ્ઠાન આગમથી નિય ંત્રિત દ્મવાથી તેમાં અતિચારા અતિઅલ્પ અને સૂક્ષ્મ જ હોય છે. નિશ્ચયથી તે આવું વચનાનુષ્ઠાન જીવને છઠ્ઠા ગુણુસ્થાનકથી નીચે હતુ પણ નથી, એમ પ્રીતિ, ભકિત અને વચન અનુષ્ઠાનેમાં સ્વરૂપ ભે છે અને એ ત્રણેથી ભિન્ન અસ`ગાનુષ્ઠાન તા વચનનુષ્ઠાનના દૃઢ અભ્યાસ પછી પ્રગટે છે. કુંભારના ચાક જેમ પ્રથમ દંડથી અને પછી દંડ વિના પણ ભમે છે, તેમ અસંગ અનુષ્ઠાન આગમવચનના દૃઢ અભ્યાસ પછી આગમસ્મરણ વિના જ અભ્યાસથી થાય છે. એમ ચારેયનું સ્વરૂપ ભિન્ન હોવાથી એકનું લક્ષણ ખીજામાં ન ઘટે તેા પણ કઈ દોષ નથી.