________________
પ્ર૪. દિનચર્યા-સંધ્યાકાળનું કર્તવ્ય
૨૪૧
આહાર એ પ્રાણને અને પ્રાણ એ ધર્મને આધાર છે, માટે આહાર વિધિ પૂર્વક કરે, એ શરીર અને આત્માના આરોગ્ય માટે જરૂરી છે. આહાર સમતા પૂર્વક કરવાથી સમતા, કેધ કે દ્વેષ પુર્વક કરવાથી ક્રોધ અને અહંકારથી ખાતાં મદ વગેરે થાય છે, માટે સામ્ય પથ્ય ભોજન વૈરાગ્યથી જમવું.
જમ્યા પછી મૂળ ગાથામાં કહ્યા પ્રમાણે ગુરુને વેગ હેય તે તેમને વંદન કરીને અને ગુરુ ન હોય તો સ્વયં દિવસચરિમં કે ગંઠિસહિત વગેરે સંવરણ=પચ્ચખાણ કરવું, પછી ગીતાર્થ સાધુઓ કે સિદ્ધાન્તના જાણુ શ્રાવકપુત્ર વગેરેની સાથે શાસ્ત્રોક્ત તને વિચારવાં. જેમ કે- “આ આમ કહેવામાં શું હેતુ છે? અથવા આ આમ જ છે, આમ નથી જ વગેરે શાસ્ત્રાર્થને નિશ્ચય કરે. કારણ કે ગુરુ મુખે અર્થ સાંભળ્યા પછી પણ વાર વાર તેના રહને વિચારવાથી જ તે ચિત્તમાં સ્થિર થાય છે. હવે સંધ્યાકાળનું કર્તવ્ય કહે છે
મૂરું -“નાથ પુનકનાચવ, તિરામાણિતા |
गुरोविश्रामणा चैव, स्वाध्यायकरण तथा" ॥६५॥ અર્થ– સાંજે પુનઃ જિનપૂજા, પ્રતિક્રમણ, ગુરુની વિશ્રામણા અને સ્વાધ્યાય કરે. તેમાં
સાંજે સંધ્યાથી અંતર્મુહૂર્ત પહેલાં પુનઃ ત્રીજી વાર જિનપૂજા કરવી, તેમાં વિશેષ એ છે કે મુખ્ય માર્ગો શ્રાવકે એક જ વાર જમવું, શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે- ઊત્તમ શ્રાવક સચિત્તને ત્યાગી, એકશન લે છે અને બ્રહ્મચારી હોય, જે એકાશન ન કરી શકે તે પણ છેલ્લી ચાર ઘડી શેષ રહે ત્યારે તે ભજન કરી લે, કારણ કે રાત્રીની નજીકમાં સૂર્યાસ્ત પહેલાં જમવાથી પણ રાત્રી ભોજનને દોષ લાગે છે. માટે ચાર ઘડી પહેલાં જમી બે ઘડી બાકી રહે ત્યારે સમાપ્ત કરે અને તે પછીનું રાત્રીનું “દિવસ ચરિમ" પચ્ચકખાણ મુખ્યતયા સૂર્યાસ્ત પહેલાં જ કરે, અને તેમ ન બને તે અપવાદથી રાત્રે પણ કરે જ.
પછી સૂર્ય અડધે અસ્ત થયેલ દેખાય તે પહેલાં ત્રીજી વાર દીપક પૂજા, ધૂપપૂજાથી જિનપૂજા કરે અને પછી સાધુની પાસે કે પૌષધશાળામાં સામાયિકાદિ છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ કરે, જો કે તત્વથી ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, છતાં રૂઢિથી છ એ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ કહેવાય છે. તેમાં
૧- સામાયિક= આતં-રોદ્ર ધ્યાનના ત્યાગ પૂર્વક ધર્મધ્યાન દ્વારા શત્રુ-મિત્ર, કંચન-માટી કે સુખ-દુઃખ વગેરેમાં સમાનભાવ. તેનું સ્વરૂપ પૂર્વે સામાયિક વ્રતમાં કહ્યું છે.