________________
૨૪૪
ધ સંગ્રહ ગુ૦ ભા૦ સારાધાર ગા. ૬૫ એક નિષ્ક્રમણુ, વગેરે સાક્ષાત્ ગુરુ કે સ્થાપના વિના કેમ ઘટે ? ગામ વિના સીમા નહિ, તેમ ગુરુ વિના ગુરુના અવગ્રહ પણ નહિ, અવગ્રહ વિના પ્રવેશ નિષ્ક્રમણ પણ નહિ, અને ચાર શીર્ષ, ત્રણુ ગુપ્ત તા ગુરુ વિના અને જ શી રીતે ? માટે ગુરુ કે તેઓના વિરહમાં સ્થાપના સન્મુખ જ પ્રતિક્રમણ કરવું જોઇએ.
સ્થાપના અક્ષની, વરાટકની, કાષ્ટની, પુસ્તની, કે ચિત્રની પણ કરી શકાય. તેમાં પણુ ગુરુના આકારવાળી તે સદ્દભાવ અને આકાર વિનાની અસદ્ભાવ સ્થાપના હેવાય. તે પણ અમુક કાળ પૂરતી તે ઈરિકી અને જ્યાં સુધી તે વસ્તુ વિદ્યમાન રહે ત્યાં સુધીની સ્થાપના તે યાવતકથિકી હેવાય. એમ શાસ્રવચનેાથી કાઈ પણ પ્રકારની સ્થાપના કરી શકાય.
જૈન શાસન પ'ચાચાર મય હોવાથી પ્રતિક્રમણ પ'ચાચારની વિશુદ્ધિ માટે છે. તેમાં ૧સામાયિકથી ચારિત્રાચારની, ૨ – ચતુવિંશતિસ્તવથી દર્શનાચારની, ૩– વંદનથી જ્ઞાનાદિ આચારાની, ૪– પ્રતિક્રમણથી પાંચે આચારામાં લાગેલા અતિચારાને ટાળવાથી તે તે આચારોની, ૫- કાઉસ્સગ્ગથી પણ પ્રતિક્રમણુ કરવા છતાં રહી ગયેલી અશુદ્ધિને ટાળવાથી તે તે આચારાની, ૬ – પચ્ચક્ખાણથી તપાચારની અને છ એ આવશ્યકાથી વિર્યાચારની વિશુદ્ધિ કરાય છે. એમ ચઉસરણ પયન્નાની ગા. ૬-૭ માં હેલુ છે.
દૈવસિક પ્રતિક્રમણના વિધિ—પૂર્વે ચૈત્યવંદનના વિધિમાં જણાવ્યા પ્રમાણે પ્રારભમાં ઇરિયાવહી પ્રતિક્રમણ કરવું, ચૈત્યવંદન બૃહદ્ ભાષ્યમાં કહ્યું છે કે- ઈરિયાવહિ પ્રતિ દ્વારા ગમનાગમનાદ્ઘિની આલોચના કરે, હા ! મે... ખાટુ' કર્યુ” એમ નિંદા કરે તથા ગુરુ સન્મુખ ગોં કરે, પછી ‘તસ્સઉત્તરી' વગેરેથી કાચેત્સર્ગ નામનું પ્રાયશ્ચિત કરીને શુદ્ધ થયેલા આત્મા ઉપયોગ પૃષ્ઠ આત્મહિતકારક ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનને કરે
જેમ દ્રવ્યપુજામાં સ્નાનાદિથી શરીર શુદ્ધિ જરૂરી છે, તેમ ભાવ પુજારૂપ અનુષ્ઠાનમાં ઇરિયાવહિ પ્રતિદ્વારા આત્મસ્નાન જરૂરી છે. માટે ઉભા રહેવાની ભૂમિને ઉપયોગ પુક ત્રણ વાર પ્રમાઈને સાધુ કે સામાયિકવાળા શ્રાવક પ્રથમ દેવવંદન કરે, કારણ કે જેમ પાણી વિના ધાન્ય પાકે નહિ, તેમ વિનય રહિત વિદ્યા પણ ફળે નહિ, તેમાં પણ પૂર્વસંચિત કર્મ જિનભક્તિથી ખપે છે અને વિદ્યા-મત્રો ગુરુભક્તિથી સિદ્ધ થાય છે. માટે પ્રથમ દેવગુરુને વદન કરવું.
તેમાં– દેવવદનમાં ખાર અધિકારો આ પ્રમાણે છે- પહેલા અધિકારમાં- ‘નમાભ્રુણ'થી જિઅભચાણું' સુધીના પાઠથી ભાવિજનને, બીજામાં જે અઇ' સ ́પૂર્ણ ગાથાથી દ્રવ્યજિનાને, ત્રીજામાં – ‘ અરિહંત ચૈઇયાણું ’થી પહેલી સ્તુતિ સુધી એક અમુક ચૈત્યના સ્થાપના જિનને, ચાથામાં– ‘લાગસ’ સૂત્રથી નામજિનને, પાંચમામાં– સવ્વલેાએ' પદ્મથી આરભી બીજી સ્તુતિ સુધી ત્રણે લેાકના સ્થાપનાજિનને, છઠ્ઠામાં ‘કખરવરદીવડ઼ે' ગાથાથી 'વિહરમાન