SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૪ દિનચર્યા–પ્રતિકમણની વિધિ ૨૪૫ જિનેશ્વરને, સાતમા માં- “તમ તિમિર પડલ” થી માંડીને ત્રીજી સ્તુતિ સુધી શ્રુતજ્ઞાનને, આઠમામાં- “સિદ્ધાણં બુદ્ધાણું” ગાથાથી સર્વ સિદ્ધોને, નવમામાં- “જે દેવાણ વિ દેવે તથા ઈક્કોવિ નમુક્કા .” બે ગાથાથી તીર્થનાયક શ્રી વર્ધમાન સ્વામિને, દશમામાં“ઉજિજતસેલ સિહરે.” ગાથાથી શ્રી નેમિનાથ ભગવંતને, અગિઆરમામાં– “ચત્તારિ અ” ગાથાથી અષ્ટાપદ વગેરે વિવિધ તીર્થોના જિનેને વંદના અને બારમામાં– “વેયાવરચગરાણું”થી ચોથી સ્તુતિ સુધી સમકિતદષ્ટિ દેવેનું સ્મરણ થાય છે. એ પ્રમાણે બાર અધિકારી દ્વારા પૂર્વે કહેલા વિધિ પ્રમાણે દેવવંદન કરીને પ્રત્યેક પદે ખમાસમણ દેવા પૂર્વક “ભગવાન્ હે” વગેરે પદાથી દેવ-ગુરુવંદન કરવું. લૌકિક રાજા અને પ્રધાનને નમવાથી લૌદ્ધિક કાર્યો સિદ્ધ થાય છે, તેમ લે કે ત્તર રાજા જિનેશ્વરે અને પ્રધાનના સ્થાને રહેલા ગુરુઓને વંદન કરવાથી લેકોત્તર કાર્યો સિદ્ધ થાય છે. એમ દેવ-ગુરુ વંદન કરીને શ્રાવકે તે “સમસ્ત શ્રાવકને વાંદું છું” એમ પણ કહેવું. પછી જાણે પંચાચારમાં સેવેલા અતિચારોથી દબાઈ ગયેલ હોય તેમ શરીરથી પૂર્ણ નમીને અને મસ્તકને ભૂમિ સાથે લગાડીને સર્વ અતિચારોના બીજરૂપ “સબ્યસ્તવિ દેવસિય સૂત્ર બેવીને મન વચન કાયાથી સેવેલા સર્વ અતિચારોને “મિચ્છામિ દુકકડ' આપે. પછી પંચાચારમાં ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ હેવાથી, તેના અભાવે જ્ઞાન-દર્શન નિષ્ફળ હોવાથી, અગર વ્યવહારથી ચારિત્રના અભાવમાં જ્ઞાન-દર્શનની ભજના અને નિશ્ચયથી અભાવ માનેલે હેવાથી, કેવળજ્ઞાની છતાં ચારિત્રના વેષ વિના વંદનીય બનતું નથી, એમ વિવિધ રીતે ચારિત્રનું મહત્વ હોવાથી પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિ માટે કરેમિ ભંતે' આદિ ત્રણ સૂત્રે કહીને દ્રવ્યથી શરીરદ્વારા ઉભા થઈને અને ભાવથી અધ્યવસાય શુદ્ધ કરીને કાઉસ્સગ્ન કરે, તેમાં સવારના પડિલેહણની ક્રિયાથી આરંભીને આ કાયોત્સર્ગ સુધીમાં લાગેલા અતિચારોનું ચિંતન કરવા સાધુ “સણસણત્ર પાણે” ગાથાના આધારે અને શ્રાવકે “નામિ દંસણુમિ અ” વગેરે અતિચારો શોધવાની આઠ ગાથાઓના આધારે સમગ્ર દિવસમાં લાગેલા અતિચારેનું સ્મરણ કરીને ગુરુની સમક્ષ તેની આચના કરવા (જેમ રાજાને વિનતિ માટે પ્રથમ વિચારીને કાગળમાં લખીને વિનંતિ કરાય છે તેમ તે અતિચારેને મનમાં સંકલિત કરે. પછી “નમે અરિહંતાણું” કહીને, કાઉસ્સગ્ન પારીને, ઉપર પ્રગટ લેગસ્સ કહે. પછી સંડાસા પ્રમાઈને નીચે બેસી પૂર્વે જણાવ્યા પ્રમાણે મુહપતિ પડિલેહીને બે વાર ગુરુવંદન (વાંદણ) કહે. પૂર્વે જણાવેલાં ગુરુવંદનનાં આઠ, કારણે પૈકી. આ વંદન આચના માટે વિનયરૂપ જાણવું. અને મુહપત્તિનું પડિલેહણ વંદન માટે જાણવું.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy