________________
ધર્મસંગ્રહ ગુરુ ભાવે સરધાર ગા. ૬૫
પછી આલોચના માટે “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅં આલે ઉં” કહીને ગુરૂની અનુમતિ માગીને “ઈચ્છ, આ એમિ જે મે દેવસિઓ અઈઆરો' વગેરે સૂત્રથી ઓઘ . આલોચના કરી શ્રાવક “સાત લાખ અને અઢાર પાપસ્થાનક' વગેરે બેસીને, અને સાધુ-સાધ્વી “ઠાણે કમાણે ચંકમણે” પાઠ બોલીને આલોચના કરે. એમ દેવસિક આલોચના કરીને પ્રાયશ્ચિત્તની માગણી માટે “સવ્વસ વિ દેવસિ વગેરે દુચ્ચિદ્વિઅં” સુધી બેલીને “ઈચ્છકારણ સંદિસહ ભગવન” એટલે “આપ ઈચ્છાનુસાર પ્રાયશ્ચિત્ત ફરમાવો !” એમ વિનંતિ કરે, તેને જવાબમાં ગુરૂ “પડિક્કમહ” અર્થાત “પ્રતિક્રમણ કરે” એમ કહે, ત્યારે પોતે “ઈચ્છ, તલ્સ મિચ્છામિ દુક્કડ' અર્થાત્ આપની આજ્ઞા સ્વીકારું છું, “તે મારું પાપ મિથ્યા થાઓ.” કહી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરે. પ્રાયશ્ચિત્તના દશ પ્રકારેમાં આ બીજું પ્રાયશ્ચિત્ત જાણવું. પહેલું આલેચના પ્રાયશ્ચિત્ત તે “દેવસિ આલે” વગેરે બલીને કરાય છે.
પછી સંડાસા પ્રમાઈને બધા વિધિ પૂર્વક નીચે બેસે, તેમાં જે એક શ્રાવક “વંદિતસૂત્રો કહે તે સમતામાં સ્થિર થાય, સૂત્રપાઠમાં મનની સતત એકાગ્રતા કરે, અને થોડી પણ ભૂલ થશે તે બીજાઓ શીખશે” વગેરે ભૂલનો ભય રાખે. વળી પ્રત્યેક પદે સંવેગની વૃદ્ધિ થાય તે રીતે ડાંસ, મચ્છરાદિના ઉપદ્રવની પણ ઉપેક્ષા કરીને સ્પષ્ટ ઉચ્ચારથી સૂત્ર બેલે, તેમાં દરેક કાર્યો મંગળ, પૂર્વક કરવાં જોઈએ, માટે પ્રથમ નમસ્કાર મહામંત્ર બોલે, પછી પૂર્વોક્ત સમતાની સાધના માટે કરેમિ ભંતે બોલે અને પ્રથમ ઓઘથી ટુંકમાં આલોચના માટે “ઈચ્છામિ પડિક્કમિઉં જે મે દેવસિઓ અઈઆરે” વગેરે સૂત્ર પૂર્ણ બોલે, પછી વંદિત્ત શરૂ કરે અને “તસ્ય ધમ્મસ્સ” બોલે ત્યાં સુધી ઉત્કટિક આસને બેસે - સાધુ તે નવકાર અને કરેમિભતે કહ્યા પછી મંગળ માટે “ચારિ મંગલ વગેરે બોલે, પછી ઓઘ આલોચના રૂપે “ઈચ્છામિ પડિકકમિઉં જે મેં સૂત્ર બોલીને વિભાગથી આલોચના માટે ઈરિયાવહિ સૂત્ર બોલે, તે પછી સર્વ અતિચારોની આલેચના માટે ગામ સિજજાએ.” સૂત્ર બેલે, સાધુ અને શ્રાવકને આ વિધિને ભેદ પરંપરાદિ કારણે જાણ. - પ્રતિક્રમણુસૂત્ર એ રીતે બેલવું કે બેલનાર-સાંભળનાર સર્વને સંવેગની વૃદ્ધિ થવાથી રેમરાજી વિકસ્વર થાય, એમ “તસ્ય ધમ્મક્સ કેવલિ – પન્નત્તસ્ય” સુધી બેલી સઘળા. અતિચારેને ભાર ઉતરી જવાથી હલકે થયે હોય તેમ, દ્રવ્યથી શરીરદ્વારા અને ભાવથી ઉત્સાહ દ્વારા તુર્ત ઉભે થઈને શેષ સુત્ર પૂર્ણ કરે.
એમ અતિચારેનું પ્રતિક્રમણ કરીને સમગ્ર દિવસમાં ગુરુ પ્રત્યે થયેલા અપરાધને ખમાવવા બે વાંદણાં આપે પ્રતિક્રમણમાં બે બે વાંદણાં ચાર વખત આવે છે, તેમાં પહેલું અતિચારની આલોચના માટે, બીજું ગુરુને અપરાધ ખમાવવા માટે, ત્રીજું આચાર્ય આદિ સર્વ સંઘને ખમાવવા પૂર્વક તેઓને આશ્રય મેળવવા માટે, અને ચોથું પચ્ચખાણ કરવા માટે સમજવું.